લખાણ પર જાઓ

મુનાર

વિકિપીડિયામાંથી
મુનાર

മൂന്നാർ

દક્ષિણ ભારતનું કાશ્મીર
ગિરિમથક
મુનાર નગર
મુનાર નગર
મુનાર is located in Kerala
મુનાર
મુનાર
મુનાર is located in ભારત
મુનાર
મુનાર
અક્ષાંશ-રેખાંશ: 10°05′21″N 77°03′35″E / 10.08917°N 77.05972°E / 10.08917; 77.05972Coordinates: 10°05′21″N 77°03′35″E / 10.08917°N 77.05972°E / 10.08917; 77.05972
દેશભારત
રાજ્યકેરળ
જિલ્લોઈડુક્કી
નામકરણચાના બગીચાઓ, ઠંડુ વાતાવરણ
સરકાર
 • પ્રકારપંચાયત
 • માળખુંમુનાર ગ્રામ પંચાયત
ઊંચાઇ૧૭૦૦ m (૫૬૦૦ ft)
વસ્તી
 (૨૦૦૧)
 • કુલ૩૮૪૭૧
ભાષાઓ
 • અધિકૃતમલયાલમ, અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૬૮૫૬૧૨
ટેલિફોન કોડ૦૪૮૬૫
વાહન નોંધણીKL-68, KL-06
વેબસાઇટkeralatourism.org/destination

મુનારભારતના કેરળ રાજ્યના ઈડ્ડુકી જિલ્લામાં પશ્ચિમ ઘાટમાં આવેલ એક ગિરિમથક છે. મુન્નર નામ એ તમિલ અને મલયાલમ ભાષાના બે શબ્દો મુન અને આરુ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ત્રણ અને નદી. આ નગર ત્રણ નદીઓ મુથીરપુળા, નલ્લાથન્ની અને કુંડલીના સંગમ પર વસેલું છે. દેવીકુલમ બ્લોકમાં આવેલ મુનાર પંચાયત સૌથી મોટી પંચાયત છે જેની હેઠળ ૫૫૭ ચો. કિમી જેટલું ક્ષેત્ર આવે છે.

ભૂગોળ અને આબોહવા

[ફેરફાર કરો]

મુનાર અને તેની આસપાસનું ક્ષેત્ર સમુદ્ર સપાટીથી ૨૦૦ ફૂટથી ૨૬૦૦ ફૂટ પર આવેલું છે. મુનાર આરોગ્યપ્રદ આબોહવા ધરાવે છે. અહીંનું ઉષ્ણતામાન શિયાળામાં ૦ થે ૧૦ અંશ અને ઉનાળામાં ૮ થે ૧૬ અંશ સેલ્સિયસ જેટલું રહે છે. મુનારમાં પ્રવાસી મોસમ ઑગસ્ટથી મે સુધીનું છે. જો કે વરસાદની ઋતુમાં હળવા ધુમ્મસમાં ઝરણાઓ અને વેહેળાઓ, પાણીથી ભીંજાયેલા ચાના બગીચા વૈભવી અને દૈવી લાગે છે.[]

અર્થ વ્યવસ્થા

[ફેરફાર કરો]

મુનારના સ્થાનીય લોકો મોટે ભાગે યાતો ચા ના બગીચામાં અથવા તો પ્રવાસ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. ઈ.સ. ૨૦૦૦માં કેરળ સરકારે મુનારને પ્રવાસ ક્ષેત્ર જાહેર કર્યુ. આને કારણે અહીં વધુ પ્રવાસીઓ આવવા માંડ્યાં છે. આસપાસના ક્ષેત્રોમાં આવેલ વન્યજીવન અભયારણ્ય અહીંનું સુંદર વાતવરણ આદિને કારણે અહીંની ઘણી હોટેલ, વાહન વ્યવહાર ઉદ્યોગને પોષે છે

ચિથિરાપુરમ

[ફેરફાર કરો]
મુનારના ચા ના બગીચાઓ

આ દ્રશ્ય મુનારથી ૧૦ કિમી દૂર આવેલ ચિથીરાપુરમનું સુંદર દ્રશ્ય બતાવે છે. આમાં શાળા, ચર્ચ, નાના નાના કોટેજ, બંગલાઓ, પ્રાચીન મેદાનો અને કોર્ટ આદિ દેખાય છે. આ સ્થળે એક જળ વિદ્યુત કેંદ્ર આવેલું છે. તે સિવાય આ ક્ષેત્ર ચા બગીચાના સુંદર દ્રશ્યો માટે પણ પ્રચલિત છે.

પ્રવાસ

[ફેરફાર કરો]
મુનાર ચાના બગીચા અને ટેકરીઓ
મુનારનું ઊંચુ સ્થળ
મુનારની નજીક,મટ્ટુપેટ્ટી બંધ નો તળાવ

૧૯૯૦ સુધી પ્રાકૃતિક સૌંદર્ય અને મનોરમ્ય વાતાવરણ મુનાર છતાં એક નિંદ્રાધીન ચા વાવેતર ધરાવતું નાનકડું નગર હતું. આ સ્થળની પર્યટન ક્ષમતા સ્ટરલીંગ ગ્રુપ અને મહિંદ્રા હોલીડેએ પારખી હતી. જોકે, કેરળના ગોડ્સ ઑન કન્ટ્રી તરીકે પર્યટન પ્રસિદ્ધી કરાતા અને મધ્યમ વર્ગની વધેલી આવકને પરિણામે થયેલી ખરીદ શક્તિના વધરાને પરિણામે મુનારમાં પર્યટન ઉદ્યોગ વિકાસ પામ્યો. નગરની ચારે તરફ નાના મોટાં રીસોર્ટ ફૂટી નિકળ્યાં અને એક સમનું સુપ્ત નગર સક્રીય પર્યટન સ્થળ બની ગયું. રોકાણકરો દ્વારા હાથ ધરાયેલા વિકાસને પરિણામે એક સમયનું સુપ્ત નગરના પ્રાકૃતિક સૌંદર્યને નુકશાન પહોંચ્યું છે. સ્થાનીય અને વિદેશી પર્યટકો દ્વારા લવાતા વાહન વ્યવહારને પરિણામે અહીં વાયુ પ્રદૂષ્ણ પણ વધ્યું છે અને પ્રવાસીઓ આદિની વસતી વધતાં માળખાકીય સુવિધા પર તણાવ વધ્યો છે.

પહેલાના સમયમાં મુનારની આસપાસની જમીન વાવેતર કરનારાઓને ભાડેથી અપાતી હતી. અને અને આ જમીન પર માત્ર એલચીનું વાવેતર કરવાનીજ પરવાનગી અપાતી હતી. આ જમીન પર સરકારની માલિકી રહેતી અને આવી જમીન પર વૃક્ષ કાપવાની સુદ્ધાં મનાઈ હતી. જો હાલમાં થયેલા રીસોર્ટ આદિના બાંધકામ ચાલતા ઘણાં જંગલોનો વિનાશ થયો છે તથા જમીન વપરાશના, જંગલો અને વાવેતરને લાગતા સરકારી નિયમોનો સરેઆમ તોડાયા છે. છેવટે ૨૦૦૭માં સરકાર ક્રિયાશીલ બની નગરની સુંદરતા જાળવી રાખવા અને ગેરકાયદેસરના રીસોર્ટને તોડવાની કામગીરી હાથ ધરી.

આ બધી ઘટનાઓ છતાં મુનારમાં પ્રવાસ ઉદ્યોગ વિકસતો રહ્યો છે. અહીંની મહત્વ પૂર્ણ પ્રવાસી ગતિવિધીઓ છે નૌકા વિહાર, પર્વતા રોહણ, શઢવાળી નૌકાનું ચાલન, ગરમ હવાના ફુગ્ગામાં વહન, કેમ્પીંગ, વન્ય જીવનમાં વિહાર (સફારી) વગેરે. આ બધી ગતિવિધીને કારણે મુનાર દેશી અને વિદેશી પર્યટકોમાં લોકપ્રિય બન્યું છે. કેરળ અને તામિલનાડુની આસપાસના લોકો રજાઓમાં અહીં આવી પહોંચે છે.

૧૮૯૦થી ૧૯૨૪ વચ્ચે કાર્યરત રહેલ કુંડલા વેલી રેલ્વેનું મુનાર શરૂઆતી શરૂઆતી સ્ટેશન હતું.

વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટી

[ફેરફાર કરો]

મુનાર અને આસપાસની વનસ્પતિ સૃષ્ટી વાવેતર માટે જમીન તૈયાર કરવામાં ટુકડામાં વહેંચાઇ ગઇ અને અદ્રશ્ય થઈ ગઈ. તેમ છતાં કેરળના નવા અભયારણ્ય ચીનાર વન્ય જીવન અભયારણ્ય, મંજામપટી ખીણ, અમરાવતી આરક્ષીત જંગલ એરાવીકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન, અનામુડી શોલા રાષ્ટ્રીય ઉદ્યાન, પંપાડમ શોલા રાષ્ટ્રીય ઉદ્યાન,પળની ટેકરીઓ પરનું નિયોજીત રાષ્ટ્રીય ઉદ્યાન જેવા અમુક આરક્ષીત ક્ષેત્રમાં અમુક પ્રજાતિઓએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. આ આરક્ષિત ક્ષેત્રો અમુક સ્થાન ખાસ પ્રજાતિઓ, ભયગ્રસ્ત પ્રજાતિઓ જેવી કે નિલગિરી થાર, ગ્રીઝલ્ડ મહા ખીસકોલી, નીલગીરી જંગલી કબૂતર,ભારતીય હાથી, ગૌર, સાબર અને નીલકુરીંજી (૧૨ વર્ષે એક વખત ખીલતું ફૂલ).[][]

ચિત્રમાળા

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Munnar
  2. http://idukki.nic.in/map.htm સંગ્રહિત ૨૦૧૫-૦૨-૧૭ ના રોજ વેબેક મશિન map
  3. Government of Kerala, Forest and Wildlife Department, Notification No. 36/2006 F&WLD (6 October, 2006) retrieved 5/12/2007 Kerala Gazette
  4. Mathew Roy (Sep 25, 2006) "Proposal for Kurinjimala sanctuary awaits Cabinet nod" the Hindu, retrieved 5/12/2007 the Hindu

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

મુનાર પ્રવાસન માહિતી વિકિવોયજ પર