ફુરસા (સર્પ)

વિકિપીડિયામાંથી

ફુરસા
Echis carinatus in Mangaon, (Maharashtra, India)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Subphylum: Vertebrata
Class: Reptilia
Order: Squamata
Suborder: Serpentes
Family: Viperidae
Subfamily: Viperinae
Genus: 'Echis'
Species: ''E. carinatus''
દ્વિનામી નામ
Echis carinatus
(Schneider, 1801)
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ
  • [Pseudoboa] Carinata Schneider, 1801* Boa Horatta Shaw, 1802* Scytale bizonatus Daudin, 1803* [Vipera (Echis)] carinata Merrem, 1820* [Echis] zic zac Gray, 1825* Boa horatta — Gray, 1825* Echis carinata Wagler, 1830* Vipera echis Schlegel, 1837* Echis (Echis) carinata — Gray, 1849* Echis ziczic Gray, 1849* V[ipera]. noratta Jerdon, 1854* V[ipera (Echis]. carinata Jan, 1859* Vipera (Echis) superciliosa Jan, 1859* E[chis]. superciliosa — Jan, 1863* Vipera Echis Carinata Higgins, 1873* Echis carinatus Boulenger, 1896* Echis carinata var. nigrosincta Ingoldby, 1923 (nomen nudum)* Echis carinatus carinatus Constable, 1949* Echis carinatus Mertens, 1969* Echis carinatus Latifi, 1978* Echis [(Echis)] carinatus carinatus Cherlin, 1990* Echis carinata carinata Das, 1996[૧]

ફુરસા કે પડકું કે પૈડકું (અંગ્રેજી:Saw-Scaled Viper, Carpet Viper; દ્વિપદ-નામ:Eachis carinatus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક ઝેરી સર્પની જાતી છે[૨][૩]

ઓળખ[ફેરફાર કરો]

પૃખ્ત વયનાં સર્પની વધુમાં વધુ લંબાઈ ૩૨ ઇંચ જોવા મળી છે[૨].

આહાર[ફેરફાર કરો]

આ સર્પ ભોજન માટે મોટેભાગે તીડ, કરચલા, જીંવડા, અળસિયા, ગોકળગાય, કરોળીયા, વીંછી, કાનખજુરા, દેડકા, ગરોળી અને કાચિંડા પસંદ કરે છે[૨].

પ્રજનન[ફેરફાર કરો]

વરસમાં એક કે બે વખત પ્રજનન કરી દરેક વેતરે ૪ થી ૮ બચ્ચા ને જન્મ આપે છે. જન્મ સમયે બચ્ચાની લંબાઈ ૩ ઈંચ હોય છે[૨].

અન્ય માહિતિ[ફેરફાર કરો]

હીમોટોક્સિન પ્રકારનું ઝેર ધરવાતો હોવાથી એ કરડે ત્યારે માણસનાં લોહીમાંના રક્તકણો નાશ પામે છે અને અંતે મગજને પ્રાણવાયું ન મળવાથી માણસનું મૃત્યુ થાય છે[૪]. એ ગુંચળું વળીને પોતાના શરીર પરનાં ભીંગડાં એકબીજા સાથે ઘસીને એક ખાસ અવાજ પેદા કરે છે[૩]. પોતાના શરીરનાં ગુંચળાનો સ્પ્રીંગની માફક ઉપયોગ કરીને એ કુદકો મારી શકતો હોવાથી[૩] લોકબોલીમાં એને ઉડકણું પણ કહે છે. અંગ્રેજીભાષાનું નામ સો-સ્કેલ્ડ વાઇપર છે[૫].

દક્ષીણભારતમાં જોવામળતો ફુરસા.


સંદર્ભ[ફેરફાર કરો]

  1. McDiarmid RW, Campbell JA, Touré T. 1999. Snake Species of the World: A Taxonomic and Geographic Reference, Volume 1. Washington, District of Columbia: Herpetologists' League. 511 pp. ISBN 1-893777-00-6 (series). ISBN 1-893777-01-4 (volume).
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી. "ફુરસા". ભગવદ્ગોમંડલ. www.bhagvadgomandal.com. મેળવેલ ૦૭ જુન ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  4. Daniels JC. 2002. The Book of Indian Reptiles and Amphibians. Mumbai: Bombay Natural History Society & Oxford University Press. 252 pp. [151-153]. ISBN 0-19-566099-4.
  5. Echis carinatus antivenoms at Munich Antivenom Index. Accessed 13 September 2006.


સંદર્ભ[ફેરફાર કરો]