લખાણ પર જાઓ

દાડમ

વિકિપીડિયામાંથી
દાડમનું ફળ
દાડમના દાણા

દાડમ મીઠા રસદાર દાણાવાળું એક ફળ છે. દાડમ લીલાં તેમ જ સૂકાં પણ વેચાય છે, એટલે તેનો લીલા તેમ જ સૂકા મેવામાં સમાવેશ થાય છે. તેનાં ઝાડ ભારતમાં લગભગ સર્વત્ર થાય છે. અરબસ્તાનમાં આવેલ મસ્ક્તનાં દાડમ ઉત્તમ મનાય છે. તેમાં બી ઓછાં હોય છે, પણ રસ ઘણો હોય છે. દાડમનાં ઝાડ બે અઢી માથોડાં ઊંચાં થાય છે. ધોળકા, કાબુલી, ભાવનગરી, દેશી એમ દાડમની જુદી જુદી જાત થાય છે. ઈરાન, અરબસ્તાન, કાબુલ અને અફઘાનિસ્તાન તરફ થતાં મસ્કતી દાડમ ઘણી મુદૄત સુધી ટકી શકે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડળ