સિક્કા (તા. જામનગર)

વિકિપીડિયામાંથી
સિક્કા
—  નગર  —
સિક્કાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°28′N 70°04′E / 22.47°N 70.07°E / 22.47; 70.07
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો જામનગર
વસ્તી ૨૮,૮૧૪[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, મત્સ્યસંવર્ધન, માછીમારી
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,
ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમ જ અન્ય શાકભાજી

સિક્કા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક મહત્વનું નગર છે. સિક્કા નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઉદ્યોગો[ફેરફાર કરો]

સિક્કા દરિયાકાંઠા પર વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિમાં આવેલું હોવાથી તેનો બંદર તરીકે વિકાસ થયો છે. ગુજરાતના મહત્વના બંદરોમાં સિક્કાનો પણ સમાવેશ થાય છે. અહીં સિમેન્‍ટ ફેકટરી તથા અગત્‍યનું મત્‍સ્‍ય કેન્‍દ્ર સ્થપાયેલું છે, જ્યાં બે મત્‍સ્‍યસંવર્ધન કેન્‍દ્રો આવેલા છે.[૨] તદૌપરાંત છેલ્લા ૧૫ વર્ષોમાં અહીં રીલાયન્સ ઓઇલ રીફાયનરી, એસ્સાર ઓઇલ રીફાયનરી અને જી.એસ.એફ.સી. જેવા મહાકાય ઉધોગોની સ્થાપના કરવામાં આવી છે. જેના પરીણામે અન્ય નાના ઔધોગીક એકમો તેમજ બીજી અનેક પ્રકારની રોજગારી ઉપલબ્ધ બની છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Sikka Population, Caste Data Jamnagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-09-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૭.
  2. "જામનગર જિલ્લાના જોવાલાયક સ્થળો-સિક્કા બંદર". જામનગર જિલ્લા પંચાયત. ૩૧ જુલાઇ ૨૦૧૩. મૂળ માંથી 2013-06-04 પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓગસ્ટ ૨૦૧૩.
જામનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન