ઘોરખોદિયું

વિકિપીડિયામાંથી
ઘોરખોદિયું
ઘોરખોદિયું
સ્થાનિક નામઘોરખોદિયું, ઘોર ખોદીયું, વેઝુ, બરટોડી, ઘૂરનાર
અંગ્રેજી નામHoney Badger કે Indian Ratel
વૈજ્ઞાનિક નામMellivora capensis
આયુષ્ય૨૦ વર્ષ
લંબાઇ૬૦ સેમી. (પુંછડી ૧૫ સેમી.)
ઉંચાઇ૨૫ થી ૩૦ સેમી.
વજન૮ થી ૧૦ કિલો
ગર્ભકાળ૬ માસ, ૨ બચ્ચા
દેખાવરીંછ જેવો દેખાવ, તિક્ષ્ણ નહોર અને મજબુત દાંત, શરીરનો ઉપલો અડધો ભાગ સફેદ-રાખોડી અને નીચેનો અડધો ભાગ કાળો હોય છે.
ખોરાકનાના પશુ, પક્ષી, જીવડાં, ફળ અને મધ.
વ્યાપસમગ્ર ગુજરાત
રહેણાંકપાનખર જંગલો, ખડકાળ વિસ્તાર અને નદીનાં કોતરો
ઉપસ્થિતિ ના ચિન્હોજમીનમાંથી કંદ કાઢી ખાવાની આદતને કારણે કંદ ખોદાયેલ જગ્યાઓ પરથી ઉપસ્થિતિ જાણી શકાય છે.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૮ ના આધારે અપાયેલ છે.


વર્તણૂક[ફેરફાર કરો]

નદી કાંઠે દર બનાવીને રહે છે. નિશાચર અને બહુ શરમાળ પ્રાણી છે, તેથી જોવાની શક્યતા ઓછી રહે છે. આ પ્રાણી કબર ખોદીને મડદાં ચોરી જતું હોવાની માન્યતાને કારણે "ઘોરખોદિયું" નામ પડેલ છે.