કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન

વિકિપીડિયામાંથી
કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
અધિકૃત નામKeoladeo National Park Edit this on Wikidata
સ્થળભરતપુર, ભરતપુર જિલ્લો, ભારત
અક્ષાંસ-રેખાંશ27°10′00″N 77°31′00″E / 27.16667°N 77.51667°E / 27.16667; 77.51667
માપદંડકુદરતી: World Heritage selection criterion (x) Edit this on Wikidata[૧]
સંદર્ભ340
સમાવેશ૧૯૮૫ (અજાણ્યું સત્ર)

રાજસ્થાન, ભારતમાં આવેલ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કે કેવલાદેવ ઘણા રાષ્ટ્રીય ઉદ્યાન પહેલાં ભરતપુર પક્ષી અભયારણ્યતરીકે ઓળખાતું રાષ્ટ્રીય ઉદ્યાન ખેચર અભયારણ્ય છે જે હજારો અલભ્ય અને વીરલ પક્ષીઓ જેવાકે સાઈબીરીયન સારસ અહીં દર શિયાળામાં આવે છે. લગભગ ૨૩૦ પ્રજાતિઓ ભારતીય રાષ્ટ્રીય ઉદ્યાનને પોતાનું ઘર બનાવીને રહે છે. આ એક મુખ્ય પ્રવાસી કેંદ્ર છે અને ઘણાં પક્ષીવિદો હાયબર સીઝન માં અહીં અભ્યાસ અર્થે આવે છે. ૧૯૭૧માં આને સંરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું અને વિશ્વ ધરોહર સ્થળ પણ જાહેર કરાયું.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ સંરક્ષિત અરણ્યની સ્થાપના ૨૫૦ વર્ષો પહેલાં કરવામાં આવી અની ઉદ્યાનની અંદર આવેલ કેવલાદેવ (શીવ) મંદિરના નામે તેનું નામ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવ્યું છે. શરુઆતમાં આ એક નીચાણ વાળી ભૂમિ હતી. પણ ૧૭૨૬ અને ૧૭૬૩ વચ્ચે ભરતપુર રજવાડાંના મહારાજા સુરજમલ દ્વારા અજન બંધ બાંધવાથી તેમાં પાણી ભરાઈ ગયું. આ બંધ ગંભીર અને બાણગંગા નદીના સંગમપર બાંધવામાં આવ્યો છે. ભરતપુરના મહારાજાઓ માટે આ ઉદ્યાન શિકાર ભૂમિ હતી, ૧૮૫૦થી ચાલી આવતી પરંપરા પ્રમાણે દર વર્ષે ભારતના વાઈસરોય ના માનમાં બતકશિકારનું આયોજન કરવામાં આવતું. ૧૯૩૮માં એકજ શિકારમાં માલાર્ડ અને ટીલ જેવા ૪૨૭૩ પક્ષીઓને તે સમયના ભારતના ગવ્ર્નર જનરલ લોર્ડ લીનલીથોવ દ્વારા શિકાર કરાયા. ભારતની સ્વતંત્રતા પછી ૧૯૭૨ સુધી રજવાડાઓને અહીં શિકાર કરવાની પરવાનગી અપાતી હતી. ૧૯૮૨માં, આ ઉદ્યાનમાં ઢોર ચરાવવા પર બંદી મુકાઈ,જેને લીધે સ્થાનીય ખેડૂતોૢ ગુજ્જર સમાજ અને સરકાર વચ્ચે હિંસક ઝપાઝપી થઈ.

પ્રાણીસૃષ્ટી[ફેરફાર કરો]

આ અભયારણ્ય શિયાળામાં વિરલ સાઈબેરીય સારસનું યજમાન બને છે. અન્ય પ્રજાતિમાં રુડી શેલડક, ગુલ, ઉત્તરી શોવેલર, ઉત્તરી પીનટીઈલ, કૂટ, ગાર્ગાગા, ખરબચડો બતક અને સામાન્ય બતક પોચર્ડ.

ભય[ફેરફાર કરો]

૨૦૦૪માં વસુંધરા રાજે સરકાર ખેડૂતોના ઉદ્યાનને પાણી ન મોકલવાના દબાવ નીચે આવી અને ઉદ્યાનનો પાણી પુરવઠો ૫૪૦ૢ૦૦૦ૢ૦૦૦ ઘન ફુટ થી ઘટાડીને ૧૮ૢ૦૦૦ૢ૦૦૦ કરી દેવાયો. આને લીધે જૈવિક વિનાશ થયો. કળણ માં પાણી સુકાઈ જવાથી તે રહેવા લાયક ન રહ્યો. મોટા ભાગના પક્ષીઓ અન્ય રહેઠણ શોધી ચાલ્યાં ગયાં અમુક તો દીલ્હીથી ૯૦ કિમી દૂર આવેલ ઉત્તર પ્રદેશના ગંગા નદી પર આવેલ ઘરમુકુટેશ્વર સુધી ચાલ્યાં ગયાં. પણ અહીં તેમના માંસ માટે ઘણાં તેમનો શિકાર કરતાં.

આ કાર્યની પ્રમુખ પર્યાવરણ વાદીઓ એ નિંદા કરી અને તેની વિરુદ્ધ અદાલતમાં જનહિત યાચિકા દાખલ થઈ.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  1. Error: Unable to display the reference properly. See the documentation for details.