લખાણ પર જાઓ

પશ્ચિમ ઘાટ

વિકિપીડિયામાંથી
પશ્ચિમ ઘાટ
સહ્યાદ્રી
ગોબીચેટ્ટીપાલયમ, તમિલનાડુમાંથી દેખાતો પશ્ચિમ ઘાટ
શિખર માહિતી
શિખરઅનામુડી, કેરળ (ઇરવિકુલમ નેશનલ પાર્ક)
ઉંચાઇ2,695 m (8,842 ft)
અક્ષાંસ-રેખાંશ10°10′N 77°04′E / 10.167°N 77.067°E / 10.167; 77.067
પરિમાણો
લંબાઇ1,600 km (990 mi) N–S
પહોળાઇ100 km (62 mi) E–W
વિસ્તાર160,000 km2 (62,000 sq mi)
ભૂગોળ
દેશભારત
રાજ્યો
વિસ્તારોપશ્ચિમ ભારત and દક્ષિણ ભારત
રહેણાંકો
ભૂસ્તરશાસ્ત્ર
ખડકની ઉંમરસેનોઝોનિક
ખડકનો પ્રકારબેસાલ્ટ, લેટેરાઇટ and લાઇમસ્ટોન
માપદંડપ્રાકૃતિક: ix, x
સંદર્ભ1342
વિશ્વ ધરોહરમાં સમાવેશ૨૦૧૨ (સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "૨" નો ઉપયોગ. સત્ર)

પશ્ચિમ ઘાટ (કન્નડ/તુલુ: ಸಹ್ಯಾದ್ರಿ, મરાઠી/કોંકણી: सह्याद्री, મલયાલમ: സഹ്യാദ്രി / സഹ്യപര്‍വതം, તમિલ மேற்குத் தொடர்ச்சி மலைகள்}}) કે જેને સહ્યાદ્રી પર્વતમાળા તરીકે પણ ઓળખાય છે, તે ભારતના પશ્ચિમ કિનારાને સમાંતર આવેલ એક પર્વતમાળા છે. આ પર્વત માળા ઉત્તરથી દક્ષિણ દખ્ખણના ઉચ્ચ પ્રદેશની પશ્ચિમ તરફ આવેલી છે અને તે ઉચ્ચ પ્રદેશ અને પાતળા પશ્ચિમ કિનારાના મેદાનને છૂટા પાડે છે. પશ્ચિમ ઘાટ દખ્ખણના ઉચ્ચપ્રદેશ તરફ જતા વરસાદને રોકી દે છે. આ પર્વતમાળા તાપી નદીની દક્ષિણ તરફ, મહારાષ્ટ્ર અને ગુજરાતના સીમા વર્તી ક્ષેત્રોથી શરૂ થાય છે. અને લગભગ ૧૬૦૦ કિમી લાંબી છે જે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક તમિલનાડુ અને કેરળ સુધી વિસ્તરે છે અને આનો અંત કન્યાકુમારી ભારતના સૌથી દક્ષિણ છેડા, પર થાય છે. પશ્ચિમ ઘાટનો ૬૦% ભાગ કર્ણાટકમાં આવેલો છે.[]

આ પર્વતમાળા ૧,૬૦,૦૦૦ ચો. કિમી. જેટલું ક્ષેત્ર રોકે છે અને તે ભારતના ૪૦% પાણી નદીમાં નીતારણ કરનાર જળગ્રાહી ક્ષેત્ર રચે છે.[] આની સરેરાશ ઊંચાઈ ૧૨૦૦ મી છે.[] આ ક્ષેત્ર વિશ્વના સૌથી વધુ દસ સક્રીય જૈવીક વિવિધતા પૂર્ણ ક્ષેત્રમાંનું એક છે. અહીં ૫૦૦૦થી વધુ પ્રજાતિની સપુષ્પ વનસ્પતિ ,૧૩૯ સસ્તન પ્રાણીઓની પ્રજાતિ, ૫૦૮ પક્ષી પ્રજાતિઓ અને ૧૭૯ દ્વીચર પ્રાણીઓની પ્રજાતિ વસે છે. તેમાંથી ૩૨૫ પ્રજાતિઓ તો ભયગ્રસ્ત જાહેર કરાઈ છે.[]

ભૂસ્તરશાસ્ત્ર

[ફેરફાર કરો]

પશ્ચિમ ઘાટ એ ખરેખર પર્વતો નથી તેઓ દખ્ખણના ઉચ્ચ પ્રદેશની ભંગાણ પામેલી કિનાર છે.એવું મનાય છે કે તેઓ ૧૫ કરોડ વર્ષો પહેલાં ગોંડવન મહાખંડના ખંડન સમયે અસ્તિત્વ માં આવી. મિયામી વિશ્વ વિદ્યાલયના ભૂસ્તર શાસ્ત્રી બેરોન અને હેરીસનના મતે માડાગાસ્કર થી છૂટા પડ્યાં પછી લગભગ ૧૦ કે ૮ કરોડ વર્ષો પહેલાં પશ્ચિમ ઘાટ અસ્તિત્વમાં આવ્યો. ભંગાણ પછી, પશ્ચિમ કિનારો એક ૧૦૦ મીટર ઊંચી ભેખડ સમો દેખાતો હશે.[]

ઉપમહાદ્વીપના છૂટા પડવાના ટૂંક સમયમાં જ આ દ્વીપકલ્પ તણાતો તણાતો મિલન જ્વાળામુખ, પૃથ્વીના શિલ વરણનો એક જ્વાળા મુખી કેન્દ્ર, જે આજના મિલન (રિયુનીયન) સ્થળે આવેલ છે તેના પરથી પસાર થયો. લગભગ ૬.૫ કરોડ વર્ષો પહેલાં જ્વાળામુખીના મહાવિસ્ફોટને કારણે દખ્ખણના સ્તરીત અગ્નિકૃત ખડકો, બેસાલ્ટ લાવાને કારણે બનેલ એક વિશાળ પટ્ટો જેથી મધ્ય ભરત બનેલું છે તે નિર્માણ પામ્યાં. જ્વાળામુખીય ઉર્દ્વગમની હલન ચલનને કારણે પશ્ચિમ ઘાટનો ઉત્તરીય એક તૃતીયાંશ ભાગ અસ્તિત્વમાં આવ્યો. પેટાણમાં થયેલી ઘુમટાકાર હલન ચલનને કારણે અમુક ૨૦ કરોડ વર્ષો પૂર્વે નિર્માણ થયેલા ખડકો સપાટી પર ઊંચકાઈ આવ્યાં ઉદા. નિલગિરિ પર્વતમાળા[]

પશ્ચિમઘાટના પર્વતોમાં મોટે ભાગે બેસાલ્ટનો બનેલી છે જે લગભગ ૩ કિમી ઊંડાઈ સુધી ફેલાયેલી છે. અન્ય પ્રકારના ખડકો જે મળી આવે છે તે છે ચાર્નોક્નાઈટ, ગ્રેનાઈટ નીસ, ખોન્ડલાઈટસ્, લેપ્તિનાઈટ, મેટામોર્ફીક નીસ અને છૂટક રીતે તૈયાર થયેલ ચૂનાના ખડકો, લોહ ખનિજ, ડોલેરાઈટ અને એનોર્થોસાઈટના સ્ફટિકો. દક્ષિણ તરફની ટેકરીઓમાં વધેલું લેટેરાઈટ અને બોક્સાઈટ પણ જોવા મળે છે.

