લખાણ પર જાઓ

જ્યોતિર્લિંગ

વિકિપીડિયામાંથી

જ્યોતિર્લિંગ એટલે ભગવાન શંકરનાં એવા લિંગો કે જે સ્વયંભૂ પ્રગટ થયા છે. ભારતમાં આવા બાર જ્યોતિર્લિંગો છે.

द्वादश ज्योतिर्लिंग स्तोत्रम् ૧૨ જ્યોતિર્લિંગોનું વર્ણન કરે છે:

સંસ્કૃત લિપ્યાંતરણ ભાષાંતર
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्। સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલમમાં મલ્લિકાર્જુન ;
उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम्॥ ઉજ્જયિન્યાં મહાકાલમ ૐકારમમલેશ્વરમ્ ઉજ્જૈનમાં મહાકાલ, ઓમકારેશ્વરમાં મામલેશ્વર;
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्। પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ્ પરલી (ચિત્રભૂમિ)માં વૈદ્યનાથ[] અને ડંકિયામાં ભીમાશંકર;
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥ સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને સેતુબંધમાં રામેશ્વરમ, દારુકાવનમાં નાગેશમ;
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे। વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે વારાણસીમાં વિશ્વેશમ (વિશ્વનાથ), ગૌતમી (ગોદાવરી નદી)ના કિનારે ત્રંબકેશ્વર;
हिमालये तु केदारं घुश्मेशं च शिवालये॥ હિમાલયે તુ કેદારં ઘુશ્મેશં ચ શિવાલયે હિમાલયમાં કેદાર (કેદારનાથ) અને શિવાલય (વેરુલ)માં ઘૃષ્ણેશ્વર.
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः। એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ જે કોઇ આ જ્યોતિર્લિંગોનું દરરોજ સાંજે અને સવારે પઠન કરશે
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति॥ સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ તે પાછલા સાત જન્મોના પાપમાંથી મુક્તિ પામશે.
एतेशां दर्शनादेव पातकं नैव तिष्ठति। એતેશાં દર્શનાદેવ પાતકં નૈવ તિષ્ઠતિ જે કોઇ આ સૌના દર્શન કરશે, તેની દરેક મનોકામના પૂરી થશે
कर्मक्षयो भवेत्तस्य यस्य तुष्टो महेश्वराः॥ કર્મક્ષયો ભવેત્તસ્ય યસ્ય તુષ્ટો મહેશ્વરાઃ અને મહેશ્વર આ પ્રાર્થનાની સંતુષ્ઠ થતા કર્મો પૂર્ણ થશે.

શિવપુરાણની શતરુદ્રસંહિતા (સંહિતા ૩)ના અધ્યાય ૪૨, શ્લોક ૨-૪માં આ જ ૧૨ જ્યોતિર્લિંગો થોડા જૂદા ક્રમમાં વર્ણવ્યા છે, એ ક્રમ મુજબ જ્યોતિર્લિંગોની યાદી:

सौराष्ट्रे सोमनाथश्च श्रीशैले मल्लिकार्जुनः ।
उज्जयिन्यां महाकाल ओंकारे चामरेश्वरः ।।
केदारो हिमव त्पृष्टे डाकिन्याम्भीमशंकरः ।
वाराणस्यां च विश्वेशस्त्र्यम्बको गौतमीतटे ।।
वैद्यनाथश्चिताभूमौ नागेशो दारुकावने ।
सेतुबन्धे च रामेशो घुश्मेशश्च शिवालये ।।

જ્યોતિર્લિંગ છબી રાજ્ય સ્થાન વર્ણન
સોમનાથ ગુજરાત વેરાવળ જ્યોતિર્લિંગોની યાત્રામાં સામાન્ય રીતે સોમનાથના પ્રથમ દર્શન કરાય છે. આ મંદિરનો ૧૬ વખત વિનાશ કરાયો હતો અને તે વૈવિધ્યપૂર્ણ પરંપરા અને ઇતિહાસ ધરાવે છે. તે પ્રભાસ-પાટણ (સોમનાથ - વેરાવળ) ખાતે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું છે.
મલ્લિકાર્જુન આંધ્ર પ્રદેશ શ્રીસૈલમ મલ્લિકાર્જુન જે શ્રીસૈલ પણ કહેવાય છે, જે રાયલાસીમામાં કુર્નૂલ જિલ્લામાં પર્વત પર આવેલું છે.[] આ સ્થળે શક્તિ પીઠ અને જ્યોતિર્લિંગ બંને છે.
મહાકાળેશ્વર મધ્ય પ્રદેશ ઉજ્જૈન મહાકાળ, ઉજ્જૈન (અથવા અવંતિ) મધ્ય પ્રદેશમાં આવેલું છે. આ એક જ એવું લિંગ છે જે દક્ષિણાભુમુખી છે અને મંદિરના ગર્ભગૃહની છત પર શ્રી રુદ્ર યંત્ર આવેલું છે. અહીં શક્તિ પીઠ અને જ્યોતિર્લિંગ બંને છે.
ઓમકારેશ્વર મધ્ય પ્રદેશ ઓમકારેશ્વર ઓમકારેશ્વર મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના ટાપુ પર આવેલ છે અને મામલેશ્વર મંદિર જ્યોતિર્લિંગનો સમાવેશ કરે છે.
કેદારનાથ ઉત્તરાખંડ કેદારનાથ કેદારનાથ એ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લીંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર માટે પ્રખ્યાત છે. અહીંનો વહીવટ કેદારનાથ નગર પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી, આથી પગપાળા, ઘોડા પર સવાર થ‌ઇ અથવા પાલખી દ્વારા જ‌વું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે.
ભીમાશંકર મહારાષ્ટ્ર ભીમાશંકર ભીમાશંકર મંદિર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે, આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદી ને મળે છે.
કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશ વારાણસી કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. તે વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વૈશ્વરા તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે. વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે.
ત્રંબકેશ્વર મહારાષ્ટ્ર ત્રંબકેશ્વર, નાસિક નજીક ત્રંબકેશ્વર મંદિર, નાસિક નજીક મહારાષ્ટ્રમાં આવેલું છે અને તે ગોદાવરી નદીના કાંઠે આવેલું છે.
વૈદ્યનાથ ઝારખંડ દિઓઘર વૈધનાથ એ ભારતમાં આવેલા શિવજીના બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. તેને વૈધનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
૧૦ નાગેશ્વર મહારાષ્ટ્ર ઔંધ નાગેશ્વર કે નાગનાથ એ શંકરના બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે જેનો ઉલ્લેખ શિવપુરાણ અને અન્ય હિંદુ શાસ્ત્રોમાં કરવામાં આવેલો છે. આ જ્યોતિર્લિંગનું મૂળ મંદિર મહારાષ્ટ્રના ઔંધમાં આવેલું છે. ગુજરાતના દ્વારકાની સીમમાં પણ આવા એક મંદિરનો દાવો ૧૯૮૦ના દાયકા બાદ કરવામાં આવતો રહ્યો છે. આ ઉપરાંત ઉત્તરાખંડના અલમોડા સ્થિત જગતેશ્વર મંદિર પણ નાગેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર હોવાના દાવા થાય છે.
૧૧ રામેશ્વરમ તમિલનાડુ રામેશ્વરમ રામેશ્વરમ મંદિર ભગવાન શિવને સમર્પિત હિંદુ મંદિર છે, જે ભારતના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ શહેરમાં આવેલું છે. તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર બધાં હિંદુ મંદિરોમાં સૌથી લાંબી પરસાળ ધરાવે છે. મંદિરના શિવલિંગની સ્થાપના ભગવાન રામે લંકા જતા પહેલા કરી હતી.
૧૨ ઘૃષ્ણેશ્વર મહારાષ્ટ્ર ઇલોરા ઘૃષ્ણેશ્વર મંદિર શિવપુરાણો મુજબ ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક છે, આ મંદિર ઇલારાની ગુફાઓમાં આવેલું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "12 Jyotirlingas of Lord Shiv".
  2. Chakravarti 1994, p. 140
ગ્રંથસૂચિ

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]