લખાણ પર જાઓ

નિલગીરી માઉન્ટેઇન રેલ્વે

વિકિપીડિયામાંથી
નિલગીરી માઉન્ટેઇન રેલ્વે
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

નીલગિરી પર્વતીય રેલ્વે (Nilgiri Mountain Railway (NMR)) દક્ષિણ ભારતની નીલગિરી પર્વત માળામાં આવેલ નગરો મેટ્ટુપાલયમ અને ઉદગમંડલમ (ઉટી-ઉટાકામંડ) ને જોડે છે. આ બંને નગરો ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલા છે. ભારતની આ એક માત્ર રેક રેલ્વે છે

ઇતિહાસ[ફેરફાર કરો]

કુન્નુર રેલ્વે સ્ટેશન પર આ રેલ્વેને વિશ્વ ધરોહર જાહેર કરતી તક્તિ

નીલગિરી પર્વતીય રેલ્વે ભારતની એક સૌથી પર્વતીય રેલ્વે છે. આ રેલ્વે નું બાંધકામ ૧૮૪૫માં ચાલુ થયું હતું જે ૧૮૯૯માં પત્યું હતું. શરુઆતમાં આનું સંચાલન મદ્રાસ રેલ્વે કંપની દ્વારા કરવામાં આવતું હતું. આજે આ વિશ્વની જૂજ વરાળ શક્તિ પર ચાલતી રેલ્વે માંની એક છે.[સંદર્ભ આપો]

આ રેલ્વે ચલાવવા પાછળ દક્ષિણ રેલ્વે જેનું મુખ્યાલય ચેન્નઈમાં છે તે દર વર્ષે રૂ ૪ કરોડનું નુકશાન વેઠે છે. આ રેલ્વે તાજેતરમાં બનેલા સેલમ અંચલના કાર્ય ક્ષેત્રમાં આવે છે. ૧૯૯૯માં આ રેલ્વેની શતાબ્દીની ઉજવણી કરતાં તત્કાલીન રેલ્વે મંત્રી નિતીશ કુમારે આ રેલ્વેને વિદ્યુત ચલિત કરવાની ઘોષણા કરી.

જુલાઈ ૨૦૦૫માં યુનેસ્કોએ દાર્જિલીંગ હિમાલયન પર્વતીય રેલ્વે - વિશ્વ ધરોહર સ્થળના વિસ્તાર કરતાં નિલગિરી પર્વતીય રેલ્વેને તેમાં ઉમેરી અને ધરોહર સ્થળનું નામ બદલી ભારતની પર્વતીય રેલ્વે એમ કર્યું.[૧] આને કારણે તેના અધુનીકીકરણ પર રોક લાગી ગઈ

હવે પ્રવાસીઓ અને નીલગીરી ક્ષેત્રના લોકોએ કુન્નુર અને ઉદગમંડલમ વચ્ચે ફરી પહેલાની જેમ વરાળ શક્તિથી ચાલતા એંજીન વાપરવાની માંગણી કરી છે.

કાર્ય પ્રણાલી[ફેરફાર કરો]

રેક અને પીનયનની કાર્ય પ્રણાલી.
રેલ્વેના પાટા વચ્ચે દેખાતી દાંતિયા

આ રેલ્વે નેરો ગેજ છે અને અન્ય લાઈનો થી ભિન્ન છે. મેટ્ટુપાલયમ અને કુન્નુર વચ્ચેની આકરું ચઢાણ ચઢવા માટે આ રેલ્વે રેક રેલ્વે અને પીનીયનન પ્રણાલી નો ઉપયોગ કરે છે. આ ભાગના ડબ્બા ખેંચવા માટે 'X'ક્લાસ સ્ટીમ રેક લોકોમોટીવ (એંજીન)નો ઉપયોગ થાય છે જેને સ્વીત્ઝરલેંડના વીંટરથરની સ્વીસ લોકોમોટીવ એન્ડ મશીન વર્કસ્ કંપની દ્વારા બનાવવામાં આવે છે. આ એંજીનને આખી રેલ્વે લાઈન પર ક્યાં પણ વાપરી શકાય છે પછી ભલે રેક (દાંતીયા) હોય કે ન હોય. પણ નવા ડીઝલ એંજીનને માત્ર રેક વગરના કુન્નુર અને ઉદગમંડલમ ભાગમાં જ વાપરવામાં આવે છે. વરાળ એંજીનને હમેંશા ગાડીના તળેટીના મેટ્ટુપાલયમ છેડા પર જોડવામાં આવે છે. રેક વાળા રેલ્વેનું સરારરી ચઢાણ ૧ એ ૨૪.૫ એટલે કે ૪.૦૮% છે જેમાં મહત્તમ ૧ એ ૧૨ (૮.૩૩%) છે.

