પુના (મહારાષ્ટ્ર)નાં પર્યટન સ્થળો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પુના ખાતે પાતાલેશ્વર મંદિર, કે જે રાષ્ટ્રકૂટ વંશ કાળમાં ગુફાઓ કોરીને બનાવવામાં આવ્યું હતું.

પુના શહેરને મહારાષ્ટ્ર રાજ્યની સાંસ્કૃતિક રાજધાની કહેવામાં આવે છે. પુના શહેર ક્‍વીન ઑફ ધ ડેક્કનના નામથી પણ ઓળખવામાં આવે છે. પુના શહેરમાં ઘણી બધી ઉચ્‍ચ કોટિના શિક્ષણની સંસ્‍થાઓ, શોધ કેન્‍દ્રની સાથે સાથે રમતગમ્, યોગ, આયુર્વેદ અને સમાજ સેવા વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ આવેલી છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં પુના સૂચના તકનીકીના ક્ષેત્રમાં પણ સક્રિય રૂપથી વિકસિત થઇ રહ્યું છે. ઐતિહાસિક રીતે જોતાં સત્તરમી શતાબ્દીમાં આ શહેરનું મુખ્ય કેન્દ્ર બિંદુ મરાઠા શાસક છત્રપતિ શિવાજી હતા. શિવાજીનો જન્‍મ પુના ખાતે શિવનેરી કિલ્લામાં થયો હતો. એમણે પોતાનું બાળપણ પણ અહીં જ વિતાવ્યું હતું. આ મહેલનું નિર્માણ શિવાજીના પિતા શાહજીએ કરાવ્યું હતું. શાહજીના મિત્ર કોંડદેવએ પુના શહેરમાં ગણેશ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જેને કસબા ગણપતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ગણપતિ ગ્રામ દેવતાના રૂપમાં માનવામાં આવે છે, જેમનું ધાર્મિક તહેવારો, ઉપનયન સમારોહ અથવા કોઇ અન્ય સમારોહમાં સૌથી પહેલાં આમંત્રણ આપવામાં આવે છે. ઇ. સ. ૧૮૧૮ના વર્ષમાં થયેલા કોરેગાંવ યુદ્ધ પછી પુના શહેર ઈસ્ટ ઇંડિયા કમ્‍પનીના તાબામાં ચાલ્યું ગયું. બ્રિટિશ સરકાર આ શહેરમાં ગ્રીષ્‍મકાલીન રાજધાની બનાવવા માંગતું હતું, પરંતુ પછીથી તેમણે આ શહેરને ઓગણીસમી શતાબ્દીનું લશ્કરી મથક બનાવ્યું હતું અને ત્યારથી પૂણે શહેર પુના કહેવાયું હતું. સ્‍વતંત્રતા સંગ્રામના સમયમાં સૌથી પહેલાં પુના શહેરમાંથી જ લોકમાન્‍ય તિલકે દેશવાસીઓને વિદેશી સામાનનો બહિષ્‍કાર તથા સ્‍વદેશી સામાનને અપનાવવાનો આગ્રહ કર્યો હતો.

આ શહેરમાં ઘણાં જોવાલાયક સ્થળો આવેલાં છે:

શનિવાર વાડા[ફેરફાર કરો]

શનિવાર વાડાનો દિલ્લી દરવાજો

વૈભવયુક્ત શનિવાર વાડા મહેલ પેશવાઓનું નિવાસ સ્થાન હતું. આ મહેલનો પાયો બાજીરાવ પહેલાએ ઇ. સ. ૧૭૩૦ના વર્ષમાં નાખ્યો હતો. આ મહેલનું નિર્માણ કાર્ય ઈ. સ. ૧૭૩૨ના વર્ષમાં પૂર્ણ થયું હતું. આ મહેલની દીવાલો પર રામાયણ અને મહાભારતનાં દૃશ્ય ચિત્રિત કરવામાં આવેલાં છે. કમળનાં સોળ ફૂલોના આકારમાં બનાવવામાં આવેલા ફુવારા તે સમયના ઉત્કૃષ્ટ તકનીકી કૌશલનો અદભૂત નમૂનો છે. વર્તમાન સમયમાં આ મહેલની દેખભાળ પુના શહેરની મહાનગરપાલિકા કરી રહી છે. આ મહેલમાં પ્રત્‍યેક દિવસે ધ્વનિ અને પ્રકાશ કાર્યક્રમનું (લાઇટ એંડ સાઉન્‍ડ શોનું) આયોજન કરવામાં આવે છે.

