શરાવતી નદી
Appearance
શરાવતી નદી (કન્નડ: ಶರಾವತಿ) ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યમાં વહેતી એક નદી છે. આ નદી કર્ણાટક રાજ્યના શિમોગા જિલ્લામાં આવેલા તીર્થાહલ્લી તાલુકાના અંબુતીર્થ નામના ગામ પાસેથી નીકળે છે અને ૧૨૮ કિલોમીટર જેટલું અંતર પસાર કરી પશ્ચિમ કાંઠા પર આવેલા ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલા હોનાવર ગામ પાસે અરબી સમુદ્રમાં ભળી જાય છે. ભારતભરમાં પ્રખ્યાત એવો જોગનો ધોધ આ નદી પર આવેલ છે.
આ નદી પર લિંગણમક્કી બંધ તેમ જ ગેરુસપ્પા બંધના નિર્માણ કરવામાં આવેલ છે, જેમાં લિંગણમક્કી બંધ પાસે જળ વિદ્યુત મથક દ્વારા વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે.
બાહય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર શરાવતી નદી વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.