દાર્જીલીંગ હિમાલયન રેલ્વે

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

દાર્જીંલીંગ હિમાલયન રેલ્વે જેને ટોય ટ્રેન તરીકે ના હુલામણા નામે ઓળખાય છે તે બે ફૂટના ગેજ પર ચાલતી રેલ્વે છે, જે ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા સીલીગુડી થી દાર્જીલીંગ વચ્ચે ભારતીય રેલ્વે દ્વારા ચલાવવામાં આવે છે.

આ રેલ્વે માર્ગનું બાંધકામ ઇ. સ. ૧૮૭૯થી ૧૮૭૯ સુધી ચાલ્યું હતું અને જેની લંબાઈ ૮૬ કિમી છે. આ રેલ્વેની સમુદ્રસપાટીથી ઉંચાઈ સીલીગુડીમાં ૧૦૦ મી થી દાર્જીલીંગમાં ૨૨૦૦ મી સુધી છે. આ ગાડીને હજી પણ વરાળ એંજીન દ્વારા ચલાવવામાં આવે છે. દાર્જીંલીંગના મેલ માટે આધુનીક ડીઝલ એંજીન વપરાય છે.

ઇ. સ. ૧૯૯૯થી આ ટ્રેનને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાઈ છે. ઇ. સ. ૨૦૦૫માં આમાં નીલગિરિ પર્વતીય રેલ્વ્ને પણ ઉમેરવામાં આવી.

દાર્જીલીંગ રેલ્વે સ્ટેશન

ઇતિહાસ[ફેરફાર કરો]

ઇ. સ. ૧૮૭૮માં કોલકત્તા અને સીલેગુડીને સ્ટાંડર્ડ ગેજ દ્વારા જોડવામાં આવી હતી.[૧] તે સમયે હિમાલયની તળેટીમાં આવેલ સીલીગુડી થી દાર્જીલીંગ સુધી ગાડાંવાટ હતી જેને હજી પણ હીલ કાર્ટ રોડ કહે છે તેના પર ટોંગા સેવા ચાલતી હતી.[૨] ફ્રેંકલીન પ્રેસ્ટેજ,નામના an agent of ઈસ્ટર્ન બેંગાલ રેલ્વે કંપનીના એક એજંટે સીલીગુડી અને દાર્જીલીંગ વચ્ચે વરાળ ચલિત ટ્રામ વે નો પ્રસ્તાવ સરકાર સમક્ષ મુક્યો.[૨] આ પ્રસ્તાવને બંગાળના લેયુટંટ ગવર્નર એશ્લી ઈડનના પ્રમુખસ્થાને નિમાયેલી કમિટીની સકારાત્મક મંજૂરી મળતા ૧૮૭૯માં આ પ્રસ્તાવ મંજૂર થયો.[૨] અને તેનું બાંધકામ તે જ વર્ષે ચાલુ થયું.

ગીલેંડર્સ આર્બુથનોટ એન્ડ કું. એ આ રેલ્વેનું બાંધકામ કર્યું. સીલીગુડી થી કુર્સેયોંગ વચ્ચે રેલ્વે ૨૩ ઓગસ્ટ ૧૮૮૦માં શરૂ કરાઈ, જ્યારે દાર્જીલીંગ સુધીની રેલ્વે લાઈનની સત્તાવાર શરુઆત ૪ જુલાઈ ૧૮૮૧માં થઈ.[૧] આ રેલ્વેનો ઢોળાવ સરળ કરવના હેતુથી ઘણા ઈજનેરી ફેરેફાર કરવામાં આવ્યાં.[૨][૩] ઘણી કુદરતી આફતો જેમકે ૧૮૯૭નો ધરતીકંપ અને ૧૮૯૯ના વાવાઝોડાં છતાં ડી એચ આર એ વિસ્તારનું કામ ચાલુ રાખ્યું[૩] પ્રવાસી અને સામાન ની હેરફેર વધતી ગઈ.[૩]હીલ કાર્ટ રોડ પ્ર બસ સેવા ચલુ થવાથી ડી એચ આર ને સ્પર્ધાનો સામનો કરવો પડ્યો વળી તે દાર્જીલીંગ પહોંચવા માટે બસ દ્વારા ઓછોસમય લાગતો હતો. બીજા વિશ્વ યુદ્ધના સમયે ડી એચ આર એ ઘુમ અને દાર્જીલીંગના આસપાસના ક્ષેત્રમાં સૈન્ય અને તેમની રસદના સ્થાનાંતરણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.[૩]