રાજા દિનકર કેલકર સંગ્રહાલય[ફેરફાર કરો]

ઇ. સ. ૧૯૨૦ થી ઇ. સ. ૧૯૬૦ સુધીના સમયમાં ડો. દિનકર જી. કેલકર નામમા વ્યક્તિએ લગભગ ૧૫૦૦૦ જેટલા કલાત્મક પરંપરાગત વસ્તુઓના નમૂનાઓ એકત્રિત કર્યા હતા. કેલકરે પોતાના પુત્ર રાજાની યાદમાં આ સંગ્રહાલયની સ્થાપના કરી હતી, જેનું મૃત્યુ સાત વર્ષની આયુમાં જ થયું હતું. ઇ. સ. ૧૯૬૨ના વર્ષમાં તેમણે આ સંગ્રહાલય મહારાષ્ટ્ર રાજ્યના પુરાતત્વ વિભાગને સોંપી દીધું હતું. આ સંગ્રહાલયનિઇ ઇમારતના પહેલા માળ પર ઘરેલુ વાસણો (૧૮મી અને ૧૯મી શતાબ્દી)નો અનોખો સંગ્રહ છે, જ્યારે અન્ય મજલા પર શ્રી ગણેશ, શિવ અને પાર્વતીની મૂર્તિઓ રાખવામાં આવેલી છે.

સમય- સવારના ૯ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ( પ્રત્યેક દિન ખુલ્લું રહે છે). આ સ્થળ બાજીરાવ રોડ, પ્રસિદ્ધ અભિનવ કલા મંદિરની નજીક, દક્કનથી આ સ્થળનું અંતર બે થી ત્રણ કિલોમીટર જેટલું છે.

આગાખાન મહેલ[ફેરફાર કરો]

પુના શહેર મુળે અને મુથા નદીઓના સંગમ પર સ્થિત છે.

આ મહેલનું નિર્માણ ઇ. સ. ૧૮૯૨ના વર્ષમાં ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ આગાખાન (૩જા) એ કર્યું હતું. ઇ. સ. ૧૯૬૯ના વર્ષમાં હીસ હાઈનેસ કરીમ આગાખાન (૪થા) એ આ મહેલ ભારત સરકારને સોંપી દિધો હતો. રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલન વખતે ભી પુના શહેરના લોકોએ પણ એમની સક્રિય ભૂમિકા નિભાવી હતી. ઇ. સ. ૧૯૪૨ના વર્ષમાં થયેલા ભારત છોડો આંદોલનના સમયમાં ગાંધીજી, એમના પત્ની કસ્તૂરબા અને ગાંધીજીના સચિવ મહાદેવભાઈ દેસાઈ આ મહેલમાં જ રહ્યા હતા. મૌલા નદીની સમીપ સ્થિત, આ મહેલમાં ગાંધીજી અને એમના જીવન પર આધારિત યાદોનું સ્મારક પણ આવેલું છે.

પાર્વતી હિલ મંદિર[ફેરફાર કરો]

પુના બાયપાસ સડક માર્ગ પરથી ઘણો ભારે ટ્રાફિક જેનાથી શહેર બચી જાય છે.

પાર્વતી હિલ પુના શહેરમાં સ્થિત પ્રમુખ મંદિરોમાંથી એક છે. સમુદ્ર તળથી આ મંદિરની ઊંચાઈ ૨૧૦૦ ફીટ જેટલી છે. આ મંદિરમાં દરરોજ ભક્તોની ભારે ભીડ જામેલી રહે છે. આ મંદિર રોજ સવારના પાંચ વાગ્યે ખોલવામાં આવે છે અને રાત્રીના સમયે આઠ વાગ્યે બંધ કરવામાં આવે છે. આ જગ્યા માટે એવું કહેવાય છે કે આ સ્થળ પર પેશવા શાસક બાલાજી બાજીરાવે બ્રિટિશ સેનાને કિકરી યુદ્ધમાં હરાવી હતી. આ ઉપરાંત અહીંયાં એક દેવદેવેશ્વર મંદિર અને બીજાં અન્ય મંદિર લાર્ડ કાર્તિકાલય, વિષ્ણુ અને વિઠ્ઠલ ભગવાનનાં પણ છે. આ પ્રત્યેક મંદિરોનું મરાઠા સામ્રાજ્યમાં એક પ્રમુખ સ્થાન રહ્યું છે. પાર્વતી હિલ મંદિર શહેરના મધ્ય ભાગમાં આવેલું છે. દક્કનથી આ સ્થાનનું અંતર ચાર કિ.મી. જેટલું અને સ્વારગેટથી એક કિ.મી. જેટલું છે.

કાત્રજ સર્પ ઉદ્યાન[ફેરફાર કરો]

પુનામાં પ્રથમ બી. આર. ટી. એસ પ્રણાલી આરંભ થઈ હતી.

