સર્પગ્રીવા
સર્પગ્રીવા (Oriental Darter) | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Suliformes |
Family: | Anhingidae |
Genus: | 'Anhinga' |
Species: | ''A. melanogaster'' |
દ્વિનામી નામ | |
Anhinga melanogaster | |
Distribution map | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Plotus melanogaster |
સર્પગ્રીવા કે સર્પગ્રીવ (અંગ્રેજી: Oriental Darter, Indian Darter, સંસ્કૃત: મુદૃગ, હિન્દી: પનવા, પનડુબ્બી) (Anhinga melanogaster ) એ ઉષ્ણકટિબંધીય દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાનું મોટું જળપક્ષી છે.
વર્ણન
[ફેરફાર કરો]સર્પગ્રીવા 202–240 millimetres (8.0–9.4 in) લાંબી પૂંછડી, 331–357 mm (1.086–1.171 ft) પાંખોનો વ્યાપ, અને 1,160–1,500 g (2.56–3.31 lb) વજન ધરાવે છે.[૪]તેને સીધી અણીદાર ચાંચ ધરાવતી લાંબી અને પાતળી ગરદન હોય છે. તે પાણીમાં ડૂબકી લગાવી માછલીનો શિકાર કરે છે. તે પાણીમાં માછલીને પોતાની ભાલા જેવી ચાંચમાં પરોવી દે છે અને પછી પાણી બહાર માથું કાઢી, માછલીને હવામાં ઉછાળી અને ચાંચથી પકડી પાડી ગળી જાય છે. પાણીમાં તરતી વખતે તેનું શરીર પાણીની અંદર રહે છે અને માત્ર ડોક જ બહાર દેખાય છે, જે સર્પ જેવી લાગતી હોવાથી તેને "સર્પગ્રીવા" (સંસ્કૃત : ગ્રીવા=ગરદન, ડોક) અને ક્યારેક અંગ્રેજીમાં પણ "snakebird" તરીકે ઓળખાવાય છે. કાજિયાની જેમ આના પીંછા પણ ભીંજાય તેવા હોય છે એથી ઘણેભાગે પાણી બહાર, આસપાસના ખડકો પર પોતાની પાંખો સુકવતા જોવા મળે છે.
ચિત્ર ગેલેરી
[ફેરફાર કરો]-
માછીમારી
-
સર્પગ્રીવા (રાજસ્થાન)
-
સર્પગ્રીવા
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- અવાજ
- ઈન્ટરનેટ પક્ષી સંગ્રહ પર ચિત્રો અને ચલચિત્રો સંગ્રહિત ૨૦૧૪-૦૪-૨૫ ના રોજ વેબેક મશિન
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ BirdLife International (2012). "Anhinga melanogaster". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
- ↑ Mayr, E & G.W.Cottrell, સંપાદક (1979). Check-list of birds of the world. Volume 1 (2 આવૃત્તિ). Cambridge, Massachusetts: Museum of Comparative Zoology. પૃષ્ઠ 180–181.
- ↑ Pennant, T (1790). Indian Zoology (2 આવૃત્તિ). London: Henry Hughs. પૃષ્ઠ 53.
- ↑ Ali, Salim; Ripley, S.D. (1978). Handbook of the birds of India and Pakistan. Volume 1 (2 આવૃત્તિ). Oxford University Press. પૃષ્ઠ 43–46.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |