ખારવા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ખારવામાછીમારી કરતી ભારતની, અને ખાસ કરીને ગુજરાતની[૧] સાહસિક જ્ઞાતિ છે.

ઇતિહાસ અને મૂળ[ફેરફાર કરો]

ખારવા માછીમારી કરતો સમૂહ છે જે સૌરાષ્ટ્રનાં પોરબંદર, વેરાવળ, માંગરોળ,સુરત, જામનગર, કોડીનાર, દીવ, દમણ, જાફરાબાદ વિગેરે જેવા સમૂદ્ર કિનારાનાં સ્થળોએ પથરાયેલો છે. એવું માનવામાં આવે છે કે ખારવા સમૂદાય રાજસ્થાનથી દશમી શતાબ્દીમાં સ્થળાંતર કરીને કિનારાનાં પ્રદેશોમાં આવેલો છે. તે પછી તેઓએ માછીમારીની શરૂઆત કરી, જે તેઓ કોળી સમૂદાય પાસેથી શીખ્યા. તેમાંના ઘણાં રાજપૂત હોવાનો દાવો પણ નોંધાવે છે, અને પોતાને સોલંકી તરીકે ઓળખાવે છે.[૧]

વર્તમાન સ્થિતિ[ફેરફાર કરો]

હાલ માછીમારી એ પારંપારિક વ્યવસાય રહ્યો છે. તેઓ તેમની પારંપારિક આવડત વડે અરબી સમુદ્રમાંથી માછલી પકડે છે. ઐતિહાસિક રીતે ઘણાં ખારવાઓ પર્શિયાનાં અખાતમાં ચાંચિયાગીરી પણ કરતા હતા. હવે તેઓ યાંત્રિક હોડીઓ વાપરે છે અને પરસ્પર સહાય માટે સહકારી મંડળીઓ પણ રચે છે. તેઓ ધર્મે હિંદુ છે અને વિવિધ સંપ્રદાયોમાં જોડાયેલા હોય છે. તેઓ બે જૂથમાં વહેંચાયેલા હોય છે, ગોઘલા ખારવા અને કોળી ખારવા, બંન્નેનો એકબીજા સાથે વિવાહસંબંધ હોય છે, પણ પ્રથમ જૂથ પોતાને રાજપૂત વંશજ ગણાવે છે અને બીજું પોતાને કોળી ગણાવે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ People of India Gujarat Volume XXI Part Two edited by R.B Lal, P.B.S.V Padmanabham, G Krishnan & M Azeez Mohideen pages 652-657