આ ઉદ્યાન કાત્રજ માર્ગ પર આવેલું છે. આ સર્પ ઉદ્યાનમાં અનેક સંખ્યામાં સાપ અને અન્ય પ્રાણીઓ જેવા કે મગરમચ્છ વગરે જોવા મળે છે. આ પાર્કમાં પુસ્તકાલય પણ આવેલું છે, જ્યાં સાપો વિશેની જાણકારી ચિત્રોની સાથે પ્રદર્શિત કરવામાં આવેલી છે. સ્થળ - કાત્રજ સર્પ ઉદ્યાન, પુના સતારા ધોરી માર્ગ નજીક આવેલા ભારતીય વિદ્યાપીઠ વિશ્વવિદ્યાલયની નજીક છે.

કોણાર્ક પક્ષી અભયારણ્ય[ફેરફાર કરો]

પુના શહેરની નજીક આવેલા, અંબોરસિયાથી આગળ અને પશાનથી લગભગ પાંચ કિલોમીટરના અંતર જેટલી દૂરી પર આ ખૂબસૂરત પક્ષી અભયારણ્ય આવેલું છે. અહીંયા સ્થિત પક્ષીઓ ખાનગી રીતે ડૉ. સુહાસ જોગ નામના વ્યક્તિએ એકઠાં કર્યાં છે. અહીંયાં સ્થિત પક્ષીઓને પક્ષીવિદ્ ડૉ. જોગે વિશ્વના વિભિન્ન હિસ્સાઓમાંથી એકત્રિત કર્યાં છે. અહીંયાની તસવીર ખેંચવા માટેની અનુમતિ નથી. આપને અહીં ઓસ્ટ્રેલિયા ખંડનું બેઅર - આઇડ કોકેટૂ (એક પ્રકારનો પોપટ), ચાઇના પ્રદેશનું પીળું સોનેરી તેતર અને કેન્યા દેશનું રિંગ ઓઇટ તેતર વગેરે વિવિધ પ્રકારનાં પક્ષીઓ જોવા મળી જાય છે.

પુના ખાતે ખાણીપીણી[ફેરફાર કરો]

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, પુના

પુનામાં બહુ જ સારાં રેસ્ટોરન્ટ આવેલાં છે. અહીંયા આપને દરેક પ્રકારનાં વ્યંજનો ખાવા માટે મળી જાય છે. સૌથી અધિક રેસ્ટોરન્ટ સૈનિક છાવણીની પાસે બોટ ક્લબ રોડ, કોરગાંવ પાર્ક અને મુખ્ય સડક પર આવેલાં છે.

પુનાથી ખરીદી[ફેરફાર કરો]

સાયબર સિટી પાર્ક, પુના

પુના શહેરમાં ખરીદી કરવા માટે જતાં સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે અહીંની દુકાનો દિવસના સમયમાં બપોરના એક વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી બંધ રહેતી હોય છે. લક્ષ્મી રોડ પરથી મહારાષ્ટ્રીયન નવવારી સૂતરાઉ સાડીની સાથે સાથે પરંપરાગત ભારતીય સાડી અને આભૂષણો ખરીદી શકાય છે. એમ. જી. રોડ પરથી પુસ્તકો, બહુમૂલ્ય કપડાંઓ, ડિઝાઇનર ઘડિયાળો, પ્રાચીન સામાન, ક્રિસ્ટલ અને ચાઇમ, ચાઇનીઝ રમકડાં, જૂતાં અને લેધર બેગ ખરીદી શકાય છે. અહીં જ ઢોલે પાટીલ માર્ગ, કોરીગન પાર્ક અને ફરગ્યૂશન કૉલેજ માર્ગ પર પણ બહેતરીન અદ્યતન મૉલ અને બૂટિક આવેલાં છે. અહીંથી પણ ખરીદી કરી શકાય છે.

પુના પહોંચવા માટે[ફેરફાર કરો]

હવાઈ માર્ગ[ફેરફાર કરો]

પુના શહેર સ્થિત લોહેગાંવ હવાઇમથક ખાતે ઇન્ડિયન એયરલાઇન્સ અને જેટ એરવેઝ દ્વારા વિમાન સેવા પુના-દિલ્હી, પુના-ચેન્નઈ, પુના-બેંગલોર વચ્ચે ચલાવવામાં આવે છે. હવાઇમથકથી પુના શહેરનું અંતર ૧૨ કિલોમીટર જેટલું છે.

રેલ માર્ગ[ફેરફાર કરો]

પુના તરફ જવા માટે સૌથી સારો વિકલ્પ ઇંદ્રાયાની એક્સપ્રેસ છે, આ ઉપરાંત ડેક્કન ક્વીન, ડેક્કન એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ રોજ પુના અને મુંબઈ શહેર વચ્ચે દોડે છે.

સડક માર્ગ[ફેરફાર કરો]

પુના મુંબઈથી બસ દ્વારા પણ જઇ શકાય છે. દાદર ખાતે આવેલા બસ સ્ટેશન પરથી દર પંદર મિનિટના સમયાંતરે પુના જવા માટે સામાન્‍ય તથા વાતાનૂકુલિત બસ ઉપડે છે.