પીરોટન બેટ (તા. જામનગર)

વિકિપીડિયામાંથી
પીરોટન બેટ
—  ટાપુ  —
દિવાદાંડી પરથી દેખાતું ટાપુનું એક દૃશ્ય
દિવાદાંડી પરથી દેખાતું ટાપુનું એક દૃશ્ય
પીરોટન બેટનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°36′01″N 69°57′13″E / 22.600228°N 69.953545°E / 22.600228; 69.953545
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો જામનગર તાલુકો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર 3 square kilometres (1.2 sq mi)

પીરોટન બેટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલો એક પરવાળા ટાપુ છે.

વિગત[ફેરફાર કરો]

પીરોટન બેટ બેડી બંદરના કિનારેથી દરીયામાં આશરે ૧૨ નોટિકલ માઈલ દૂર આવેલો છે.[૧] લગભગ ૩ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદ્ભુત દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત તમ્મર (અંગ્રેજી: મેન્ગ્રોવ)નાં જંગલ છે. ટાપુ પર એક દીવાદાંડી આવેલી છે.

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનના દરિયાઈ વિસ્તારમાં આવેલા ૪૨ ટાપુઓમાંથી પ્રવાસીઓમાં પીરોટન સૌથી પ્રખ્યાત અને મુલાકાત માટે પરવાનગી મળતી હોય એેવા બે પૈકીનો એક ટાપુ છે[સંદર્ભ આપો]. રાષ્ટ્રીય ઉદ્યાનની દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન પહોંચે તે હેતુથી મુલાકાતીઓની સંખ્યાને કાબુમાં રાખવામાં આવે છે. પરવાનગી માટે ગુજરાત સરકારના વન ખાતા, કસ્ટમ ખાતા અને બંદર ખાતાની અગાઉથી પરવાનગી લેવી ફરજીયાત છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૮૬૭માં વહાણોનાં માર્ગદર્શન માટે અહીં એક ધ્વજ-કાઠી મુકવામાં આવી હતી. ૧૮૯૮માં ધ્વજ-કાઠીને બદલે ૨૧ મીટરની ઊંચાઈવાળી દિવાદાંડીનું બાંધકામ કરવામાં આવ્યુ. તે દીવાદાંડીને બદલે ફરી ૧૯૫૫થી ૧૯૫૭ના સમયગાળા દરમ્યાન વધુ ૩ મીટર ઉંચી દીવાદાંડી (૨૪ મીટર ઊંચાઈ) મુકવામાં આવી[૨]. ૧૯૮૨માં આ દીવાદાંડીની ચોતરફ આવેલા ૩ ચોરસ કિમીમાં પથરાયેલા પરવાળા ધરાવતી ખંડીય છાજલી ધરાવતા વિસ્તારને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું.[૩] ૧૯૯૬માં દીવાદાંડીને સૂર્યશક્તિ પર ચાલતી કરવામાં આવી અને ડીઝલ વિદ્યુત ઉત્પાદકોને ફક્ત પીઠબળ માટે રાખી મુકવામાં આવ્યા.[૪]

વસ્તી[ફેરફાર કરો]

દિવાદાંડીના અને વનવિભાગના કર્મચારીઓ સિવાય આ ટાપુ પર કોઇ સ્થાયી માનવ વસ્તી નથી. મોટાભાગના મુલાકાતીઓ શિયાળા દરમ્યાન તેમાંય ખાસ કરીને રજાઓ કે શનિ-રવિ દરમ્યાન ૨૦૦-૩૦૦ની સંખ્યામાં આવે છે.

પીરોટન બેટ પરની દીવાદાંડી[૫][ફેરફાર કરો]

ક્રમ ઓળખ / ખાસીયત વર્ણન
ખાસ સંજ્ઞા F 0378
પ્રકાશનો ઝબકારો થવાનો સમય દર ૧૦ સેકંડ
મિનારો કાળા અને સફેદ પટ્ટાઓ ધરાવતો ૨૪ મીટરની ઉચાઇ ધરાવતો મિનારો
સમુદ્રતળથી ઊંચાઈ ૫ મીટર
સમુદ્રમાં પ્રકાશ વિતરણનો ક્ષેત્રવિસ્તાર ૫ નોટિકલ માઈલ
પ્રકાશનું સાધન બે મીટરનો વ્યાસ ધરાવતા ફાનસ ઘરમાં ૧૦૦ મિ.મિ.નું એક એવા બે ચળકતા નળાકાર અરીસાની બે હારમાળામાં ગોઠવણી
જરૂરી ઉર્જાનું ઉગમસ્થાન સૂર્યઉર્જાથી ઉત્પન્ન થતો વિજળીનો પ્રવાહ અને એક વધારાનું જનરેટર
સ્થાપનાનું વર્ષ ૧૯૫૭

