ચર્ચા:વેરાવળ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
  • મિત્રો, આ લેખમાં આપેલ અમુક માહિતી, જેમકે: "વેરાવળ ની મહત્તમ વસ્તિ જૈનોની છે. જેમા મુખ્યત્વે "શાહ" અટક ધરાવતા લોકો નો સમાવેશ થાય છે" નું કોઇ આધારભુત પ્રમાણ મળ્યું નથી. તેથી 'સંદર્ભ' ટેગ મુકી છે, ચોક્કસ સંદર્ભ અપાશે તો આનંદ થશે. અંગ્રેજી વિકિ પર આજ લેખમાં ઉલ્લેખાયા મુજબ "Veraval has a predominant Gujarati population. Amongst Gujaratis, the Kharwas and the Kolis form a sizable part of the local population." - (Veraval#People)

આ નોંધ ફક્ત માહિતીની ચોક્કસાઇનાં ઉદ્દેશથી લખેલ છે. આભાર.--અશોક મોઢવાડીયા ૧૯:૧૭, ૨૨ જૂન ૨૦૦૯ (UTC)

તમારી સાથે સંપૂર્ણ પણે સહમત છું અશોકભાઈ, આપણને સહુને આપની જ્ઞાતિને મોટી બતાવવાનો અભરખો હોય, પણ તેનો અર્થ એ નથી કે જો હું આ લેખ લખું તો તેમાં લખી નાંખુ કે, 'વેરાવળની મહત્તમ વસ્તિ બ્રાહ્મણોની છે, અને તેમાં પણ ખાસ કરીને ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો અહીં વિશેષ પ્રમાણમાં રહે છે.' ખારવાઓની વસ્તિની વાત તાર્કિક રીતે સાચી પણ લાગે છે કેમકે દરિયાકાંઠાનું અને નગર હોવાથી માછીમારી સાથે જોડાયેલા લોકો સવિશેષ વસવાટ કરતા હોય, અને હા સાથે સાથે જૈન વણિકની વસ્તિ પણ છે, પરમ્તુ કોણ બહુમતિમાં છે તે સદર્ભ વગર કહેવું મુશ્કેલ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૩૪, ૨૩ જૂન ૨૦૦૯ (UTC)

હુ આપનો સબ્ય બન્વા માગુ છુ મારુ નામ દિપક શર્મા છે અને હુ વેરાવલ નો નાગરિક છુ મને આપનિ સાથે જોડ|વુ છે આપનો આભારિ "દિપક શર્મા"