જોગનો ધોધ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ચોમાસામાં જોગનો ધોધ

જોગનો ધોધ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યના તટવર્તી વિસ્તારમાં વહેતી શરાવતી નદી પર આવેલો એક જળધોધ છે, જે ગોઆથી આશરે ૧૬૦ કિલોમીટરના અંતરે દક્ષિણ દિશામાં આવેલ છે. આ જળધોધ ચાર ભાગોમાં વહેંચાયેલો છે, જેનાં નામ - રાજા, રોકેટ, રોટર અને રાણી છે. આ નામ ધોધના પ્રવાહની પ્રબળતા પ્રમાણે પાડવામાં આવ્યા છે. આ ધોધ ખાતે ૨૫૦ મીટર જેટલી ઊંચાઈ પરથી પાણી નીચે પડે છે. આ ધોધને ગેરસપ્પાનો ધોધ પણ કહેવાય છે.[૧]

ભૂગોળ[ફેરફાર કરો]

જોગનો ધોધ દક્ષિણ ભારતમાં આવેલ છે, જે પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં સ્થિત છે.

ચિત્રદર્શન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]