કુન્નુર અને ઉદગમંડલમ વચ્ચે રેલગાડીને YDM4 ડીખલ એંજીન દ્વારા ખેંચવામાં આવે છે જે સામાન્ય રેલ સંપર્કના નિયમને અનુસરે છે. આ ભાગમાં એંજીન હમેંશા કુન્નુર છેડે રાખવામાં આવે છે કેમકે જોકે આ ભાગનું ચઢાણ તીવ્ર નથી આથી તેને રેક રેલ ની જરૂર નથી પણ કુન્નુરની બહાર તીવ્રત્તમ ઢોળાવ ખૂબ તીવ્ર છે (૧ એ ૨૫.૪%)

૨૦૦૭ પ્રમાણે રેક ક્ષેત્રમાં દિવસની એક સવારી છે જે રેક રેલ્વે ક્ષેત્ર પર ચાલે છે. મેટ્તુપાલયમ થી તે સવારે ૭.૧૦ એ નીકળીને બપોરે ઊટી પહોંચે છે. વળતી ટ્રેન ઉટીથી ૧.૦૦ વાગ્યે નીકળે છે અને મેટ્ટુપાલયમ સાંજે ૬.૩૫ વાગ્યે પહોંચે છે. આ ટ્રેનનો સમય ચેન્નઈ અને મેટ્ટુપાલયમ વચ્ચે ચાલતી નીલગીરી એક્સપ્રેસ વાયા કોઈમ્બતુરને સંલગ્ન છે. ઉનાળામાં વિશેષ ગાડી ચલાવવામાં આવે છે

આ રેલ્વેનું ધરોહર સ્થળની ગરિમા અકબંધ રાખવા રેલ્વે પ્રાચીન કાળ જેવી જ ટિકિટો આપે છે.

આજ કાલ નીલગિરી રેલ્વેના સ્ટેશનોને કોમ્યુટરાઈઝડ ટિકિટ પ્રણાલીમાં આવરી લેવાયા છે પણ ધરોહર સ્થળની ગરિમા અકબંધ રાખવા રેલ્વે પ્રાચીન કાળ જેવી જ ટિકિટો આપે છે. જોકે ટિકિટ બુકીંગ પ્રણાલી અન્ય ટ્રેન જેવી જ છે આ ટિકિટને ભારતીય રેલ્વેની વેબસાઈટ પરથી પણ બુક કરી શકાય છે. [૨]. આ રેલ્વેની બુકીંગ અગાઉથી જ કરી લેવી સલાહ યોગ્ય છે ખાસ કરીને સીઝનમાં. એંજીનના મોટા ભાગના એંજીનના સમારકામ કુન્નુરમાં કરાય છે પણ ઘણાં એંજીનોનું નવીની કરણ ત્રીચીના ગોલ્ડન રોક વર્કશોપ્સમાં કરવામાં આવ્યું છે. ડબ્બાઓને મેટ્ટુપાલયમાં સમારકામ કરાય છે પણ મોટા કામ માટે તેને કોઈ મોટા વર્કશોપમાં લઈ જવય છે. આ રેલ્વેની ખ્યાતિના લક્ષ્યમાં અનેક લોકોએ દક્ષિણ રેલ્વેને કુન્નુર અને ઉટી વચ્ચે પણ વરાળ એંજીન ચલાવવા વિનંતિ કરી છે જ્યાં હમણાં ડીઝલ એંજીન ચાલે છે.[સંદર્ભ આપો]

માર્ગ[ફેરફાર કરો]

નીલગીરી પેસેંજર ટ્રેન ૪૬ કિમી નું અંતર ૨૦૮ વળાંકો ૧૬ બોગદા ૨૫૦ પુલ પાર કરીને પૂરું કરે છે. ઉપર તરફનું ચઢાણ આ ટ્રેન ૨૯૦ મિનિટ(૪.૮ કલાક)નો સમયમાં પૂર્ણ કરે છે. અને ઉતરણ તે ૨૧૫ મિનિટ (૩.૬ કલાક) માં પૂર્ણ કરે છે.