પર્વતો

[ફેરફાર કરો]
અનામુડી, પશ્ચિમઘાટનું સૌથી ઊંચુ શિખરના ૨૬૯૫ મી એરાવીકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન, કેરળ.

પશ્ચિમઘાટની શરૂઆત સાતપુડા પર્વતમાળાથી થાય છે. આગળ વધી તે મહારાષ્ટ્ર, ગોઆ, કર્ણાટક થઈ કેરળ અને તામિલ નાડુમાં વિલિન થાય છે. સૌથી ઉત્તરમાં આ પશ્ચિમ ઘાટની શરુઆત સહ્યાદ્રી ગિરિમાળાથી થાય છે. આ ગિરિમાળામાં ઘણાં હવા ખાવાના સ્થળ આવેલાં છે જેમ કે માથેરાન, લોનાવલા- ખંડાલા, મહાબળેશ્વર,પંચગિની, અંબોલી ઘાટ, કુડ્રેમુખ અને કોડગુ. ઉત્તર મહારાષ્ટ્રમાં આ ઘાટને સહ્યાદ્રી અને કેરળમાં આને સહ્યા પર્વતમ્ તરીકે ઓળખવામાં આવે છે. મૈસુર, કર્ણાટકની અગ્નિ દિશામાં આવેલી બિલિ ગિરિ રંગાના બેટ્ટામા,નામની ગિરિમાળા શેવરોય ગિરિમાળા અને તિરુમલા ગિરિમાળાને મળે છે અને આમ તે પશ્ચિમ ઘાટને પૂર્વ ઘાટ સાથે જોડે છે. પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગને તામિલનાડુમાં નિલગિરી મલઈ તરીકે ઓળખવામાં આવે છે.

એલચી ટેકરીઓ (કાર્ડીમોમ હીલ્સ) અને નિલગિરી ટેકરીઓ જેવી નાની નાની ટેકરીઓની હારમાળા તામિલ નાડુના વાયવ્ય ભાગમાં આવેલી છે. ઊટી કે ઉટાકામંડ તરીક પ્રચલિત હવાખાવાનું સ્થળ, ઉદગમંડલમ નિલગિરીની ટેકરીઓમાં આવેલું છે. આ પર્વતમાળાનો તમિલનાડુ અને કેરળમાં આવેલો દક્ષિણ છેડો અન્નામલૈ ટેકરીઓ તરીકે ઓળખાય છે. કેરળમાં આવેલું અના મુડી (૨૬૯૫ મી)એ પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચુ શિખર છે. ચેમ્બ્રા શિખર ૨૧૦૦ મી, બનસુરા શિખર ૨૦૭૩ મી, વેલ્લરીમલા ૨૨૦૦મી અને અગસ્ત્ય મલા ૧૮૬૮ મી એ કેરળમાં આવેલ અન્ય શિખરો છે. ડોડાબેટ્ટા શિખર ૨૬૩૭મી ઊંચુ છે. મુલયાનગિરિ ૧૯૫૦મી એ કર્ણાટકનું સૌથી ઊંચુ શિખર છે. કેરળમાં આવેલ પશ્ચિમ ઘાટના ક્ષેત્રોમાં ચા અને કૉફીનું વાવેતર કરવામાં આવે છે પશ્ચિમ ઘાટના પર્વતો વચ્ચેનો મુખ્ય અંતરાલ કે ખુલ્લો ભાગ મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે આવેલો ગોઆ અંતરાલ અને તામિલ નાડુ અને કેરળ વચ્ચેનો પાલઘાટ અંતરાલ છે જે અનામલૈ અને નિલગિરિ ટેકરીઓને છૂટા પાડે છે.

પશ્ચિમઘાટનઅ કર્ણાટકમાં આવેલ કુડ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાનમાંની શોલા ઘાસભૂમિ અને જંગલો.

પશ્ચિમ ઘાટ અને અરબી સમુદ્રની વચ્ચે આવેલા કિનારાના સાંકડા મેદાનના ઉત્તર ભાગને કોંકણ કિનારો અથવા માત્ર કોંકણ , મધ્ય ભાગને કાનરા અને દક્ષિણ ભાગને મલબાર કિનારો કે મલબાર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ ઘાટની પૂર્વીએ તરફના પ્રદેશને મહારાષ્ટ્રમાં દેશ ક્ષેત્ર કહે છે અને કર્ણાટકમાં માલેનાડુ ક્ષેત્ર કહે છે.[] પશ્ચિમ ઘાટમાં આવેલ સૌથી મોટું શહેર પુના છે તે આ ઘાટની પૂર્વ સીમાએ આવેલું છે. બિલિ ગિરિ રંગન ટેકરીઓ પશ્ચિમ અને પૂર્વ ઘાટના સંગમ પર આવેલી છે.

પશ્ચિમ તરફથી વાતા વરસાદથી સભર એવા મોસમી પવનોને પશ્ચિમ ઘાટ રોકી દે છે . તેને કારણે ઘાટની પશ્ચિમ તરફ અત્યંત વરસાદ પડે છે. જ્યારે પૂર્વ તરફ વર્ષા છાયાનો પ્રદેશ નિર્માણ પામે છે. અહીંના ઘાઢ જંગલો પણ વરસાદને ખેંચી લાવવમાં મદદ કરે છે. જંગલો સમુદ્ર પરથી વાઈને આર્દ્રતાથી ભરપુર ઉંચકાયેલા પવનોને થીજવવામાં મદદ કરે છે અને પ્રસ્વેદી કરણની પ્રક્રીયા દ્વારા ફરી તે ભેજને હવામાં મુક્ત કરે છે. આમ હવામાં ભળેલ ભેજ ફરી થીજી ને વરસાદ બની વરસે છે.

સાલ્હેર (મહારાષ્ટ્ર), કળસુબાઈ (મહારાષ્ટ્ર), મહાબળેશ્વર (મહારાષ્ટ્ર), સોન્સોગોર (ગોવા), કેમ્મનગુન્ડી (કર્ણાટક), તાડીનદામો (કર્ણાટક), મુલ્લાયાનગિરિ (કર્ણાટક), બાબાબુદાનગિરિ (કર્ણાટક), કુન્ડેરમુખ (કર્ણાટક), પુષ્પગિરિ (કર્ણાટક), કુમાર પર્વત (કર્ણાટક), ડોડાબેટ્ટા (તામિલનાડુ) અને અનાઈ મુડી (કેરળ).

