સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લાના મુખ્ય મથક એવા જુનાગઢ શહેરમાં આવેલ પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલય આઝાદી પહેલાં એટલે કે જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં બનાવવામાં આવ્યું હતું. એશિયાઇ સિંહ આ પ્રાણી સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ છે. સક્કરબાગ આશરે ૧૯૮ હેક્ટરમાં ફેલાયેલું છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના નાવાબી કાળ દરમિયાન, ઇ.સ. ૧૮૬૩[૧]માં થઇ હતી, જે ભારતના જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે. આ પ્રાણી સંગ્રહાયલનું નામ એક મીઠા પાણી (સક્કર) ના કુવા પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે.

પ્રાણીઓ[ફેરફાર કરો]

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ વગેરે, મોટા ભાગના પ્રાણીઓ જોવા મળે છે. અહિં એશિયાઇ સિંહ મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત એશિયાઇ ચિત્તો, અને તાજેતરમાં જ પોકેટ મન્કી[૨] તરીકે ઓળખાતું પ્રાણી લાવવામાં આવ્યું છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આશરે નીચે મુજબ જેટલા પ્રાણીઓ છે:[૩]

પ્રકાર સંખ્યા
સસ્તન ૫૨૫
પક્ષીઓ ૫૯૭
સરિસૃપ ૧૧૧

સંરક્ષણ[ફેરફાર કરો]

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એશિયાઇ સિંહ તથા ગીધોનું સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહિં ભારતના બીજા પ્રાણી સંગ્રહાલયો સાથે પ્રાણીઓનું આદાન-પ્રદાન પણ કરવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "સક્કરબાગ - ગુજરાત વનવિભાગ". મૂળ માંથી ૧૭ એપ્રિલ ૨૦૧૬ પર સંગ્રહિત.
  2. "વિશ્વનું સૌથી નાનું મન્કી યુગલ જૂનાગઢના સક્કરબાગ "ઝૂ"માં". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2012-03-25.
  3. "Of animal bondage: Sakkarbaug Zoo, a straitjacket for beasts". ૫ એપ્રિલ ૨૦૦૮. મૂળ માંથી ૬ એપ્રિલ ૨૦૧૨ પર સંગ્રહિત.