વાંદરું

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વાંદરૂ
Gray langur Mudumalai 02.jpg
વાંદરો
સ્થાનિક નામ વાંદરો,હનુમાન લંગુર
અંગ્રેજી નામ COMMON LANGUR
વૈજ્ઞાનિક નામ presbytis entellus, Semnopithecus entellus
આયુષ્ય ૨૫ વર્ષ
લંબાઇ ૧૧૦ સેમી. (પુંછડી ૯૦-૧૦૦ સેમી.)
ઉંચાઇ ૭૫ સેમી.(બેઠી સ્થિતિમાં)
વજન ૧૫ થી ૨૦ કિલો
સંવનનકાળ ઉનાળો
ગર્ભકાળ ૬ માસ શિયાળામાં બચ્ચા આપે છે.
પુખ્તતા માદા ૩.૫ વર્ષ,નર ૪ વર્ષ
દેખાવ સફેદ રાખોડી વાળ વાળું શરીર,મોઢું,હાથ પગ કાળા તથા લાંબી પુંછડી.
ખોરાક શુદ્ધ શાકાહારી,ફળ-ફૂલ,પાન,કંદ-મુળ.
વ્યાપ સમગ્ર ગુજરાતના શહેરો તથા ગામડાઓ, ગીર તથા ઉત્તર ગુજરાતમાં વધુ જોવા મળે છે.
રહેણાંક આછું જંગલ તથા માનવવસ્તી નજીક ઝાડીવાળો વિસ્તાર
ઉપસ્થિતિ ના ચિન્હો હુપાહુપી જેવા અવાજ,પગના ચિન્હો.
ગુજરાતમાં વસ્તી ૧,૦૦,૮૬૫ (૨૦૦૧)
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧ ના આધારે અપાયેલ છે.

વર્તણુક[ફેરફાર કરો]

શિમલા, હિમાચલ પ્રદેશનું ભૂખરું લંગુર

આ પ્રાણી ૧૦ થી ૨૦ ના ટોળામાં રહે છે. જેમાં મોટો નર વાંદરો સરદાર તરીકે વર્તે છે. સવાર અને સાંજે ખોરાક શોધવા નીકળે છે, બપોરના સમયે ઝાડ પર આરામ કરે છે. ફળ આવેલા વૃક્ષો પર વધુ જોવા મળે છે. મોટા ભાગે વૃક્ષો પરથી જ ખોરાક મેળવે છે અને જમીન પર લાંબો સમય બેસતા નથી.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]