એશિયાઇ સિંહ
એશિયાઇ સિંહ | |
---|---|
![]() એશિયાઇ સિંહ | |
સ્થાનિક નામ | સિંહ, સાવજ, કેશરી, ઉનિયો વાઘ, બબ્બર શેર |
અંગ્રેજી નામ | ASIATIC LION |
વૈજ્ઞાનિક નામ | Panthera leo persica |
આયુષ્ય | ૧૫ થી ૧૮ વર્ષ |
લંબાઇ | માથાથી પુંછડી સુધી. ૨૭૦ સેમી.(નર), ૨૮૯ સેમી.(માદા) |
ઉંચાઇ | ૧૦૫ સેમી. |
વજન | ૧૫૦ થી ૧૮૦ કિલો (નર), ૧૨૫ થી ૧૩૫ કિલો (માદા) |
સંવનનકાળ | ઓક્ટોબર થી ડીસેમ્બર |
ગર્ભકાળ | ૧૦૫ થી ૧૧૦ દિવસ |
પુખ્તતા | ૪.૫ વર્ષ (નર), ૩.૫ વર્ષ (માદા) |
દેખાવ | શરીર રતાશ પડતા ભુખરા રંગનું, આગળથી માથાનો ભાગ ભારે, પાછળનો શરીરનો ભાગ પાતળો., જાડી લાંબી પુંછડી, નાના કાન., નર સિંહને ગળામાં કેશવાળી હોય છે. |
ખોરાક | સામાન્ય રીતે પ્રતિદિન ૬ થી ૮ કિલોગ્રામ, ચિત્તલ, સાબર, જંગલી સુવર, ચોશીંગા, ચિંકારા, ભેંશ, ગાય વગેરે. |
વ્યાપ | ફક્ત ગીરનાં જંગલમાં. |
રહેણાંક | સુકુ ઝાંખરા યુક્ત જંગલ, કાંટા વાળું જંગલ, સવાના પ્રકારનું જંગલ. |
ઉપસ્થિતિ ના ચિન્હો | પગલાં, મારણ, ગર્જના. |
ગુજરાતમાં વસ્તી | ૩૫૯ (૨૦૦૫), ૪૧૧ (૨૦૧૦), ૫૨૩ (૨૦૧૫),૬૭૪ (૨૦૨૨)[૧] |
નોંધ ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ. વન વિભાગ ગુજરાત. p. ૩. |
એશિયાઇ સિંહ એ બિલાડી કુળનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ "મોટી બિલાડી" ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફ નો દિપડો (snow leopard), અને ધબ્બેદાર દિપડો (clouded leopard) વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.


વર્તણૂક
[ફેરફાર કરો]આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.
જેમાંથી એક કે બે બચ્ચાઓ પુખ્ત વયના થાય છે. પુખ્ત વયના નર નું વજન 190 કિલોગ્રામ અને તેમની લંબાઈ 180- 205 સેન્ટિમીટર સુધી હોય શકે છે, જયારે માદા નું વજન 130 કિલોગ્રામ અને લંબાઈ 160- 185 સેન્ટિમીટર સુધી હોય શકે છે. આ પ્રાણી નું વજન વધુ હોવાથી થોડા સમય માટે તે 80 કિલોમીટર પ્રતિ કલાક ની ગતિ સુધી દોડી શકે છે. ઘણી પ્રાચીન સભ્યતાઓ ના અવશેષો માં સિંહના ચિત્રો મળી આવ્યા હોવાને કારણે એવું માની શકાય છે કે આ જાતિ હજારો વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. નર સિંહ ના ગળા ની આસપાસ લાંબા વાળ જોવા મળે છે જેને કેશવાળી કહેવામાં આવે છે, જયારે માદા સિંહ માં આ વાળ જોવા મળતા નથી.
વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે, જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલું છે. સામાન્ય રીતે જ્યાં સિંહની વસ્તી હોય છે, ત્યાં વાઘ રહેતા નથી અને એનું કારણ બીજું કશું નહિ પણ એ હકીકત છે કે સિંહ અને વાઘ બન્નેને રહેઠાણ માટે અલગ અલગ પ્રકારનાં જંગલની જરુરિયાત હોય છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે જ્યારે વાઘને ગાઢા જંગલો વસવા માટે પસંદ હોય છે.[૨] સિંહને ૧૮ નખ હોય છે. આગળના પગમાં ૪-૪ અને પાછળના પગમાં ૫-૫.
સિંહ બિલાડી પ્રજાતિ નું એક માત્ર જંગલી પ્રાણી છે જે જૂથ માં રહેવાનું પસંદ કરે છે. સિંહના પરિવારમાં કેટલાક પુખ્ત નર, કેટલાક માદા અને બચ્ચા નો સમાવેશ થયો હોય છે. આ પ્રજાતિ મોટા જંગલી જાનવર નો શિકાર કરવો વધુ પસંદ કરે છે જેમકે શિયાળ, હરણ, કાળીયાર, સાબર વગેરે. સિંહ ની ગર્જના સૌથી મોટી હોય છે જે 5 મિલ સુધી સાંભળી શકાય છે.