તળાવો અને સરોવરો

[ફેરફાર કરો]
ઘર અને ઝૂંપડી સાથે પશ્ચિમ ઘાટનું દ્રશ્ય

પશ્ચિમ ઘાટમાં ઘણાં માનવ નિર્મિત સરોવરો અને તળાવો આવેલાં છે. તેમાં સૌથી પ્રખ્યાત તળાવો છે નિલગિરિ પર્વતમાળામાં આવેલ ઊટી તળાવ (ઊંચાઈ ૨૫૦૦મી ક્ષેત્રફળ ૩૪ હેક્ટર), કોડાયકેનલ તળાવ (ઊંચાઈ ૨૨૮૫મી, ક્ષેત્રફળ ૨૬ હેક્ટર) અને પળની (પલની) ટેકરીઓમાં આવેલ બેરીજામ તળાવ. કેરળના વાયનાડમાં લક્કાડી ખાતે આવેલ પુકોડ તળાવ એક સુંદર તળાવ છે જેમાં નૌકા વિહાર અને બગીચા આદિની વ્યવસ્થા છે. મોટા ભાગના મોટાં તળાવો તામિલનાડુમાં આવેલાં છે. અન્ય બે નાના તળાવો દેવી કુલમ (ક્ષે. ૬ હે) અને લક્ષ્મી હાથી ( ક્ષે. ૨ હે.) મુનારની ગિરિમાળામાં આવેલા છે. યેરકાડ તળાવ (ઊં ૧૩૪૦મી, ક્ષે.= ૮ હે) શેવરોય ટેકરીઓમાં આવેલો છે.

પશ્ચિમ ઘાટમાંથી નીકળતા મોટા ભાગના વરસાદી ઝરણાં કૃષ્ણા કે કાવેરી નદીને મળે છે. આ નદીઓ પર બંધ બાંધી તેમાંથી જળ વિદ્યુત નિર્માણ કરવામાં આવે છે અને ખેતીવાડીને પુરું પડાય છે.

મહારાષ્ટ્રમાં આવેલ મુખ્ય તળાવો છે: લોનાવલા અને વલવણ તળાવ. કર્ણાટકમાં આવેલ મુખ્ય તળાવો છે: વી.વી. સાગર, કે. આર. સાગર અને તૃંગભદ્રા. તમિલનાડુમાં આવેલ મુખ્ય તળાવો છે: મેત્તુર, અપર ભવાની, મુકુર્તી, પાર્સન્સ વેલી, પોર્થુમુંડ, એવેલાન્ચ, એમરોલ્ડ, પાયકારા, સેન્ડીનલ્લા અને ગ્લેનમોર્ગન. કેરળમાં આવેલ મુખ્ય તળાવો છે: કુંડલી અને મડ્ડુપટ્ટી.

ભારતના સૌથી જાજરમાન ધોધ જોગ જળધોધ

પશ્ચિમ ઘાટ એ ભારતની નદીઓની પાણી પુરું પાડતા ત્રણ મુખ્ય જલ નિતારણ ક્ષેત્રમાંનો એક છે.પશ્ચિમ ઘાટમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. આ ત્રણે નદીઓ પૂર્વ તરફ વહી બંગાળના ઉપસાગરમાં મળે છે. પશ્ચિમ તરફ વહેતી નદીઓ તીવ્ર ઢોળાવ અને ટોંકા અંતરને કારણે અત્યંત ઝડપથી વહી અરબી સમુદ્રને મળે છે. તેમાંની મુખ્ય નદીઓ છે મંડોવી અને ઝુઆરી. પશ્ચિમ ઘાટની ઘણી નદીઓ કેરળ અને મહારાષ્ટ્રના બેકવોટર્સને પાણી પુરવઠો કરે છે. ઘાટની પૂર્વ તરફ વહેતી નદીઓ બંગાળના ઉપસાગરને મળે છે. આ નદીઓ નું વહેણ સરખામણીએ ધીમું છે અને તે અંતે કાવેરી અને કૃષ્ણા જેવી મોટી નદીઓને મળે છે. તુંગા, ભદ્રા, ભીમા, મલપ્રભા, ઘટપ્રભા, હેમાવતી, કાબીની વગેરે મુખ્ય ઉપ નદીઓ છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જેમ કે ચિત્તર, મણીમુથાર, કલયી, કુન્ડલી, પચૈયાર, પેન્નર, પેરિયાર.

ઝડપી પ્રવાહ અને તીવ્ર ઢોળાવો એ ઘણા હળ મોટા વિદ્યુત મથકો માટે યોગ્ય સ્થળ ઉપલબ્ધ કર્યાં છે. પશ્ચિમ ઘાટમાં લગભગ ૫૦ જળ વિદ્યુત કેંદ્રો છે. તેમાંથી સૌથી જુનું સને ૧૯૦૦માં ખોપોલી, મહારાષ્ટ્ર માં સ્થાપિત કરાયું.[] તેમાં નોંધનીય યોજનાઓ છે મહારાષ્ટ્રનો કોયના બંધ, કેરળનો પરંબીકુલમ બંધ અને કર્ણાતકનો લિંગનમક્કી બંધ.[] કોયના બંધની પાછળ બનેલ શિવાજી સાગર તળાવ ૫૦ કિમી લાંબો છે અને તેની ઊંડાઈ ૮૦ મીટર છે.[] આ મહારાષ્ટ્રનો સૌથી મોટો જળ વિદ્યુત પ્રકલ્પ છે. એ ૯૬૦ મેગા વોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે.[૧૦] ઈડુકી બંધ એ કેરળમાં આવેલ એક અન્ય મહત્ત્વપૂર્ણ જળ વિદ્યુત પ્ર્કલ્પ છે. આ બંધ એશિયાનો સૌથી મોટો બંધ છે અને કેરળની ૭૦% વિદ્યુત પુરવઠો અહીંથી પૂરો પડાય છે. મુલઈ પેરિયાર બંધ એ વિશ્વનો સૌથી જોનો બંધ છે અને કેરળનું એક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. આ બંધમાંથી વહેતું પાણે તમિલનાડુના કિનારાના મેદાન માંથી વહે છે અને ત્રિભુજ પ્રદેશ બનાવે છે જે ખેતીવાડીમાટે ફળદ્રુપ જમીન નિર્માણ કરે છે.

વરસાદ દરમ્યાન પશ્ચિમ ઘાટ, મહારાષ્ટ્ર

વર્ષાઋતુમાં વરસેદા વરસાદ દ્વારા અગણીત ઝરણાઓ નિર્માણ થઈ પશ્ચિમ ઘાટના ઢોળાવો પરથી વહે છે જે એક મનોરમ્ય દ્રશ્ય હોય છે.

તે સૌમાં સૌથી પ્રખ્યાત છે જોગનો ધોધ, કુંચીકલ ધોધ શિવસુંદરમ ધોધ અને ઉઁચલી ધોધ. જોગ ધોધ એશિયાનો સૌથી વધુ ઊંચાઇએથી સીધો ખાબકતો ધોધ છે અને તે વિશ્વના ૧૦૦૧ પ્રાકૃતિક અજાયબીની સૂચિમાં પણ સ્થાન પામ્યો છે.[૧૧]

તલકાવેરી વન્યજીવન અભયારણ્ય એ મહત્ત્વપૂર્ણ જળ નિતારણ ક્ષેત્ર છે જે કાવેરી નદીને જળસભર રાખે છે. આ ક્ષેત્ર એ નિત્ય લીલા અને અલ્પ કાલીન લીલા જઁગલોનો બનેલ છે, ઊઁચાઈ પર શોલા ઘાસભૂમિ જોવા મળે છે. તીવ્ર ઢોળાવોને કારણે આ ક્ષેત્રમાં ઘણાં સુંદર ધોધ જોવા મળે છે. શિમોગા જિલ્લામાં આવેલા શરવતી અને સોમેશ્વર વન્યજીવન અભયારણ્ય એ તૃંગભદ્રા નદી પ્રણાલીનો જલ નિતારણ ક્ષેત્ર છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળી મળતી નેત્રાવતી નદી મેંગલોર આગળ અરબી સમુદ્રને મળે છે.

વાતાવરણ

[ફેરફાર કરો]
પશ્ચિમ ઘાટના ક્ષેત્રોમાં પડતો વરસાદ.

પશ્ચિમ ઘાટનું વાતાવરણ સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને વિષુવવૃત્તથી અંતર અનુસાર બદલાતું જાય છે. નીચાળ વાળા ક્ષેત્રોનું વાતાવરણ સમુદ્ર ની સમીપતાને કારણે ગરમ અને ભેજવાળું વાતાવરણ ધરાવે છે. ઉત્તરી ક્ષેત્રોમાં ૧૫૦૦ મીટરથી વધુ ઊંચા અને દક્ષીણ ક્ષેત્રોમાં ૨૦૦૦મી થી ઊંચા ક્ષેત્રોમાં વાતાવરણ સમશીતોષ્ણ હોય છે. અહીં સરાસરી વાર્ષીક તાપમાન ૧૫°સે (૬0°ફે) જેટલું રહે છે. અમુક ક્ષેત્રોમાં ધુમ્મસ સામાન્ય છે અને શિયાળા દરમ્યાન તાપમાન શૂન્ય જેટલું થઈ જાય છે. ઉત્તરીય ક્ષેત્રોમાં સરાસરી વાર્ષિક તાપમાન ૨૦ સે (૬૮°ફે)અને દક્ષિણ ક્ષેત્રોમાં સરાસરી વાર્ષિક તાપમાન ૨૪ સે (૭૫°ફે) જેટલું રહે છે. દક્ષિણ ક્ષેત્રોમાં સૌથી ઠંડુ તાપમાન વરસાદી ઋતુમાં હોય છે.[૧૨]

જૂન અને સપ્ટેમ્બર વચ્ચે વર્ષા ઋતુ દરમ્યાન પશ્ચિમ ઘાટ ભેજ થી ભરેલા વાદળ માટે અવરોધક બને છે. પૂર્વ તરફ વહેતાં બેજથી ભારે બનેલાઅ વાદળોને ઉપર તરફ ચઢવું પડે છે. અને આમ કરતાં તેઓ પોતાનો મોટા ભાગનો વરસાદ ઘાટની હવાભિમુખ બાજુએ વરસાવી દે છે.આ ક્ષેત્રમાં વરસાદ ૩૦૦૦ -૪૦૦૦ મીમી જેટલો વરસે છે અને અમુક સ્થાનીય સ્થળે વરસાદ ૯૦૦૦ મિમી જેટલો પણ નોંધાયો છે. આ પર્વતોના વર્ષાછાયાના ભાગમાં ૧૦૦૦ મિમી જેટલો વરસાદ વરસે છે. જેથી સરાસરી વરસાદ ૨૫૦૦ મિમી જેટલો થાય છે. આંકડાકીય માહિતી પરથી જણાયું છે કે કોઈ એક સ્થળ અને વરસાદના પ્રમાણ વચ્ચે કોઈ સંબંધ નથી.

ઉત્તર મહારાષ્ટ્રના અમુક ક્ષેત્રો ને વધુ પ્રમાણમાં વરસાદ મળ્યાં પછી એક લાંબો શુષ્કકાળ હોય છે જ્યારે દક્ષિણ ત્તરફના પ્રદેશમાં લગભગ આખું વર્ષ વરસાદ પડે છે.[૧૨]

ક્ષેત્રની પારિસ્થિતીકી

[ફેરફાર કરો]
નિલગિરી પર્વતમાળા (ટેક્ટોના ગ્રેંડીસ) એન્ડ વેટ્ટલ.
મેંગલોર નજીક પશ્ચિમ ઘાટ

પશ્ચિમ ઘાટમાં ચાર પ્રકારના સમશીતોષ્ણ અને ઉપ સમશીતોષ્ણ ભેજ વાળા પહોળા પાંદડા વાળા જંગલો આવેલાં છે. પશ્ચિમ ઘાટના ઉત્તરીય ભેજવાળા પાનખર જંગલો, પશ્ચિમ ઘાટના ઉત્તરીય પર્વતીય વર્ષાવન, પશ્ચિમ ઘાટના દક્ષીણી ભેજવાળા પાનખર જંગલો અને પશ્ચિમ ઘાટના દક્ષીણી પર્વતીય વર્ષાવન.

પશ્ચિમ ઘાટના દક્ષીણ ભાગ કરતાં ઉત્તર ભાગ વધુ શુષ્ક છે. નીચાણ વાળા ક્ષેત્રો પશ્ચિમ ઘાટના ઉત્તરીય ભેજવાલા પાનખર ના જંગલો બનાવે છે જે મોટા ભાગના સાગના જંગલો માં હોય છે. ૧૦૦૦ મીટરથી વધુ ઊંચાઈએ જંગલો ઠંડા અને આર્દ્ર હોય છે અને તે પશ્ચિમ ઘાટના ઉત્તરીય પર્વતીય વર્ષાવન નિર્માણ કરે છે જે લોરેન્સી પ્રકારના હોય છે.

કેરળના વાયનાડના નિત્ય લીલા જંગલો ઉત્તરીય પ્રકારના પશ્ચિમ ઘાટથી દક્ષીણી પ્રકરના પરિસ્થિતિકી માં પ્રાવર્તન કરતું ક્ષેત્ર છે.દક્ષિણના પારિસ્થિતિકી ક્ષેત્રો વધ્ય્ આર્દ્ર અને ભાતીગળ પ્રજાતિઓનો સમાવેશ કરનારા હોય છે. નીચાણવાળા ક્ષેત્રોમાં પશ્ચિમ ઘાટના દક્ષીણી ભેજવાળા પાનખર જંગલો ક્યુલેનીયા પ્રજાતિના હોય છે તે સાથે સાગ, ડીપ્ટેરોક્રેપ અને અન્ય વૃક્ષો હોય છે. પશ્ચિમ ઘાટની દક્ષિણ ભાગના પોર્ર્વ તરફના વર્ષા છાયા પ્રદેશોમાં દખ્ખણના ઉચ્ચ પ્રદેશના શુષ્ક પાનખરનઅ જંગલો નિર્માણ થાય છે.

દક્ષિણ ભાગના ૧૦૦૦ મીટરથી ઉપરના ક્ષેત્રોમાં પશ્ચિમ ઘાટના ઉત્તરીય પર્વતીય વર્ષાવન પ્રકારના છે. આ જંગલો આસપાસની નીચાણ ભૂમિના જંગલો કરતાં થંડા અને આર્દ્ર હોય છે. અહીં મોટા ભાગે નીત્ય લીલા જંગલો હઓય છે પણ વધુ ઊંચાઈ ધરાવતાં અમુક સ્થળોએ વરસાદી ઘાસભૂમિ કે ટૂંકા જંગલો પણ જોવા મળે છે. ભારતીય દ્વીપ કલ્પમાં પશ્ચિમ ઘાટનો પર્વતીય વર્ષાવન ધરાવતો દક્ષિણ ભાગ જીવ પ્રજાતિઓની દ્રષ્ટીએ અત્યંત સમૃદ્ધ ક્ષેત્ર છે. પશ્ચિમ ઘાટની સપુષ્પ વનસ્પ્તિનો ૮૦% ભાગ આ જૈવિક ક્ષેત્રમાં મળી આવે છે.

જીવાવરણ સંવર્ધન

[ફેરફાર કરો]
થિરુવનન્તપુરમ્ જિલ્લો, કેરળ માંથી દેખાતું પોનમુડી ટેકરીઓનું દ્રશ્ય.

ઐતિહાસીક રીતે પશ્ચિમ ઘાટએ ઘાઢ જંગલોથી ઘેરાયેલ ક્ષેત્ર હતું. તે ગાઢ જંગલો ત્યાંનાાદુવાસે પ્રજાતિઓને જંગલી ભોજન અને નૈસર્ગિક આવાસ પુરું પાડતી. અહીંના દુર્ગમ ક્ષેત્રોમાં પહોંચવાને અગવડતાને કારણે ઉચ્ચપ્રદેશમાંથી લોકો અહીં વસવાટ કરવા આવતાં ન હતાં. આ ક્ષેત્ર બ્રિટીશ શાસન હેઠળ આવતાં ખેતી અને લાકડાં માટે મોટા મોટા જંગલોનો સફાયો કરવામાં આવ્યાં. ૧૮૬૦થે ૧૯૫૦ દરમ્યાન ચા કોફી અને સાગના વાવેતર માટે અને અન્ય માનવ જીવન ક્રિયાને કારણે પશ્ચિમ ઘાટના જંગલો નાના નાના ટુકડામાં વિખેરાઈ ગયો છે. લુપ્તપ્રાય:, ભયગ્રસ્ત અને ખાસ પ્રકૃતિની જરૂરિયાત રાખતી પ્રજાતિઓ પર જંગલ વિનાશની વધુ અસર થાય છે અને એ અન્ય પ્રજાતિઓ કરતાં વધુ સંવેદનશીલ હોય છે. અન્ય નિસર્ગો કરતાં જટિલ અને પ્રજાતિઓ ધરાવતાં સમશીતોષ્ણ વર્ષાવનો વધુ પ્રભાવિત થાય છે.[૧૩]

આ ક્ષેત્ર વિકાસ પ્રત્યે અતિ સંવેદનશીલ છે. પર્યાવરણ વીદ નોર્મન માયર્સના પ્રયત્નો થકી ૧૯૮૮માં આ ક્ષેત્રને સક્રીય પ્રાકૃતિક સ્થળ જાહેર કર્યું. ભલે આક્ષેત્ર ભારત ભૂમિનો ૫% જેટલો ભાગ રોકે છે પણ ઉચ્ચ પ્રજાતિની ૨૭% જેટલી (૧૫,૦૦૦માંની ૪,૦૦૦)વનસ્પતિ અહીં મળી આવે છે. તેમાંની ૧,૮૦૦ જેટલી વનસ્પતિઓ માત્ર આ ક્ષેત્રમાં જે ઉગે છે. આ પર્વતમાળા ૮૪ જેટલી દ્વીચર પ્રજાતિઓ, ૧૬ પક્ષી પ્રજાતિ, સાત સસ્તન પ્રજાતિઓ અને ૧,૬૦૦ સપુષ્પ નિવાસ સ્થાન છે.

ભારત સરકારે આ ક્ષેત્રમાં માનવ પ્રવેશ રોકવા માટે બે જીવાવરણ આરક્ષિઅ ક્ષેત્ર, ૧૩ રાષ્ટ્રીય ઉદ્યાન અને અમુક પ્રજાતિઓને વિનાશથી બચાવવા માટે અભયારણ્યો જેવા ઘણાં સંરક્ષીત ક્ષેત્રોની રચના કરી છે. આ ક્ષેત્રોની સાર સંભાળ જે તે રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવે છે અને તે અછૂતા જંગલોને જેમના તેમ રાખવામાં મદદ કરે છે. ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો શરુઆતમાં વન્ય જીવન અભયારણ્ય હતાં. નિલગિરી આરક્ષીત જીવાવરણ ૫૫૦૦ ચો કિમી માં ફેલાયેલું છે. તેમાં કર્ણાટકના નાગરાહોલેની નિત્ય લીલાં જંગલો, બાંદીપુર અને નુગુના રાષ્ટ્રીય ઉદ્યાનના પાનખરનઅ જંગલો; કેરળના વાયનાડના ક્ષેત્રો અને તામિલનાડુના મુદુમલૈ રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ થાય છે. આ બધું મળી આ ક્ષેત્ર પશ્ચિમ ઘાટનું સૌથી મોટું સંરક્ષીત બનાવે છે.[૧૪] પશિમ ઘાટ ઘણા શાંત અનેમનોરમ્ય હવા ખાવાના સ્થળો ધરાવે છે જેમકે મુનાર (മുന്നാര്‍), પોનમુડી (പൊന്‍മുടി) અને વાયનાડ. કેરળના સાયલન્ટ વેલી નેશનલ પાર્ક એ ભારતના અંતિમ સમષીતોષ્ણ નીત્ય લીલા જંગલમાંનુમ્ એક છે.[૧૫]

કેરળના મુનારના ચા બગીચાનું દ્રશ્ય .

વિશ્વ ધરોહર સ્થળ

[ફેરફાર કરો]
પશિમઘાટના દક્ષિણ છેડે તામિલનાડુના કન્યાકુમારી જિલ્લામાંથી દેખતા કીરીપરઈ ટેકરીઓ.

૨૦૦૬માં ભારતે યુનેસ્કોના મૅબ (મેન એન્ડ બાયોસ્ફીયર પ્રોગ્રામ) હેઠળ પશ્ચિમ ઘાટને વિશ્વ ધરોહરની યાદીમાં ઉમેરવા માટે અરજી કરી છે.[૧૬] આમાં સાત ક્ષેત્રોનો સમાવેશ છે:

