લખાણ પર જાઓ

હળવદ

વિકિપીડિયામાંથી
હળવદ
—  નગર  —
હળવદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°01′N 71°11′E / 23.02°N 71.18°E / 23.02; 71.18
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મોરબી
વસ્તી ૨૪,૩૨૩ (૨૦૦૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 46 metres (151 ft)

કાઠિયાવાડી અસર ધરાવતી લગભગ ૨૦૦ વર્ષ જૂની મસ્જિદ, હળવદ

હળવદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ઈતિહાસ

[ફેરફાર કરો]

હળવદ ગામનો પાયો રાજા રાજોધરજીએ ઇ.સ. ૧૪૮૮ના મહા વદી ૧૩ના રોજ નાખ્યો હતો.[] ઉપરાંત આ ગામનો વસવાટ હળ જેવો હોય તેનું નામ હળવદ પડયું છે. હળવદના વિવિધ રાજવીઓ કુશળ અને બાહોશ હતા જેમાં રાજોધરજી, માનસિંહજી, રાવસિંહજી, ચંદ્રસિંહજી, આશાહારમજી, અમરસિંહજી, મેઘરાજજી, ગજસિંહજી, જશવંતસિંહજી, પ્રતાપસિંહજી, રુપસિંહજી, રણમલસિંહજી, મયુરધ્વજસિંહજી જેવા પરાક્રમી વીર રાજાઓ થઈ ગયા.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

હળવદ ફરતો કિલ્લો અને ગઢ આવેલા છે અને આ ગઢને છ દરવાજાઓ - ધ્રાંગધ્રા દરવાજો, મોરબી દરવાજો, કુંભાર દરવાજો, દંતેશ્વર દરવાજો, ગોરી દરવાજો, તળાવ દરવાજો આવેલા છે. હળવદ શહેર મધ્યે આવેલું સાતસો એકરનો ફેલાવો ધરાવતું સામંતસર તળાવ આવેલું છે. ઇ.સ. ૧૭૦૯માં રાજા જયવંતસિંહે સામંતસર તળાવના કિનારે એક ભવ્ય રાજમહેલ બનાવ્યો હતો, જે હળવદનું જાણીતું સ્થળ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી ૧૬ જૂન ૨૦૦૪ પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.
  2. "Halvad near Morbi, Tourist Spots in Halvad near Morbi, Halvad History". www.morbionline.in. મેળવેલ 2020-06-04.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]