સ્વતંત્રતા પછી આ રેલ્વેને ભારતીય રેલ્વે સાથે ભેળવી દેવામાં આવી. ૧૮૫૮માં તે ઉત્તરપશ્ચિમ સીમાવર્તી રેલ્વેનો ભાગ બની ગઈ.[૩] ૧૯૬૨માં, આ રેલ્વેની લંબાઈમાં સીલીગુડીની ૪ માઈલ વિસ્તારવામાં આવી જેથી તે ન્યૂ જલપાઈગુડી વધી ત્યાંની બ્રોડગેજને મળી શકે. ૧૯૮૮ અને ૧૯૮૯ની ગોરખાલેંડ ચળવળ સમયે આ રેલ્વે ૧૮ મહિના સુધી બંધ રહી..[૩] યુનેસ્કો દ્વારા ૧૯૯૯માં આ રેલ્વે વિશ્વ ધરોહર સ્થળનું માન મેળવનાર આ વિશ્વની બીજી રેલ્વે બની ગઈ.,[૪]ઓસ્ટ્રીયાની સેમેરીંગ રેલ્વે ૧૯૯૮માં સૌ પ્રથમ વિશ્વ ધરોહર રેલ્વે જાહેર થઈ.

માર્ગ[ફેરફાર કરો]

દાર્જીલીંગ હિમાલયન રેલ્વે પરનો ગાળો (એગોની પોઈંટ).
દાર્જીલીંગ પહોંચતી ટોય ટ્રેન, પાણી લેતી.
1999
 • ન્યૂ જલપાઈ ગુડી - ૧૯૬૪માં બ્રોડગેજ રેલ્વે સાથે સળંગ સંપર્ક કરાવવા આ રેલ્વેને વધારીને આસામ સુધી જતી બ્રોડગેજ લાઈનના સ્ટેશન સુધી લંબાવાઈ અને જલપાઈગુડી સ્ટેશન બન્યું.
 • સીલીગુડી ટાઉન - આ રેલ્વેનું પ્રાચીન અંત્ય સ્ટેશન.


 • સીલીગુડી જંકશન - ૧૯૫૦માં જ્યારે આસામ તરફ જવા મીટરગેજ લાઈન નખાઈ ત્યારે આ સ્ટેશનનું મહત્ત્વ વધ્યું
 • સુકના - આ સ્ટેશન પછી સપાટ ભુપૃષ્ઠ તળેટીના જંગલો શરૂ થાય છે. અને ચઢાણ હવે તીવ્ર બને છે.

લુપ નં.૧ સુકના ના જંગલોની ઉપર આવેલ છે. ૧૯૯૧ના પુરથી થયેલ નુકશાન પછે તેને હટાવી દેવામાં આવ્યું. આ ક્ષેત્ર જંગલમાં ખોવાઈ ગયું.

 • રંગટોંગ

રંગટોંગ ની ઉપર અમુક અંતરે પાણીનો ટાંકો છે. પાણી પુરવઠા અને અન્ય ટાકીઓ સંદર્ભના અંતર અનુસાર સ્ટેશન કરતાં પાણી ના ટાંકા માટે આ સ્થળ વધુ યોગ્ય હતું.


૧૯૪૨માં જ્યારે લુપ નં ૨ હટાવવામાં આવ્યો, ફરીથી પુર દ્વારા થયેલ નુકશાનને લીધે, નવું ઉલટ માર્ગ, નં. ૧, ને ઉમેરવામાં આવ્યો, જે સૌથી લાંબો ઉલટાંતરનો બન્યો.