  1. અગસ્ત્ય મલૈ ઉપ વિભાગ(૫ ક્ષેત્રો): The અગસ્ત્ય આરક્ષીત જીવાવરણ ૯૦૦ ચો કિમી, તેમાં કલક્કડ મુન્ડાદુરઈ વાઘ અભયારણ્ય ૮૦૬ ચો કિમી, તામિલનાડુમાં અને નેય્યાર,[૧૭] પેપ્પારા[૧૮] અને શેંન્દુરનેય[૧૯] વન્ય જીવન અભયારણ્ય અને તેની આસપાસના અચેનકોઈલના ક્ષેત્રો,[૨૦] થેનમાલા, કોન્ની,[૨૧] પુનાલુર, તિરુવનંતપુરમ વિભાગ અને અગસ્ત્ય ખાસ ક્ષેત્ર[૨૨] ક્ષેત્રો શામિલ છે.
  2. પેરિયાર ઉપવિભાગ (૬ ક્ષેત્રો): પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને આરક્ષીત નિસર્ગ ૭૭૭ ચો કિમી, કેરળમાં, રાન્ની, કોન્ની, અને અછનકોવીલ વન વિભાગ. પૂર્વી તરફના વર્ષા છાયાના પ્રદેશમાં આવેલા સૂકા જંગલોમાં આવેલ શ્રીવિલ્લીપુત્તુર વન્યજીવન અભયારણ્ય અને થિરુનલવેલી જિલ્લાના જંગલો.
  3. અનામલૈ ઉપવિભાગ (૭ ક્ષેત્રો): ચિનાર વન્યજીવન અભયારણ્ય, એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન ૯૦ચો કિમી, ઈંદિરાગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, ઘાસ ટેકરી રાષ્ટ્રીય ઉદ્યાન અને કરીયન શોલા રાષ્ટ્રીય ઉદ્યાન એ મોટા ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ૯૫૮ ચો કિમી નો ભાગ, અને તામિલનાડુમાં પળની ટેકરી રાષ્ટ્રીય ઉદ્યાન ૭૩૬.૮૭ ચો કિમી (PRO) અને કેરળમાં પેરામ્બીકુલમ વન્યજીવન અભયારણ્ય ૨૮૫ ચો કિમી.
  4. નિલગીરી ઉપવિભાગ (૬ ક્ષેત્રો): નિલગીરા આરક્ષીત જીવાવરણ સાથે કેરળમાં આવેલ કરીમપુળા રાષ્ટ્રીય ઉદ્યાન ૨૩૦ ચો કિમી (PRO), સાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન ૮૯.૫૨ ચો કિમી અને વાયનાડ વન્યજીવન અભયારણ્ય ૩૪૪ ચો કિમી, તામિલનાડુમાં બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ૮૭૪ ચો કિમી, મુકુર્તી રાષ્ટ્રીય ઉદ્યાન ૭૮.૪૬ ચો કિમી, મુડુમલૈ રાષ્ટ્રીય ઉદ્યાન ૩૨૧ ચો કિમી, નવું અમરબાદમ આરક્ષીત જંગ. આ ઉપ વિભાગ મોટે ભાગે આરક્ષીત જંગલ ક્ષેત્ર છે. તેમાં ૬૦૦૦ ચો કિમી ક્ષેત્ર જેટલો વિસ્તાર અતિ ભયગ્રસ્ત અશિયાઈ હાથી, વાઘ અને ગુઆર અને અન્ય પ્રજાતિઓનું આશ્રય સ્થળ છે.
  5. તલકાવેરી ઉપવિભાગ (૬ ક્ષેત્રો): કર્ણાટકમાં બ્રહ્મગિરિ વન્ય જીવન અભયારણ્ય ૧૮૧.૨૯ ચો કિમી, રાજીવ ગાંધી (નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન) ૩૨૧ ચો કિમી, પુષ્પગિરિ વન્ય જીવન અભયારણ્ય ૩૨.૬૫ ચો કિમી, તલકાવેરી વન્ય જીવન અભયારણ્ય (૧૦૫.૦૧ ચો કિમી) અને કેરળમાં અરાલમ આરક્ષીત જંગલ.
  6. કુડ્રેમુખ ઉપવિભાગ (૫ ક્ષેત્રો): કર્ણાટકમાં કુડ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાન ૬૦૦.૩૨ ચો કિમી, સોમેશ્વર વન્ય જીવન અભયારણ્ય અને આસપાસના સોમેશ્વર, અગુમબલ અને બલહલ્લી આરક્ષીત જંગલના ક્ષેત્રો.
  7. સહ્યાદ્રી ઉપવિભાગ (૪ ક્ષેત્રો): મહારાષ્ટ્રમાં અંશી રાષ્ટ્રીય ઉદ્યાન ૩૪૦ ચો કિમી, ચંડોલી રાષ્ટ્રીય ઉદ્યાન ૩૧૭.૬૭ ચો કિમી, કોયના વન્ય જીવન અભયારણ્ય અને રાધાનગરી વન્ય જીવન અભયારણ્ય.

પ્રાણીસૃષ્ટી

[ફેરફાર કરો]

પશ્ચિમ ઘાટ હજારો પ્રાણી પ્રજાતિઓનું ઘર છે. તેમાંથી લગભગ ૩૨૪ જેટલી પ્રજાતિઓતો વૈશ્વીક ભયગ્રસ્ત પ્રજાતિ કરાઈ છે. ઘણી દ્વીચર અને સરીસૃપ પ્રજાતિઓ સમગ્ર વિશ્વમાં માત્ર આ જ સ્થળોએ જોવા મળે છે.

  • સસ્તન- અહી સસ્તનોની ઓછામાં ઓછી ૧૩૯ પ્રજાતિઓ જોવા મળે છે. તે સૌમાં મલબારનો નિશાચરી મોટો ટીપકાળો જબાદી બિલાડો (સિવેટ) અત્યંત્ ભયગ્રત પ્રજાતિ છે. વૃક્ષવાસી સિંહ પૂછ મકાક પણ ભય ગ્રસ્ત છે. આ પ્રજાતિના માત્ર ૨૫૦૦ પ્રાણીઓ વિહરમાન હોવાનું મનાય છે.[૨૩] સિંહ પૂછ મેકાકની સૌથી વધુ વસ્તી સાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાનમાં છે. કુડ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ તેમની સરી સંખ્યા છે.[૨૪]

આ પર્વતમાળા ભયગ્રસ્ત એશિયાઈ હાથીઓના મોસમી સ્થળાંતર માટે એક અનુકુળ માર્ગિકા પૂરી પાડે છે. નિલગિરી આરક્ષિત જીવાવરણએ એશિયાઈ હાથીઓનું સૌથી વધુ વસતિ ધરાવે છે અને પ્રોજેક્ટ એલીફન્ટ અને પ્રોજેક્ટ ટાઈગર ના મહત્ત્વપૂર્ણ આરક્ષીત ક્ષેત્ર છે. બ્રહ્મગિરિ અને પુષ્પગિરિ વન્યજીવન અભયાર્ણ્ય મહત્ત્વપૂર્ણ હાથી ઓનું નિવાસ સ્થળ છે. કર્ણાટકનો ઘાટ્ ક્ષેત્ર ૨૦૦૪ની ગણતરી અનુસાર ૬૦૦૦ હાથીઓ ધરાવે છે અને ભારતના કુલ બંગાળ વાઘની સંખ્યાના ૧૦% વાઘો ધરાવે છે.[૨૫]

સુંદરવન પછી ભારતમાં વાઘોની સૌથી વધુ સંખ્યા કર્ણાટક , તામિલનાડુ અને કર્ણાટકના સીમા વરતી ક્ષેત્રના અતૂટ જંગલમાં જોવા મળે છે. સૌથી મોટી સંખ્યા ધરવતા ગૌરના ઝૂંડ અહીંના બાંડીપુર રાષ્ટ્રીય ઉદ્યાનાને નાગરહોલમાં જોવા મળે છે. તેમની સંખ્યાઆ લગભગ ૫૦૦૦ જેટલી મનાય છે.[૨૬] પશ્ચિમ તરફ આવેલા કોડાગુના જંગલોમાં ભયગ્રસ્ત નિલગિરિ લંગૂરની સારી વસતિ જોવા મળે છે.