સિંહ-માનવી વચ્ચે અસ્તિત્વ સંઘર્ષ
[ફેરફાર કરો]- ભેંસાણ તાલુકાનાં જંગલની હદ પર આવેલા નાના એળા સામપરા ગામનાં ખેત મજૂરી કરતા હંસાબેન જેરામભાઈ ધામેચા (ઉ.વ.૪૨) આઠ મહિલાઓ સાથે સીમમાં ચણીયાબોર વીણવા ગયા હતાં ત્યારે અચાનક એક સિંહણ તેઓની સામે ચડી આવી હતી અને ઉભેલી મહિલાઓ પર હુમલો કર્યો હતો. જેમાં હંસાબેન ધામેચા સિંહણના પંજામાં આવી ગયા હતાં. તેમને સિંહણ ઢસડી બાજુના ખેતરમાં લઈ જઈ ત્યાં તેને દાંત તથા નહોર ભરાવી મોતને ઘાટ ઉતાર્યા હતાં. રેવન્યુ વિસ્તારમાં બનાવ બન્યો હોવાથી મહિલાના પરિવારજનોને વળતર મળે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી.[૩]
- માળીયા હાટીના તાલુકાના ચુલડીની સીમમાં બાબરા વીડીના ઘાસ કાપવાના કામ માટે આવેલા અને નાજાભાઈ દેસાભાઈની વાડીમાં ઝુંપડા બાંધી રહેતા દાહોદના શ્રમિક પરિવારનો રૂમાલભાઈ ડામોર (ઉ.વ.૬) નામનો બાળક કુદરતી હાજતે ગયો હતો. ત્યારે ત્યાં એક સિંહે આ બાળકને જોઈ તેના પર હુમલો કરીને ભક્ષણ કરી ગયો હતો.[૩]
- જાફરાબાદ નજીકના દરીયાકિનારે સિંહ આવી ચડતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આથી સિંહ ગભરાઈને દરીયામાં ઉતરી જાફરાબાદ દીવાદાંડી સુધી તરીને પહોચીં ગયો હતો[૪].
વસતી
[ફેરફાર કરો]ઇ.સ. ૨૦૨૦ના મે માસમાં વન વિભાગ દ્વારા જાહેર કરાયા પ્રમાણે ગિરના જંગલ વિસ્તારમાં સિંહની કુલ વસતી ૬૭૪ છે.[૫]
૨૦૨૦ પ્રમાણે | સંખ્યા |
---|---|
નર સિંહ | ૧૬૧ |
માદા, સિંહણ | ૨૬૦ |
સિંહબાળ | ૨૫૩ |
કુલ | ૬૭૪ |
ઇ.સ. ૨૦૧૫ના મે માસમાં વન વિભાગ દ્વારા જાહેર કરાયા પ્રમાણે ગિરના જંગલ વિસ્તારમાં સિંહની કુલ વસતી ૫૨૩ હતી.[૬]
૨૦૧૫ પ્રમાણે | સંખ્યા |
---|---|
નર સિંહ | ૧૦૯ |
માદા, સિંહણ | ૨૦૧ |
સિંહબાળ | ૨૧૩ |
કુલ | ૫૨૩ |
આ વસતી નીચે મુજબનાં જિલ્લાનાં વિસ્તારમાં ફેલાયેલી છે.
જિલ્લો | સંખ્યા |
---|---|
જૂનાગઢ | ૨૬૮ |
ગિર સોમનાથ | ૪૪ |
અમરેલી | ૧૭૪ |
ભાવનગર | ૩૭ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "અકિલા ન્યુઝ". મૂળ માંથી 2015-05-16 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ. વન વિભાગ ગુજરાત. p. ૩.
- ↑ ૩.૦ ૩.૧ ગુજરાત સમાચાર (૨૭ ડીસેમ્બર ૨૦૧૫). "૨૭ ડીસેમ્બર ૨૦૧૫નાં ગુજરાત સમાચારમાં છપાયેલા સમાચાર". ગુજરાત સમાચાર. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૫.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ દિવ્યભાષ્કર (૨ જાન્યુઆરી ૨૦૧૬). "દિવ્યભાષ્કરમાં છપાયેલા સમાચાર" (PDF). દિવ્યભાષ્કર. દિવ્યભાષ્કર. મૂળ (PDF) માંથી ૩ જાન્યુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૬.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ નવગુજરાત સમય, પાનાનં ૧૨
- ↑ "અકિલા ન્યુઝ". મૂળ માંથી 2015-05-16 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-11.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]

- સિંહ વિષયક વધુ માહિતી અને શબ્દાર્થ માટે, ભગવદ્ગોમંડલ
- એશિયાઇ સિંહ સંરક્ષણ સોસાયટી (ALPS), ગુજરાત, ભારત સંગ્રહિત ૨૦૦૯-૦૫-૦૪ ના રોજ વેબેક મશિન
- સિંહ (Panthera leo) સંગ્રહિત ૨૦૦૬-૧૨-૧૬ ના રોજ વેબેક મશિન “ARKive images of life on Earth” વેબસાઇટ પર]
- સિંહ વિશે ગુજરાતી ઉપયોગી માહિતી અને આશ્ચર્યજનક તથ્યો સંગ્રહિત ૨૦૨૧-૦૨-૦૩ ના રોજ વેબેક મશિન
- Panthera leo (સિંહ) “Animal Diversity Web” પર]
- એશિયાઇ સિંહો વિષયક ચલચિત્ર (૩ ચલચિત્રો)