લુપ ક્ર. ૩ ચુના ભટ્ટીમાં છે. આ હવે સૌથી નીચો ગાળો છે.

ઉલટ માર્ગ ક્ર ૨ અને ૩ ચુનાભટ્ટી અને તીન ધારિયા વચ્ચે આવેલા છે.

 • તીનધારીયા - આ લાઈન પર સૌથી મહત્તવનું સ્ટેશન છે કેમ કે તેની નીચે કાર્ય શાળા છે. આ સાથે જ ઈજનેરોની ઓફીસ અને મોટી એંજીન કાર્ય શાળા છે. પણ આ બધું અલગ અલગ જગ્યા પર છે.

સ્ટેશનની તરત ઉપર ત્રણ સાઈડીંગ છે;આગળ પ્રવાસ શરુ કરતાં પહેલાં જ્યાર સુધી એંજીન બદલાતું ત્યારે આનો ઉપયોગ ડબ્બાને ચકાસવા થતો.

લુપ ક્ર. ૪ ને એગોની પોઈંટ નામ આપવામાં આવ્યું છે. આ ફાંસાના આકારમાં એક અત્યંત નાના વળાંક પર આવેલ છે.

 • ગેબારી

ઉલટમાર્ગ ક્ર ૬ આ ચઢાણનો છેલ્લો ઉલટમાર્ગ છે.

 • મહાનદી
 • કુર્સેયોંગ - અહીં છાપરું છે અને મેન લાઈન ની સમાંતર ઘણી સાઈડીંગ છે., પણ મુખ્ય સ્ટેશન નો છેડો બંધ છે. ઉપર જનાર ગાડીઓ એ ઉલટી ચાલે રસ્તો પાર કરી ને મેન લાઈન પકડી આગળ જવું પડે છે. એમ કહે છે કે આવું એટલામાટે કરવામાં આવ્યું કે જેથી ટ્રેન સલામત યાર્ડમાં આવી સલામત ઉભી રહી શકે જ્યાર સુધી પ્રવાસીઓ નસ્તો પાણી કરે.

કુર્સીયોંગ સ્ટેશન ઉપર, રેલ્વે બજારમાંથી પસાર થાય છે. એક વ્યસ્ત રસ્તાપર દુકાનો અને બજાર વચ્ચે થી ટ્રેઅન નીકળી જાય છે.

 • ટુંગ
 • દીલારામ
 • સોનાદા
 • રંગબુલ
 • જોર બંગલો
 • ઘુમ - આ રેલ્વેનું સૌથી ઉંચુ સ્થળૢ ભારતું સૌથી ઉંચાઈ પર આવેલ રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશનના પહેલા માળે સંગ્રહાલય આવેલ છે જેમાં પ્રાચીન માલ યાર્ડના નમૂના છે.

બતાસીયા લુપ

 • દાર્જીલીંગ

દાર્જીલીંગ રેલ્વેનો અંતિમ છેડો દાર્જીલીંગ બજારમાં ફક્ત માલ ગાડીનો માર્ગ આવેલો છે, જે બજારના રસ્તા અને નાની ઈમારતો નીચે ખોવાઈ જાય છે.

એંજીન[ફેરફાર કરો]

નં.૭૮૭ તેલ ત્રાટકમાં રૂપાંતરણ પછી.
નં.૭૭૮ ફેસ્ટીઈવનીયોંગ પર ટ્રેન ખેંચતું.

હાલમાં ઉપયોગમાં લેવાતા દરેક વરાળ એંજીન બી વર્ગના છે જેમને ૧૮૮૯ થી ૧૯૨૫ વચ્ચે બનાવવામાં આવ્યાં.આવા કુલ ૩૪ એંજીન હતાં પણ ૨૦૦૫માં તેમાંના માત્ર ૧૨ રહ્યાં.

ક્ર.૭૮૭ નું તેલ ત્રાટકમાં રૂપાંતરણ કરાયું. શરૂઆતમાં આને નિલગીરી પર્વતીય રેલ્વે ના એંજીન ક્ર ૩૭૩૯૫ જે પ્રણાલી અપ્ર ચાલે છે તે અનુસાર નિયોજીત કરાયું એંજીનના ઓયલ બર્નર ને બાળવા અને વિધ્યુત ચલિત ફીડ પંપ ને ચલાવવા દીઝલ ચલિત વિદ્યુત જનિત્ર બેસાડવામાં આવ્યું અને બ્રેકીંગ સીસ્ટમ ને શક્તિ આપવા, ડીઝલ ચલિત કંપ્રેસર બેસાડવામાં આવ્યું. વધારામાં આ એંજીનમાં ફીડવોટર હીટર બેસાડાયું. આને લીધે એંજીનના દેખાવમાં જળમૂળથી બદલાવ આવ્યો.

માર્ચ ૨૦૦૧માં, 'જોય ટ્રેન'નામક પર્વતીય પ્રવાસ માટે ક્ર.૭૯૪ એંજીનને માથેરાન પ્રવતીય રેલ્વે માં ખસેડાયું [૫]. પણ મે ૨૦૦૨ સુધી તે સેવામાં ન લઈ શકાયું.

ડી એચ આર નું એક માત્ર વરાળ એંજીન નં ૭૭૮ (મૂળ ૧૯) ભારત બહાર ગયું. એક બ્રિટીશ ઉત્સાહી ભાઈએ તે ખરીદી તેને ફરી કાર્યરત સ્થિતિમાં લાવ્યું. અત્યારે તે ઓક્સફોર્ડ શાયર ની એક નિજી રેલ્વે પર ચાલે છે અને તે ફીસ્ટીનીઓગ રેલ્વે પર ચાલ્યું છે.

બે ડીઝલ એંજીન નેં ૬૦૪ અને ૬૦૫ અત્યારે ઉપયોગમાં છે. આ બનેં ભારતીય એનએમ ડી ૬ શ્રેણી ના છે. આ બનેં માથેરાન પર્વતીય રેલ્વે માટે બનાવાયા હતાંઅને ત્યાં પહોંચાડેલા ચાર એંજીન જેવા જ દેખાય છે.

૧૯૧૦માં આ રેલ્વી ત્રીજું ગેર્રૅટ એંજીન ખરીદ્યું જે ડી વર્ગનું 0-4-0+0-4-0 એંજીન હતું.

પ્રખ્યાત સંસ્કૃતિ માં[ફેરફાર કરો]

આ ક્ષેત્રમાં આવતાં પ્રવાસીઓ દ્વારા આ રેલ્વેને પ્રેમ અને ઉત્સુકતાથી જોવાય છે, અને અર્લ ઓફ રોનાલ્ડશે એ ૧૯૨૦માં આ યાત્રા કરી તેનું નીચે મુજબ વર્ણન કર્યું:

ટોય ટ્રેનનું આંતરીક દ્રશ્ય


અમુક બોલીવુડ ફેલ્મોમાં આ રેલ્વે દેખાય છે. ખાસકરીને પ્રક્યાત ગીત મેરે સપનો કી રાની આરાધના જ્યાં નાયક રાજેશ ખન્ના નાયિકા શર્મિલા ટાગોરને રિઝવવા પ્રયત્ન કરે છે જે આ ટ્રેનમાં પ્રવાસ કરે છે અન્ય નોંધનીય ફીલ્મો છે ઝુમરુ, પરિણીતા અને રાજુ બન ગયા જેંટલમેન. ધ દાર્જીલીંગ લ્ઇમિટેડ, વેસ એન્ડર્સનદ્વારા દિગ્દદર્શિત, જે ત્રણ ભાઈઓના લાંબા પ્રવાસનું વર્ણન કરે છે.


સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 4. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 5. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ઢાંચો:Darjeeling

૨૭° 2 ૪૨° N