લખાણ પર જાઓ

પિંપરી

વિકિપીડિયામાંથી
પિંપરી
—  ગામ  —
પિંપરીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′00″N 73°41′00″E / 20.75°N 73.683333°E / 20.75; 73.683333
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
તાલુકો આહવા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, અડદ, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

પિંપરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી રહે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે.

આ ગામ આહવાથી વઘઇ જતા રાજ્ય ધોરી માર્ગનું પર આવેલું આસપાસના વિસ્તારનું શિક્ષણ માટેનું મુખ્ય મથક છે. પિંપરીમાં આહવાથી વ્યારા જતો રાજ્ય ધોરી માર્ગ છુટો પડે છે.

અહીં સરકારી આશ્રમશાળા, સરકારી માધ્યમિક શાળા, મિશનરી શાળા જેવી શિક્ષણ સંસ્થાઓ ઉપરાંત વન વિભાગની કચેરીઓ તથા કર્મચારી આવાસો આવેલાં છે.

આ ગામ ખાતે નાગલી, અડદ, વરાઇ જેવા ધાન્યોના પાક લેવામાં આવે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.