દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
Map showing the location of દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
Map showing the location of દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનનું સ્થાન
સ્થળ જામનગર જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેર ઓખા
અક્ષાંશ-રેખાંશ 22°28′N 69°37′E / 22.467°N 69.617°E / 22.467; 69.617
વિસ્તાર [convert: invalid number]
સ્થાપના ૧૯૮૨
નિયામક સંસ્થા Forest Department of Gujarat
ગુજરાતના અભયારણ્યો

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકચ્છના અખાતમાં આવેલો એક જૈવિક વિવિધતા માટેનો સુરક્ષિત વિસ્તાર છે જે કચ્છના અખાતના દક્ષિણ છેડે જામનગર જિલ્લામાં આવેલું છે. આ સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એમ બંનેનો દરજ્જો મળ્યો છે. ૧૯૯૦માં, ઓખાથી લઈને જોડીયા સુધી ના ૨૭૦ ચો કિમી ક્ષેત્રને દરિયાઈ અભયારણ્ય જાહેર કરાયું. તે પહેલાં, ૧૯૮૨માં, ૧૧૦ ચો કિમી કેન્દ્રીય ક્ષેત્રને વન્યજીવ (સંરક્ષણ) કાયદા અંતર્ગત આરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું હતું. આ ભારતનું સર્વ પ્રથમ દરિયાઈ ઉદ્યાન છે. આ દરિયાઈ ઉદ્યાનમાં જામનગર કિનારે ૩૦ થી ૪૦ ટાપુઓ છે જે કરાડ દ્વારા ઘેરાયેલ છે. આમાંથી સૌથી પ્રખ્યાત ટાપુ પીરોટન છે.[૧] અહીંની પ્રાણી સૃષ્ટિમાં પરવાળા, ડ્યૂગોંગ અને પક્ષરહીત પોર્પસનો સમાવેશ થાય છે.

જૈવિક વિવિધતા અને સંવર્ધન પડકારો[ફેરફાર કરો]

આ રાષ્ટ્રીય ઉદ્યાન અત્યંત નાજુક પર્યાવરણ ધરાવે છે. હાલના વર્ષોમાં આ ઉદ્યાનની જીવ વિવિધતા ઘણા પડકારોનો સામનો કરી રહી છે જેમ કે, પરવાળાનું નિરંતર ક્ષપણ, સિમેંટ ઉદ્યોગ દ્વારા ઠલવાતી રેતી, પાણીમાં વધતી જતી ડહોળાઈ, તેલ શુદ્ધીકરણ કારખાનાં, રસાયણ ઉદ્યોગ અને યાંત્રિક માછીમારી.[૧]

જીવવિવિધતા [૧]
જીવ વિવિધ પ્રજતિઓ
શેવાળ ૧૦૮
પરવાળા (સખત અને મૃદુ) ૫૬
વાદળી ૭૦
માછલી ૨૦૦
ઝીંગા ૨૭
કરચલા ૩૦
શંખલા ૪૦૦+
કાચબા
દરિયાઈ સાપ
પક્ષી ૧૭૫
સસ્તન

આ પણ જુવો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Apte, Deepak. Marine National Park, Gulf of Kutchh: A conservation challenge. Bombay Natural History Society. pp. ૨૬–૨૭. http://www.bnhs.org/bo/documents/GulfofKutch.pdf. Retrieved ૨૨ જાન્યુઆરી ૨૦૦૯.