ગોવિંદ ઘાટ, ઉત્તરાખંડ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગોવિંદ ઘાટ
નગર
ગોવિંદ ઘાટ નગર
ગોવિંદ ઘાટ નગર
ગોવિંદ ઘાટ is located in Uttarakhand
ગોવિંદ ઘાટ
ગોવિંદ ઘાટ
ઉત્તરાખંડમાં સ્થાન
ગોવિંદ ઘાટ is located in ભારત
ગોવિંદ ઘાટ
ગોવિંદ ઘાટ
ગોવિંદ ઘાટ (ભારત)
Coordinates: 30°37′N 79°33′E / 30.62°N 79.55°E / 30.62; 79.55Coordinates: 30°37′N 79°33′E / 30.62°N 79.55°E / 30.62; 79.55
દેશ ભારત
રાજ્યઉત્તરાખંડ
ઉંચાઇ૧,૮૨૮ m (૫,૯૯૭ ft)
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારIST (UTC+૫:૩૦)
વાહન નોંધણીUK
વેબસાઇટuk.gov.in
અલકનંદા નદી પાર કર્યા બાદ ગોવિંદ ઘાટ

ગોવિંદ ઘાટ ભારતમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા અને લક્ષ્મણ ગંગા નદીઓના સંગમ પાસે આવેલ એક નાનું નગર છે. તે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૮ પર જોશીમઠથી આશરે ૨૨ કિમી જેટલા અંતરે ૬,૦૦૦ ફુટ (૧,૮૦૦ મી) જેટલી ઉંચાઈ પર આવેલ છે. તે સડક માર્ગ પર શ્રી બદરીનાથજી યાત્રાના માર્ગ પરનું એક મહત્વપૂર્ણ સ્થળ અને વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન તથા હેમકુંડ સાહેબની પદ-આરોહણ (ટ્રેકિંગ) કરવા માટે શરુઆતનું સ્થળ છે.[૧] સેંકડો લોકો, મોટે ભાગે હિંદુ યાત્રાળુઓ શ્રી બદરીનાથજી જતાં અને શીખ યાત્રાળુઓ પવિત્ર મંદિર શ્રી હેમકુંડ સાહેબ જતાં અને વેલી ઓફ ફ્લાવરની મુલાકાતે આવતા પ્રવાસીઓ અહીં રોજ આવતા જોવા મળે છે.

અલકનંદા નદીની જમણી બાજુ પર ગુરુદ્વારા આવેલ છે, જે આ વિસ્તારનું સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાય છે. આ ગુરુદ્વારા યાત્રાળુઓ માટે રહેવાની વ્યવસ્થા પણ પૂરી પાડે  છે. સ્થાનિક બજારમાં ઘણી હોટલો, ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરાં છે. યાત્રાની મોસમ દરમ્યાન અહીંનું અર્થતંત્ર ઝડપથી વિસ્તાર પામે છે, જે મે મહિનાના અંતથી સપ્ટેમ્બરના અંત સુધી ચાલે છે.

પણ જુઓ[ફેરફાર કરો]

  • પુષ્પાવતી નદી
  • ઘાંઘરીયા

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Joshimath way cleared, pilgrims move ahead". The Times of India. ૧૧ જુલાઈ ૨૦૦૪. મેળવેલ ૫ જુન ૨૦૧૩. Check date values in: |access-date= and |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]