ભદ્રા વન્યજીવન અભયારણ્ય અને ચિકમંગલૂરના પ્રોજેક્ટ ટાઈગર આરક્ષીત ક્ષેત્રમાં ભસતા હરણના(મન્ટજેક)ના મોટી વસતી જોવા મળે છે. કેરળના જંગલોમાં પણ ઘણા એશિયાઈ હાથી, ગૌર, સાબર, નિર્બળ સ્લોથ બેઅર, ચિત્તો, જંગલી સૂવર જેવા પ્રાણીઓ રહે છે.

બાનેરગટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન અને અનેકલ આરક્ષીત જંગલ એ તામિલનાડુ અને કર્ણાટકના હાથી નિવાસ સ્થાનને જોડતા મહત્ત્વપૂર્ણ હાથી માર્ગિકા બનાચવે છે. ઉત્તર કન્નડા જિલ્લાના દાન્ડેલી અને અંશી રાષ્ટ્રીય ઉદ્યાનએ કાળા દીપડા અને સામાન્ય દીપડા તહ્તા ભારતીય મહા ચમચાચાંચનું (એક પ્રકારનો બગલો) ઘર છે. બેલગામ જિલ્લાનુંના ભીમગઢ વન્યજીવન અભયારણ્ય મુક્ત પૂંછવાળા રોગ્ટન ચામાચિડિયાનું નિવાસ છે. આ પ્રજાતિ અત્યંત ભયગ્રસ્ત છે અને સમગ્ર વિશ્વમાં અહીંજ મળી આવે છે. બાજુમાં આવેલી કૃષ્ણગિરિની ગુફાઓ ભારતમાંની ત્રણ ગુફાઓમાંથ્ ની એક છે જ્યાં અલ્પ જાણીતા થેઓબાલ્ડ ટૂમ્બ ચામાચિડિયા મળી આવે છે. તાલેવાડીની ગુફાઓમાં નાના ફોલ્સ વેમ્પાયર ચામાચિડિયા મળી આવે છે.[૨૭]

  • સરીસૃપ- યુરોપેલ્ટીડાય અનામની સર્પ પ્રજાતિ આ જ ક્ષેત્રમાં મળી આવે છે.
  • દ્વીચર- પશ્ચિમ છાટના ઉભયચર પ્રાણીઓ વિવિધ રૂપી છે અને વિશિષ્ટ છે. કુલ ૧૭૯ પ્રજાતિમાંથી ૮૦% જગતભરમાં માત્ર આજ ક્ષેત્રમાં મળે છે. મોટા ભાગના ક્ષેત્ર સિમીત પ્રજાતિઓ આ ક્ષેત્રના વર્ષાવનોમાં રહે છે.[૨૮] અહીં ૨૦૦૩માં જાંબલી દેડકાં ના વસવાઅની શોધ થઈ હતી. તેમને જીવંત અવશેષ માનવામાં આવે છે. સેશેલ્સમાં મળી આવતી આવા દેડકાની પ્રજાતિથી તેમો ખૂબ નજેકના મનાય છે. દેડકાંની ચાર નવી પ્રજાતિઓ પણ પશ્ચિમ ઘાટમાંથી મળી આવી છે.[૨૯]
  • માછલી - પશ્ચિમ ઙાટના જળ સ્ત્રોતોમાં માછલીઓની ૧૦૨ પ્રજાતિઓ મળી આવી છે.[૩૦] પશ્ચિમ ઘાટના ઝરણામો અમુક ભડકીલા અને સિ સુંદર રંગોની માછલીઓ ધરાવે છે જેમકે રેડ લાઈન ટોરપીડો બાર્બ, રેડ ટેઈલ્ડ બાર્બ,[૩૧] ઓસ્ટીઓબ્રમા બાકેવ્રી, ઘુન્ટેર્સ કેટ ફીશ અને મીઠા પાણીની ફુગ્ગા માછલી ટેટ્રાડોન ટ્રાવનકોરીકસ, કોરીનોટેટ્રાડોન ઈમીટ્રેટર અને દરિયાઈ પ્રજાતિઓ જેમકે ચેલોન્ડોન પેટોકા બુચાનાન હેમીલ્ટન,૧૮૨૨;[૩૨] અને મલબાર માશીર જેવી માશીરો.[૩૩]
  • પક્ષીઓ- આ ક્ષેત્રમાં પક્ષીઓની લગભગ ૫૦૮ પ્રજાતિઓ છે. કર્ણાટકના પક્ષીઓની ૫૦૦ પ્રજાતિઓમાંથી મોઆ ભાગની પ્રજાતિઓ [૩૪] પશ્ચિમ

ઘાટમાં રહે છે.[૩૫] ભદ્રા વન્યજીવન અભયારણ્ય મલબાર ટેકરીઓના ઉત્તર છેડે અને સહ્યાદ્રી ટેકરીઓના દક્ષીણ છેડે આવેલું છે. બંને ક્ષેત્રોના પક્ષીઓ અહીં જોઈ શકાય છે.

આ ક્ષેત્રમાં ૧૬ પ્રજાતિઓ વિશ્વભરમાં માત્ર અહીં જ મળી આવે છે જેમકે રફોસ બ્રેસ્ટેડ લાફીંગ થ્રશ, નિર્બળ નિલગિરિ જંગલી કબૂતર, સફેદ પેટ વાળુ શોર્ટવીંગ અને પહોળી પૂંછવાળું ઘાસ પંખી, લગભગ ભયગ્રસ્ત રાખોડી છાતી વાળું લાફીંગ થ્રશ, કાળું અને રુફસ માખીખાઉ અને નિલગિરિ પીપીટ અને અલ્પ ચિંતાકારક મલબર પારકીટ,રાખોડી હોર્નબીલ, સફેદ પેટવાળુ ટ્રીપી, રાખોડી માથા વાળી બુલ બુલ, રફોસ બેબ્લર, વાયનાડ લાફીંગ થ્રશ, સફેદ પેટ વાળા ભૂરા ફ્લાય કેચર અને ક્રીમસન પીઠવાળું સૂર્ય પંખી[૩૬]

  • કીટકો- આ ક્ષેત્રના માત્ર કેરળમં જ કીટકોની ૬૦૦૦ પ્રજાતિઓ મળી આવે છે.[૩૭] પશ્ચિમ ઘાટના નોંધાયેલ પતંગિયાની ૩૩૪ પ્રજાતિઓમાંથી ૩૧૯ તો માત્ર નિલગિરિ આરક્ષિત જીવાવરણમઅં મળી આવે છે.[૩૮]
  • ગોકળગાય- અહીંના મોસમી વરસાદને કારણે જમીન પર રહેતી ગોકળગાયો માટે ઉનાળુ નિંદ્રા કાળ આવશ્યક બનાવે છે. આને પરિણામે તેમની ઘણી બહુતાયત પણ જોવા મળે છે જેમાં ગોકળગાયની ૨૫૮ પ્રજાતિઓ, ૫૭ કુળ અને ૨૪ કુટુંબો મળી આવે છે.[૩૯]
  1. "Karnataka forest department (Forests at a glance -Statistics)". મૂળ માંથી 2011-11-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-11.
  2. V.S. Vijayan. "Research needs for the Western Ghats" (PDF). Ashoka Trust for Research in Ecology and the Environment (ATREE). મૂળ (PDF) માંથી 11 મે 2013 પર સંગ્રહિત. મેળવેલ 21 June 2007.
  3. "The Peninsula". Asia-Pacific Mountain Network (apmn.icimod.org). મૂળ માંથી 12 ઑગસ્ટ 2007 પર સંગ્રહિત. મેળવેલ 19 March 2007. Check date values in: |archive-date= (મદદ)
  4. Myers, N., R.A. Mittermeier, C.G. Mittermeier, G.A.B. Da Fonseca, and J. Kent. (2000) “Biodiversity Hotspots for Conservation Priorities.” Nature 403:853–858, retrieved 6/1/2007 MYERS, N.
  5. Barron, E.J.; Harrison, C.G.A.; Sloan, J.L. II; Hay, W.W. (૧૯૮૧). "Paleogeography, 180 million years ago to the present". Eclogae geologicae Helvetiae. 74 (2): 443–470.
  6. Hay, William W.; Barron, Eric J.; Sloan II, James L.; Southam, John R. (૧૯૮૧). "Continental drift and the global pattern of sedimentation". Geologische Rundschau. Berlin / Heidelberg: Springer. 70 (1). ISSN 1432-1149.[હંમેશ માટે મૃત કડી]
  7. ૭.૦ ૭.૧ "The Geography of India". all-aboit-india.com. મૂળ માંથી 9 નવેમ્બર 2010 પર સંગ્રહિત. મેળવેલ 19 November 2010.
  8. "Indian Dams by River and State". Rain water harvesting. મેળવેલ 19 March 2007.
  9. "Tremors may rock Koyna for another two decade". Indian Express, Pune. 3 October 2005. મેળવેલ 19 March 2007. Unknown parameter |name= ignored (મદદ)
  10. Samani, R.L.; Ayhad, A. P. (2002). "Siltation of Reservoirs-Koyna Hydroelectric Project-A Case Study". માં Kaushish, S. P.; Naidu, B. S. K. (સંપાદકો). Silting Problems in Hydropower Plants. Bangkok: Central Board of Irrigation and Power. ISBN 90 5809 238 0.
  11. Michael Bright, 1001 Natural Wonders of the World by Barrons Educational Series Inc., Quinted Inc. Publishing, 2005.
  12. ૧૨.૦ ૧૨.૧ R.J. Ranjit Daniels. "Biodiversity of the Western Ghats– An Overview". Wildlife Institute of India. મૂળ માંથી 28 ફેબ્રુઆરી 2007 પર સંગ્રહિત. મેળવેલ 19 March 2007.
  13. Ajith Kumar. "Impact of rainforest fragmentation on small mammals and herpetofauna in the Western Ghats, South India" (PDF). Salim Centre for Ornithology and Natural History, Coimbatore, India; Ravi Chellam, B. C. Choudhury, Divya Mudappa, Karthikeyan Vasudevan, N. M. Ishwar, Wildlife Institute of India, Dehra Dun, India; Barry Noon, Department of Fish and Wildlife Biology, Colorado State University, Fort Collins, U.S.A., Final Report, April 2002. મૂળ (PDF) માંથી 2009-02-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-11.
  14. "The Nilgiri Bio-sphere Reserve". મૂળ માંથી 2006-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-11.
  15. Elamon Suresh (2006) "Kerala's Greatest Heritage", YouTube video, retrieved 4/29/2007 Kerala's Greatest Heritage
  16. "World Heritage sites, Tentative lists, Western Ghats sub cluster". UNESCO, MAB. 2007. મેળવેલ 2007-03-30.
  17. "Neyyar Wildlife Sanctuary". મૂળ માંથી 2007-05-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-11.
  18. "Peppara Wildlife Sanctuary". મૂળ માંથી 2007-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-11.
  19. "Shendurney Wildlife Sanctuary". મૂળ માંથી 2007-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-11.
  20. "Achencoil, Kerala". મૂળ માંથી 2004-11-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-11.
  21. "Konni, Kerala". મૂળ માંથી 2019-06-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-11.
  22. "Agasthyavanam Biological Park, Kerala". મૂળ માંથી 2019-06-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-11.
  23. ઢાંચો:IUCN2006 Database entry includes justification for why this species is endangered.
  24. Singh Mewa and Kaumanns Werner (2005) "Behavioural studies: A necessity for wildlife management", Current Science, Vol. 89, No. 7, October 10, p.1233. Full text
  25. "Karnataka forest department, (forests at a glance -Statistics)". મૂળ માંથી 2011-11-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-11.
  26. "Wildlife populations in Karnataka". મૂળ માંથી 2011-07-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-11.
  27. "Bhimgad awaits government protection". મૂળ માંથી 2011-05-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-11.
  28. Vasudevan Karthikeyan, A Report on the Survey of Rainforest Fragments in the Western Ghats for Amphibian Diversity, retrieved 9/1/2007 (Online version સંગ્રહિત ૨૦૦૫-૧૨-૧૫ ના રોજ archive.today). Introduction
  29. "An evaluation of the endemism of the amphibian assemblages from the Western Ghats using molecular techniques Contents & Summary" (PDF). મૂળ (PDF) માંથી 2008-12-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-11.
  30. Sehgal K. L. "Coldwater fish and fisheries in the Western Ghats, India". FAO. મેળવેલ ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૮.
  31. "Musa". geocieties.com.[મૃત કડી]
  32. "Zoologica" (PDF). મૂળ (PDF) માંથી 2004-07-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ડિસેમ્બર ૨૦૦૬.
  33. Silas et al., (2005) Indian Journal of Fisheries, 52(2):125-140
  34. "Karnataka birds". karnatakabirds.net. મૂળ માંથી 2006-04-29 પર સંગ્રહિત. મેળવેલ 2022-01-05.
  35. "Karnataka forest department (forests at a glance - Bio-diversity". મૂળ માંથી 2012-02-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-11.
  36. "Restricted-range species". BirdLife EBA Factsheet 123 Western Ghats. BirdLife International. 1998. મેળવેલ 3 December 2009.
  37. Mathew George and Binoy C.F., An Overview of Insect Diversity of Western Ghats with Special Reference to Kerala State, retrieved 7/24/2007. (Online version સંગ્રહિત ૨૦૦૯-૦૩-૧૬ ના રોજ archive.today). Brief summary of work so far carried out on the insect fauna of Western Ghats of Kerala
  38. George Mathew and M. Mahesh Kumar, State of the Art Knowledge on the Butterflies of Nilgiri Biosphere Reserve, INDIA, retrieved 9/1/2007 (Online version સંગ્રહિત ૨૦૦૯-૦૧-૦૮ ના રોજ archive.today). Introduction butterfly fauna
  39. Madhyastha N. A., Rajendra, Mavinkurve G. and Shanbhag Sandhya P., Land Snails of Western Ghats, retrieved 9/1/2007 (Online version સંગ્રહિત ૨૦૦૯-૦૭-૧૭ ના રોજ archive.today) Introduction Molluscs

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
પશ્ચિમ ઘાટ વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી
Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: