ભારતના મહાકાવ્યોમાં ઓખાનો ઉલ્લેખ મળી આવે છે. પ્રેમાનંદ ભટ્ટના આખ્યાન ઓખાહરણમાંકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધના ઉષા (ગુજરાતીમાં ઓખા) સાથેના લગ્નની કથામાં ઓખાનો ઉલ્લેખ આવે છે.
બેટ દ્વારકાની સાથે ઓખાનો સમાવેશ ગાયકવાડના બરોડા રાજ્યમાં થતો હતો. ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન વાઘેરોએ આ વિસ્તારનો કબ્જો ૧૮૫૮માં મેળવ્યો હતો. ગાયકવાડ રાજ્યે બ્રિટિશરો અને અન્ય દેશી રાજ્યોની સાથે મળીને ૧૮૫૯માં આ વિસ્તાર પર પુન:કબ્જો મેળવ્યો હતો.[૨][૩]
ઓખા દરિયામાં જતી સાંકડી જમીન પટ્ટી પર વસેલું છે. તે ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલું છે અને રેતાળ કાંઠો ધરાવે છે. ત્યાં બંદર આવેલું છે. ઓખા બંદરની બીજી બાજુએ નાની ખાડી પર બેટ દ્વારકા આવેલું છે.