લખાણ પર જાઓ

હળવદ તાલુકો

વિકિપીડિયામાંથી
હળવદ તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોમોરબી
મુખ્ય મથકહળવદ
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧૭૧૦૦૦
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

હળવદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લાનો તાલુકો છે. હળવદ આ તાલુકાનું મુખ્ય મથક છે.

હળવદ તાલુકામાં આવેલાં ગામો

[ફેરફાર કરો]
હળવદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


ઉદ્યોગો

[ફેરફાર કરો]

હળવદમાં મુખ્યત્વે મીઠાનો ઉદ્યોગ ખુબ જાણીતો છે. ટિકર રણને આજુબાજુના વિસ્તારમાં મીઠાના અગરો આવેલા છે. એ મીઠાને રીફાઈન્ડ-આઇયોડાઈઝ કરવા માટેની ઘણી ફેકટરીઓ આવેલી છે. હળવદમાં કપાસ, ઘઉંનું પુષ્કળ ઉત્પાદન થાય છે. તેથી અહીં કપાસ જીનીંગ-પ્રેસિંગના યુનિટ તેમજ ઘઉંને શોર્ટક્ષ કરી પેકિંગ કરવાની પણ ફેકટરીઓ છે.

આ તાલુકામાં ખેતીવાડીમાં ખાસ કરીને કપાસ, મગફળી, તલ, જીરુ, વરિયાળી, ઘઉં, બાજરી, શેરડી, રાઇ, રાઇડો વગેરે જેવા પાકોનું વાવેતર થતું જોવા મળે છે. કપાસ ઉત્પાદનમાં હળવદ મોખરાનું સ્થાન ધરાવે છે. તેમજ હળવદમાં વિશાળ એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડ આવેલ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Halvad Taluka Population, Religion, Caste Surendranagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-08-14 પર સંગ્રહિત. મેળવેલ ૭ જૂન ૨૦૧૮.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]