વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

વિકિપીડિયામાંથી
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ
Temples at Deorgag, Santal Parhanas, Bihar - William Hodges, 1782 - BL Foster 396.jpg
વિલિયમ હોજીસ દ્વારા મંદિરનું તૈલચિત્ર, ઇ.સ. ૧૭૮૨
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોદિયોઘર
દેવી-દેવતાશિવ
સંચાલન સમિતિબાબા વૈદ્યનાથ મંદિર વ્યવસ્થાપન બૉર્ડ
સ્થાન
રાજ્યઝારખંડ
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ is located in Jharkhand
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ
ઝારખંડ રાજ્યમાં મંદિરનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ24°29′33″N 86°42′00″E / 24.49250°N 86.70000°E / 24.49250; 86.70000
મંદિરો૨૨
વેબસાઈટ
http://www.babadham.org/
પિરામીડ આકારના શિખરવાળું વૈદ્યનાથ મંદિર

વૈધનાથભારતમાં આવેલા શિવજીના બાર જ્યોતિર્લિંગ પૈકિનું એક છે. તેને વૈધનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ મંદિર ઝારખંડના સંથાલ પરગણામાં આવેલું છે.[૧] પૂર્વ રેલવેના જસીડી સ્ટેશનથી એક બ્રાન્ચ લાઈન જાય છે, જેના પર તે આવેલું છે. મંદિરની પાસે એક તળાવ છે અને ત્યાં ધર્મશાળા છે. અહીંનાં જળવાયુથી કોઢ, રક્તપિત્ત વગેરે મટી જાય છે. તેથી યાત્રિકો દૂર દૂરથી કાવડમાં જળ લાવીને વૈજનાથ પર ચઢાવે છે. તેથી તે વૈધનાથ તરીકે ઓળખાય છે. લોકો તેને વૈજનાથ પણ કહે છે.

અન્ય મંદિરો[ફેરફાર કરો]

પરલ્યાં વૈધનાથં ચ એ ઉકિત પ્રમાણે દક્ષિણ પ્રદેશના હૈદ્રાબાદમાં પરલી નામનું ગામ છે. ત્યાં આ જયોતિર્લિંગ વસેલું છે. મુંબઈથી અલાહાબાદ જતી મધ્ય રેલવે પર મનમાડ નામનું સ્ટેશન આવે છે. ત્યાં ઊતરીને પૂર્ણા તરફ એક લાઈન જાય છે. તેમાં પરભની નામનું જંકશન છે. ત્યાંથી પરલી સુધી એક નાની લાઈન જાય છે. એ સ્ટેશનથી થોડે દૂર પરલી ગામ આવેલું છે. ત્યાં એક પર્વતના શિખર પર આ વૈધનાથ જ્યોતિર્લિંગ વસેલું છે. એ પર્વતની પાસે એક નદી છે અને શિવકુંડ આવેલો છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Baba Baidyanath Temple Complex".