ઉત્સાહી ટોળું ઉટી સ્ટેશન પર ટ્રેનનું સ્વાગત કરતાં
 • મેટ્ટુપાલયમ, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૧૦૬૯ ફીટ. ભારતીય બ્રોડ ગેજ અને પ્રવતીય ગેજનું જંકશન સ્ટેશન. પ્લેટફોર્મ ને બીજી તરફ પ્રવાસી એન એમ આર ની ટચુકડી ગાડી પકડી શકે છે. નાનકડું એંજીન વર્કશોપ અને ડબ્બા સમારકામનું વર્કશોપ છે. મ્ટ્ટુપાલયમ છોડતા, આ લાઈન અમુક અંતર સુધી સંપર્ક પ્રણાલી પર કામ કરે છે. ભવાની નદી ને પાર કરવા સુધી તો રેલ ચઢવાને બદલે ટૂંકા અંતરનું ઉતરણ કરે છે પછી તે ધીમું ચઢાણ શરૂ થાય છે.
 • કલ્લર - ૮ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૧૨૬૦ ફીટ. - પેસેંજર સ્ટેશન તરીકે આ સ્ટેશન બંધ છે, અહીંથી રેક રેલ (દાંતીયાવાળા પાટા)શરુ થાય છે.આ સ્ટેશન છોડતા ચઢાણ તીવ્ર બને છે ૧ એ ૧૨ (૮.૩૩).
 • એડર્લી - ૧૩ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૨૩૯૦ ફીટ. - પેસેંજર સ્ટેશન તરીકે આ સ્ટેશન બંધ છે પણ પાણી ભરવા માટે નું સ્થાનક છે.
રેલ્વે પ્રવાસ નીલગિરી ગિરિમાળાનું અપ્રતિમ દર્શન કરાવે છે.
 • હીલગ્રોવ - ૧૮ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૩૫૮૦ ફીટ - બ્લોક પોસ્ટ અને પાણી ભરવા માટે નું સ્થાનક, પ્રવાસી માટે ખાનપાનગૃહની વ્યવસ્થા.
 • રનીયામેડી - ૨૧ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૪૬૧૨ ફીટ - પેસેંજર સ્ટેશન તરીકે આ સ્ટેશન બંધ છે પણ પાણી ભરવા માટે નું સ્થાનક છે.
 • કાટેરી રોડ -૨૫ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૫૦૭૦ ફીટ- પેસેંજર સ્ટેશન તરીકે આ સ્ટેશન બંધ છે, ટ્રેન અહીં ઊભી નથી રહેતી.
 • કુન્નુર - ૨૮ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૫૬૧૬ ફીટ- - આ વચલું સ્ટેશન એક મુખ્ય સ્ટેશન છે અહીં લોકોમોટીવ વર્ક શોપ છે. રેક રેલ અહીં પુરી થાય છે. ઉટી તરફ ચઢાઈ શરુ કરતાં પહેલા ટ્રેન ઉલટી દિશામાં થોડું ચાલે છે. અહીં એંજીન બદલાય છે. અહીંથી ઉપર પ્રવાસ ડીઝલ એંજીન દ્વારા થાય છે.
 • વેલીંગ્ટન કેંટોનમેંટ - ૨૯ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૫૮૦૪
 • અરુવાંકુડુ - ૩૨ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૬૧૪૪ ફીટ-
 • કેટ્ટી - ૩૮ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૬૮૬૪ ફીટ.
 • લવડેલ - ૪૨ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૭૬૯૪ ફીટ- લવડેલથી થોડાં અંતર માટે ટ્રેન ઉટી તરફ ઉતરવાનું શરુ કરે છે.
લવડેલ રેલ્વે સ્ટેશન
 • ઉટી - ૪૬ કિમી, સરાસરી સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૭૨૨૮ ફીટ-

અન્ય ભારતીય પ્રવાસી ગાડીઓ[ફેરફાર કરો]

 • પેલેસ ઓન વ્હીલ્સ
 • રોયલ રાજસ્થાન ઓન વ્હીલ્સ
 • ધ ગોલ્ડન ચેરીઓટ
 • ડેક્કન ઓડીસી
 • ઈંડિયા ઓન વ્હીલ્સ
 • ધ ઈંડિયન મહારાજા

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. NMR added as a World Heritage Site
 2. "Ticket booking". મૂળ માંથી 2010-09-14 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]