શીવપુર (તા. હળવદ)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
શીવપુર
—  ગામ  —

શીવપુરનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°00′42″N 71°10′48″E / 23.011795°N 71.180084°E / 23.011795; 71.180084
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મોરબી
તાલુકો હળવદ
વસ્તી ૧,૨૦૦ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો લીંબુ, દાડમ, કેરી, ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, શાકભાજી

શીવપુર કે શિવપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા હળવદ તાલુકામાં આવેલું એક ગામ છે. શીવપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, તેમજ છે. આ ગામમાં મુખ્યત્વે બાગાયત પાકની ખેતી (લીંબુ, દાડમ, કેરી, જામફળ) તેમજ ઘઉં, જીરુ, મગફળી, સરગવો, ચણા, કપાસ, તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સહકારી મંડળી, R.O. પ્લાન્ટ તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ શિવપુરની વસ્તી ૨૩૦ કુટુંબો વડે ૧૨૦૦ છે. આમાંથી ૫૮૮ પુરુષો અને ૬૧૨ સ્ત્રીઓ છે. આ ગામમાં ૦-૬ વર્ષની વયના ૧૨૦ બાળકો છે. તેમાં ૫૯ છોકરાઓ અને ૬૧ છોકરીઓ છે. દર ૧૦૦૦ પુરુષોએ સ્ત્રીઓનુ જાતિ પ્રમાણ ૧૦૪૧ છે જે ગુજરાત રાજ્યના સરેરાશ ૯૧૯ કરતા વધુ છે. વસ્તી ગણતરી મુજબ બાળકોમાં જાતિ પ્રમાણ ૧૦૩૪ છે જે ગુજરાત રાજ્યના સરેરાશ ૮૯૦ વધુ છે.[૧]

સાક્ષરતા[ફેરફાર કરો]

શિવપુર ગામમાં સાક્ષરતા દર ૮૩.૫૨% છે. ગામના ૧૨૦૦ વ્યક્તિઓમાંથી ૯૦૨ લોકો શિક્ષિત છે. પુરુષોમાં સાક્ષરતા દર ૯૦.૩૬% તથા સ્ત્રીઓમાં સાક્ષરતા દર ૭૬.૯૫% છે.[૧]

શિવપુરમાં દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે મેળાનું આયોજન કરવામાં આવે છે.[સંદર્ભ આપો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Shivpur Village Population, Caste - Halvad Surendranagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨ જૂન ૨૦૧૭.