મુલાકાતે જવા માટે[ફેરફાર કરો]

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હેઢળ સંરક્ષિત હોવાને કારણે તથા ભારતની મુખ્ય ભૂમિથી દૂર સમુદ્રમાં હોવાને લીધે પીરોટનની મુલાકાતે જવા મટે ઘણા પ્રકારની પરવાનગી મેળવવાની આવશ્યકતા રહેલી છે. ભારતીય નાગરીકો માટે વન વિભાગ, કસ્ટમ્સ વિભાગ અને બંદર ખાતાની પરવાનગી જરૂરી છે. પરદેશીઓ માટે વધારામાં પોલીસ ખાતાની પરવાનગી પણ જરૂરી બને છે.

ટાપુની મુલાકાતે લઈ જતી કોઈ કાયમી ફેરી સેવાના અભાવે જરૂરીયાત મુજબ મશીનવાળી કે શઢવાળી હોડી બંદરેથી ભાડે મેળવી શકાય છે. મશીનવાળી હોડી દોઢ ક્લાક જેટલા સમયમાં ત્યાં પહોચાડે છે. શઢવાળી હોડી વધુ સમય લે છે. ટાપુનો દરીયાકાંઠો અત્યંત છીછરો હોવાના કારણે ફક્ત મોટી ભરતી હોય એવા સમયે જ ટાપુ પર હોડી પહોચી શકે છે.

પ્રાણીસૃષ્ટી[ફેરફાર કરો]

દરિયાઈ[ફેરફાર કરો]

 • કરચલાની વિવિધ જાત
  • નેપચ્યુન કરચલો
  • વરૂ કરચલો
  • રાજા કરચલો
  • હરમીટ કરચલો
  • ભૂત કરચલો
 • દરીયાઇ વિંછી
 • ફુરસા સાપ
 • દરીયાઇ સાપ
 • દરીયાઇ ગોકળગાય
 • દરીયાઇ ઘોડો
 • સાંઢા
 • તારા માછલી
 • અષ્ટપાદ
 • દરીયાઇ પટ્ટીત કૃમી અને અન્ય કૃમી
 • સાબેલા
 • લેપટા
 • ખુંધવાળી ભારતીય ડોલ્ફીન
 • દરીયાઇ અર્ચિન
 • જીંગા
 • કાલુ માછલી (ઓઈસ્ટર છીપ માંથી મળે છે)

પક્ષી[ફેરફાર કરો]

 • કરચલાખાંઉ
 • કાદવ ખુંદનારા વિવિધ પક્ષીઓ
 • જળ કાગડાની વિવિધ જાતીઓ

તસ્વીર કથા[ફેરફાર કરો]

પીરોટનની જીવસૃષ્ટી
Lighthouse pirotan.jpg
Carpet sea anemone.jpg
Humpback dolphin.jpg
Octopus.jpg
Squid (PSF).svg
Brain coral.jpg
પીરોટન ટાપુ પરની દિવાદાંડી દરિયાઈ જીવ ખુંધવાળી ભારતીય ડોલ્ફીન અષ્ટપાદ (ઓક્ટોપસ) સાંઢા (સ્ક્વિડ) માનવીના મગજ જેવા દેખાતા પરવાળા
Muchroom coral.JPG
A coral.JPG
Coral Reef.jpg
Puffer fish.jpg
Jelly fish 1.jpg
Hippocampus or Sea Horse.png
બિલાડીના ટોપ જેવા દેખાતા પરવાળા મૃત પરવાળા
જે પથ્થર જેવા જ કઠણ થઇ જાય છે
પરવાળાવાળી ખંડિય છાજલી પફર ફીશ જેલી ફીશ દરીયાઇ ઘોડો

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Beaches of Jamnagar: Pirotan" Jamnagar the beautiful - Tourist information
 2. "Pirotan Lighthouse- Technical" Directorate General of Lighthouses & Lightships, India[હંમેશ માટે મૃત કડી]
 3. "ICSF - International Collective in Support of Fishworkers | ICSF" (PDF). www.icsf.net. મૂળ (PDF) માંથી 2011-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2018-11-20.
 4. ""Pirotan Lighthouse-History" Directorate General of Lighthouses & Lightships, India". મૂળ માંથી 2007-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-01.
 5. "ભારતની દીવાદાંડીઓ". www.unc.edu. મૂળ માંથી 2014-04-02 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૩.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
જામનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન