લખાણ પર જાઓ

સુંદરવન

વિકિપીડિયામાંથી
સુંદરવન
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન (બંગાળી: সুন্দরবন জাতীয় উদ্যান) એક રાષ્ટ્રીય ઉદ્યાન, વાઘ આરક્ષીત ક્ષેત્ર, યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ અને એક જીવાવરણ આરક્ષીત ક્ષેત્ર છે. તે સુંદરબન નદીના મુખ ક્ષેત્ર માં ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. આ ક્ષેત્ર ગીચ સુંદરીના જંગલો, અને તે બંગાળી વાઘનું સૌથી મોટું અભયારણ્ય છે. તે ઘણા પ્રકારના પક્ષી, સરીસૃપ અને કરોડવિહીન પ્રજાતિઓનું(જંતુઓ), અને ખારા પાણીના મગરનું ઘર છે.

૧૯૧૧માં, એક સમયે આને એક અનિશ્ચિત ભૂ ભાગ મનાતો જેનું ન તો ક્યારેય સર્વેક્ષણ કરાયું કે જેમાં ન તો ક્યારેય વસતિ ગણતરી થતી. તે સમયે આ ૧૬૫ માઈલ[convert: invalid number] લાંબુ હુગલીના મુખથી શરુ કરી મેઘનાના મુખ સુધી લાંબુ હતું, અને ત્રણ જિલ્લાઓ ચોવીસ પરગણા,ખુલના , બાકેરગંજ. આનું કુલ ક્ષેત્રફળ (જળક્ષેત્ર સહીત) ૬૫૨૬ ચો માઈલ [convert: invalid number] હતું.

૧૯૭૩ માં હાલના સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાનને સુંદરબન વાઘ આરક્ષીત અભયારણ્યનું હાર્દ ક્ષેત્ર બનાવાયું અને ૧૯૭૭માં વન્યજીવન અભયારણ્ય જાહેર કરાયું. ૪ મે ૧૯૮૪ના દિવસે આને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાયું. ૧૯૮૭માં આને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે અંકિત કરાયું.[૧] ૧૯૮૯માં સુંદરબન ક્ષેત્રને જીવાવરણ ક્ષેત્ર જાહેર કરાયું.

સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન ૩૦° ૨૪' - ૩૦° ૨૮' ઉ અક્ષાંસ અને ૭૭° ૪૦' - ૭૭° ૪૪' પૂ રેખાંશ વચ્ચે આવેલ છે તે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં આવેલું છે. આ ઉદ્યાનની સમુદ્ર સપાટીથી સરેરાશ ઉંચાઈ ૭.૫મી છે. આ ઉદ્યાન ૫૪ નાના ટાપુઓ પર વસેલું છે અને તેમાં ગંગાની ઉપ નદીઓ આમ તેમ વહે છે. સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન ખાડીના સુંદરીનું વિશ્વનું સૌથી મોટું વન છે. પહોળી સુંદરીની ૫૦ પ્રજાતિઓમાં ની છવ્વીસ પ્રકારની સુંદરી અહીં સરળતાથી ઉગે છે. સુંદરીના જંગલોમાંથી ઉગતી મુખ્ય વનસ્પતિમાં ખારાપાણીના મિશ્ર જંગલ, સુંદરી ના ઝાંખરા, ખરસૂરાં પાણીના મિશ્ર જંગલો, દરિયાકાંઠાના જંગલો, આર્દ્ર જંગલો, અને કાંપના ભીના ઘાસ જંગલો. સુંદરવનની નદીઓ મીઠાં અને ખારા પાણીનું સંગમ સ્થળ છે આમ આ ગંગાના મીઠા પાણીના બંગાળના ઉપસાગરના ખારા પાણીમાં પરિવર્તનની ભૂમિ છે. (Wahid et al.. ૨૦૦૨)

બંગાળના ઉપસાગર ને કાંઠે બનેલ સુંદરબન ની નિર્મિતિ સદીઓના કાંપના પ્રસ્થાપન આંતરભરતીના વિદારણથી તૈયાર થયેલ છે. આ ક્ષેત્રની પ્રત્યક્ષ ભૂ ભાગ અસંખ્ય નીતારણી નહેરો, અર્ધજળમગ્ન બંધારાઓ, ઢાળ અને ભરતી મેદાનો આદિ. આ સાથે ભરતીની મધ્ય સપાટીથી ઉચ્ચ સ્તરી કાદવ ભૂમિ, લહેર રચિત રેતીદંડ, જુવાળી નહેર ધરાવતા ટાપુઓ, અર્ધજળમગ્ન આંતર રેતીદંડ અને મુખીય આદ્ય-માટી અને કાંપ-નિક્ષેપીત પ્રકાર ભૂરચના ઓઅપણ જોવા મળે છે. સુંદરબનનો ભૂ સપાટીથી સરાસરી સમુદ્ર સપાટીથી ૦.૯ મી થી ૨.૧૧ મી ઉંચાઈ પર આવેલ છે.[]

કિનાર પટ્ટીના ભૌતિક વિકાસામાં જૈવિક કારકોનું ખૂબ મહત્ત્વપૂરણ યોગદાન રહ્યું છે. અને વન જીવન માટે અહીં વિવિધ પ્રકારના નિવાસ સ્થળ વિકસ્યાં છે જેમકે રેતાળ સાગરકાંઠા, નદી-સાગર સંગમ પ્રદેશ, કાયમી અને હંગામી કળણો, જુવાળી મેદાનો, જુવાળી ખાડીઓ, કિનારી ટીલાઓ, આંતરીક ટીલાઓ અને નદીય તળાવો આદિ. સુંદરી ના વૃક્ષો પોતેનજ નવાં ભૂભાગની રચના માં મદદ કરે છે. અને આંતર જુવાળી વનસ્પતિઓ કાદવ રચના મા૬ મહત્ત્વનો ભાગ ભજવે છે. સુંદરી વનસ્પાતિય જૈવીક ક્રિઆયોને કારણે આંતરજુવાળી કાંપના મેદાનોમાં સૂક્ષ્મ સંરચનાત્મક ફેરફાર લાવે છે જેથી નિક્ષેપને ફાંસી અને પકડી રાખે છે આમ તે ભવિષ્યના સુંદરીના બીજને ઉગવા માટે જમીન બનાવે છે. પવની ટીલાઓની સંરચના અને વિકાસને મબલખ પ્રમાણમાં હાજર શુષ્કોદભીદ અને ખારપટીય વનસ્પતિઓ દ્વારા નિયંત્રિત કરાય છે વેલાઓ, ઘાસ અને જલીયઘાસ રેતીના ટીલા અને વણસ્થાપિત નિક્ષેપને વધતાં રોકે છે.

સુંદરબન ભારતનો સૌથી મોટો મુખ પ્રદેશ છે. આ ક્ષેત્ર ત્રણ નદીઓ ગંગા બ્રહ્મપુત્રા અને મેઘના દ્વારા નિર્મિત વિશ્વનો સૌથી મોટો મુખ પ્રદેશ પણ છે. આ જંગલોના વિશાળ પટ્ટા, છે જે નીચાણ તરફ જતાં ગંગાના મુખો આગળ ખારાપાણી ના કળણમાં તફેરવાઈ જાય છે જે બંગાળના ઉપસાગરને સમાંતર હુગલી નદીના મુખથી શરૂ કરી બાંગ્લાદેશની મેઘના નદીના મુખ સુધી ૨૬૦ કિમી લાંબુ દક્ષેત્ર છે. સુંદરબન ભારતમાં ૪૨૬૨ ચો. કિમી જેટલું ક્ષેત્ર રોકે છે.

સુંદરબન એ સુંદરીના વૃક્ષની બહુતાયત ધરાવતી એક વિશિષ્ટ પર્યાવરણ છે જેનું નામ સુંદરીના વૃક્ષપરથી પડ્યું છે. આ ક્ષેત્ર ૫૪ ટાપુઓ અને બે દેશો માં ફેલાયેલું છે. આ બંગાળી વાઘનું વિશ્વમાં અંતિમ આશ્રય સ્થળ છે. અને વાઘ આરક્ષિત ક્ષેત્ર છે.

આબોહવા

[ફેરફાર કરો]

સરાસરી મહત્તમ અને ન્યૂનત્તમ તાપમાન અનુક્રમે ૩૪°સે અને ૨૦°સે રહે છે. આ ક્ષેત્ર ૮૦% ની અત્યંત વધારે આર્દ્રતા ધરાવે છે કારણકે કે તે બંગાળના ઉપસાગરથી અત્યંત નજીક છે. મોસમી વરસાદ અહીં મધ્ય જૂન થી મધ્ય સપ્ટેંબર સુધી રહે છે. ઓક્ટોબર થી માર્ચ સુધી ઉત્તર અને ઉત્તર પૂર્વમાંથી વાય છે મધ્ય જૂન થી મધ્ય સપ્ટેંબર સુધી દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ તરફથી પશ્ચિમિયા પવનો વાય છે. મે અને ઓક્ટોબર મહિનામાં ચક્રવાતી વાવાઝોડા આવે છે.

વ્યવસ્થાપન

[ફેરફાર કરો]

પશ્ચિમ બંગાળ સરકારનું જંગલ નિર્દેશાલય જેની મુખ્ય કચેરી કેનીંગમાં આવેલી છે તે સુંદરબનના વ્યવસ્થાપન માટે જવાબદાર છે. જંગલના મુખ્ય ઉપરી સંરક્ષક અધિકારી (The principal Chief Conservator of Forests, Wildlife & Bio-Diversity & ex-officio Chief Wildlife Warden, West Bengal) આ કાર્યા લયના ઉપરી હોય છે. સ્થાનીય સ્તર પર મુખ્ય સઁરક્ષક અધિકારી(દક્ષિણ), સુંદરબન જૈવિક અભયારણ્ય ક્ષેત્ર, ના વ્યવસ્થાપકીય ઉપરી હોય છે. તેમની મદદ માટે ઉપ ક્ષેત્રીય વ્યવસ્થાપક અને મદદનીશ ક્ષેત્રીય વ્યવસ્થાપક હોય છે. આ ઉદ્યાનને બે રેંજમાં વિભાજીત કરાયો છે જેમને રંજ જંગલ અધિકારી સંભાળે છે. આ દરેક રેંજને નાની બીટમાં વિભજીત કરાઈ છે. ગેરકાયદે શિકારીઓને રોકવા ઉદ્યાનમાં વિહરતા ચોકી સ્થાનકો અને મુકામો છે. આ ઉદ્યાનને આર્થિક સહાય રાજ્ય સરકાર અને પર્યાવરણ અને વન મંત્રાલય (ભારત) વિવિધ યોજના અંતર્ગત અને બિન યોજનાગત રીતે મળે છે. પ્રોજેક્ટ ટાઈગર હેઠળ વધારાની રાશિ કેન્દ્ર સરકાર તરફથી મળે છે. ૨૦૦૧માં વિશ્વ ધરોહર ફંડ તરફથી ૨૦૦૦૦ ડોલરનું અનુદાન ભારત અને બાંગ્લાદેશ ના સહયોગી કાર્યક્રમની શરુઆત કરવા માટે મળી હતી.

પર્યાવરણીય-ભૂગોળ, નદીઓ અને જળસ્ત્રોત

[ફેરફાર કરો]

આ મુખ પ્રદેશમાં સાત મુખ્ય નદીઓ અને અસંખ્ય જળસ્ત્રોત છે જે આ નદીય મુખ પ્રદેશમાં નહેરોનું જાળું બનાવી દે છે. બધી નદીઓ સમુદ્ર તરફ દક્ષિણમાં વહે છે. આ ક્ષેત્રનું પર્યાવરણીય ભૂગોળ સંપૂર્ણ રીતે ૨૪ કલાકમાં આવતી બે બહ્રતી અને બે ઓટ પર આધારિત છે સામાન્ય સુકા સમયે જેની મર્યાદા ૩ મી થી ૫ મી અને ૮મી (Ghosh & Mandal, ૧૯૮૯; Banerjee, ૧૯૯૮) સુધી છે જે આ ખા સુંદરબન ક્ષેત્રને વિવિધ સ્તરે જળમગ્ન કરી દે છે. જુવાળની ક્રિયાઓને કારણે નદીએ લવેલો કાંપ ફરીથી નદીના મુખોમાં સ્થાપિત કરી દે છે આમ સ્થાપન ને લીધે નદીનો પટ ઉંચો ચડતો જાય છે. આ ક્રિયા ચાલુ રહેતા નવા ટાપુ અને નવી ખાડીઓનું નિર્માણ થાયે રાખે છે જેને લીધે આ અનિશ્ચિત ભૂસંચનાનું ક્ષેત્ર રહે છે (Bhattacharya, ૧૯૮૯). અહીં બંગાળના ઉપસાગરમાં ૨૧૦° થી ૨૧૦°૨૨’ વચ્ચે એક વિશાળ પ્રાકૃતિક ખાડો છે જેને “ભૂમિ રહીત થીંગડું(Swatch of No Ground)” કહે છે. અહીં પાણીની ઉંડાઈ અચાનક ૨૦મી થી ૫૦૦મી થઈ જાય છે. (Fergusson, ૧૯૬૩; Ghosh & Mandal, ૧૯૮૯). આ રહસ્યમય ખાડો કાંપને દક્ષિણની કે પૂર્વ તરફ ફેંકી દી છે જેથી ફરી નવા ટાપુઓ બને છે.

કાંપના મેદાનો

[ફેરફાર કરો]

સુંદરવનના મુખો ના ટાપુઓ આગળ જ્યાં નદીનો પ્રવાહ ધીમો થાય છે ત્યાં કાંપના મેદાનો જોવા મળે છે. આ મેદાનો ભરતીના સમયે જળમગ્ન થઈ જાય છે અને ઓટના સમયે બહાર દેખાય છે, આમ દરેજ જુવાળની સાથે આની સંરચના બદલાઈ જાય છે. આ કાંપના મેદાનો ના આંતરીક ભાગો વૈભવી સુંદરીના ભવ્ય નિવાસસ્થાન છે.

વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ

[ફેરફાર કરો]

સુંદરબનનું ક્ષેત્ર ભારતમાં બંગાળના ઉપસાગરના કિનારે આવેલ એક સક્રીય મુખ પ્રદેશ છે, જેના જટીલ ભૂસંરચનાત્મક અને જળીય ગુણ અને આબોહવાના ભયો, વિશાળ સુંદરીના વનો આદિ એક વિશિષ્ટ પર્યાવરણને જન્મ આપે છે. આ જીવાવરણી અભયારણ્ય અને વિશ્વ ધરોહર સ્થળ નું પ્રાકૃતિક પર્યાવરણ અને કિનારાવર્તી પર્યાવરણ અ વૈજ્ઞાનિક અને આત્યંતિક માનવીય હસ્તક્ષેપને કારણે વિનાશના આરે છે. આ કિનારાવર્તી ક્ષેત્રના પર્યાવરણ ને પર્યાવરણીય પદ્ધતિને બચાવવા સંરક્ષણ અને પ્રર્યાવરણીય વ્યવસ્થાપન યોજનાની અત્યંત જરુરિયાત છે!

વનસ્પતિસૃષ્ટિ

[ફેરફાર કરો]

સુંદરબન ક્ષેત્રમાં સુંદરી પ્રજાતિ આદિના વૃક્ષો ની ૬૪ પ્રજાતિઓ છે[] અને તેમનામાં મુખ પ્રદેશના જુવાળની અસરને લીધે થતી ખારા અને મીઠા પાણીના આવક જાવક સામે ટકવાની ખાસિયત છે. એપ્રિલ અને મે મહિનામાં રાતાચોળ રંગના ગેનવા (Excoecaria agallocha)પાન, કાંકરા(Bruguiera gymnorrhiza) ના કરચલા જેવા દેખાતા ફૂલો, અને ખાલ્સીના પીળાં ફૂલો જોઈ શકાય છે જે આ ક્ષેત્રની સુંદરતા વધારે છે. સામાન્ય રીતે મળી આવતા અન્ય છોડ અને વૃક્ષો છે ધુંદાળl, પાસુર (Xylocarpus mekongensis, ગર્જન (Rhizophora spp.), સુન્દરી (Heritiera fomes) અને ગોરન (Ceriops decandra)આદિનો સમાવેશ થાય છે.

પ્રાણીસૃષ્ટિ

[ફેરફાર કરો]

સુંદરબન ક્ષેત્ર ૪૦૦થી વધુ વાઘનું નિવાસસ્થાન છે. રોયલ બંગાળ વાઘએ ખારા પાણીમાં તરવાની એક અનોખી આવડત વિકસાવી છે અને તે માનવ ભક્ષણના ગુણ ને કારણે હજગ પ્રસિદ્ધ છે.

રોયલ બંગાળ વાઘ સિવાય ; માછીમાર બિલાડી, મેકાક, જંગલી રીંછ, સામન્ય રાખોડી નોળીયો, શિયાળ, જંગલ બિલાડી, ઉડતું રીંછ, પેંગોલીન, ચિતળ, આદિ સુંદરબનમાં રહે છે.

વસતિ ગણતરી

[ફેરફાર કરો]
વર્ષ ટીપકાંવાળા હરણ રીસસ મોનીટર ગરોળી જંગલી સુવર દક્ષિણ ૨૪ પરગણાના વાઘ સુંદરબન વાઘ અભયારણ્યના વાઘ
નર માદા બચ્ચાં

કુલ નર માદા બચ્ચાં કુલ અંદાજિત
૧૯૭૩ અપૂર્ણ ગણતરી ૫૦+ ૫૦+
૧૯૭૬ ૬૬ ૭૨ ૪૩ ૧૮૧ ૧૮૧
૧૯૭૭ લિંગ નથી જણાયું ૨૦૫ ૨૦૫
૧૯૮૩ ૧૩૭ ૧૧૫ ૧૨ ૨૬૪ ૨૬૪
૧૯૮૯ ૩૦,૮૮૬ ૧૨૬ ૧૦૯ ૩૪ ૨૬૯ ૨૬૯
૧૯૯૨ ૯૨ ૧૩૨ ૨૭ ૨૫૧ ૨૫૧
૧૯૯૩ ૩૦,૯૭૮ ૩૭,૬૯૧ ૧૦,૨૭૨ ૧૧,૮૬૯
૧૯૯૬ ૯૫ ૧૨૬ ૨૧ ૨૪૨ ૨૪૨
૧૯૯૭ ૧૩ ૧૬ ૩૫ ૯૯ ૧૩૭ ૨૭ ૨૬૩ ૨૯૮
૧૯૯૯ ૧૬ ૩૦ ૯૬ ૧૩૧ ૨૭ ૨૫૪ ૨૮૪
૨૦૦૧ ૧૩ ૨૬ ૯૩ ૧૨૯ ૨૩ ૨૪૫ ૨૭૧
૨૦૦૪ ૧૪ ૨૫ ૮૩ ૧૩૩ ૩૩ ૨૪૯ ૨૭૪

ખેચર સૃષ્ટિ

[ફેરફાર કરો]
આકાશી-કાનવાળો કલકલિયો - સુંદરવન.

આ ક્ષેત્રમાં મળતા અમુક પ્રખ્યાત પક્ષીઓ છેઃ - ફાટી-ચાંચ ઢોંક, સફેદ કાકણસાર, જળ કૂકડી, દસાડી, જળમાર્જાર, સમડી, બ્રહ્મીની સમડી, પાન પટ્ટાઈ, તેતર, લાલ જંગલકૂકડો, ટીપકા વાળા કબૂતર, કાબર, જંગલી કાગડો, વન લલેડુ, કોટન ટીલ, હેરીંગ ગલ, કૅસ્પિયન ટર્ન, કબુત બગલો, બ્રાહ્મીની બતક, ટીપકા-ચાંચ દૂધરાજ, મોટી ઈગ્રેટ, અવાંક, સામાન્ય સ્નાઈપ, વન તુતવારી, લીલા કબૂતર, તૂઈ પોપટ, દુધરાજ, જળકાગડો, માછીમાર ગરુડ, સફ્દ-પેટવાળું દરિયાળઈ ગરુડ, ધોમડા, કલકલિયો, ભેરી, લક્કડખોદ, વ્હીમ્બ્રેલ, કાળ-પૂંછ ગડેરા, ગજપાવ, પૂર્વી કિચડીયો, કર્લ્યૂ, સોનેરી બાટણ ટીટોડી, શીંગપર બતક, સફેદ નયની ઓકાર્ડ અને સીસોટી બતક.

જળ સૃષ્ટિ

[ફેરફાર કરો]

આ ઉદ્યાનમાં મળતી અમુક માછલી અને દ્વીચ્ર પ્રજાતિઓ છેઃ સૉફીશ, બટર ફીશ, એલેક્ટ્રીક રે, ચાંદેરી કાર્પ, તારક મત્સ્ય, સામાન્ય કાર્પ, કિંગ કરચલો, ઝીંગા, શ્રીંપ, ગંગાઈ ડોલ્ફીન, કૂદતા દેડકાં, સામાન્ય ટોડ અને વૃક્ષ દેડકા.

સરીસૃપ

[ફેરફાર કરો]
સુંદરવનમાં મગર

સુંદરવન ખૂબજ સારી સંખ્યાના સરીસૃપોનું પણ નિવાસ છે. તેમાંના અમુક છેઃ - ઓલિવ રાએડલી કાચબા, દરિયાઈ સાપ, શ્વાનમુખી જળીય સાપ, લીલા કાચબા, મુખીય મગર, સરડા, નાગ, સાલ્વેટર ગરોળી, સખત કવચ ધારી બેટગન ટેરાપીન(કાચબા), રસલ્સ વાઈપર, ઉંદર ઘેકો, મોનીટર ગરોળી, કર્વાઈવર, બાજચાંચી કાચબા, અજગર, સામન્ય ચીતળોસાપ, ચટાપટ્ટા વાળી કીલબેક અને મૂષક સાપ.

લુપ્તપ્રાયઃ પ્રજાતિ

[ફેરફાર કરો]

સુંદરબનમાં રહેતી લુપ્તપ્રાયઃ પ્રજાતિમાં રોયલ બંગાલ ટાઈગર,મુખીય મગર, નદીના ટેરાપીન (Batagur baska)કાચબા, ઓલિવ રાએડલી કાચબા, ગંગાઈ ડોલ્ફીન , જમીની કાચબા, બાજચાંચી કાચબા અને કિંગ કરચલો (Horse shoe).

વ્યવસ્થાપન અને ખાસ પરિયોજના

[ફેરફાર કરો]
સુંદર વનની રખેવાળ હોળી

આ ઉદ્યાનને તેની સ્થાપના સમયેથી જ સંરક્ષણ મળ્યું છે. આ ઉદ્યાનનું કેંદ્રીય ક્ષેત્ર લાકડા, મધ ભેગું કરવું, માછીમારી કે અન્ય જંગલ પેદાશો ભેગી કરવી જેવી માનવ ગતિવિધીથી મુક્ત છે. જો કે સીમાવર્તી ક્ષેત્રમાં મર્યાદિત પ્રમાણમાં માછીમારી, મધસંગ્રહ અને કાષ્ટ સંગ્રહ ની અનુમતિ છે. આ જંગલની ગેરેકાયદે શિકારીઓ અને ચોરથી ચોકીદારી હથિયાર બંધ જંગલ કર્મચારી દ્વારા મોટરબોટ અને લોંચ દ્વારા કરવામાં આવે છે. આ સિવાય ઉદ્યાનના મહત્ત્વપૂર્ણ સ્થળોએ જંગલ કાર્યાલય કે કેમ્પ આવેલા છે. શિકાર વિરોધી કેમ્પમાં ૨ થી ૩ જાણકાર મજૂર સંબંધિત બીટ ગાર્ડ/ ફોરેસ્ટર/ રેંજ ઓફીસર નીચે કામ કરે છે.

પર્યાવરણીય સંવર્ધન, પર્યાવરણીય વિકાસ, તાલીમ, શિક્ષણ અને સંશોધન આદિ દ્વારા વન્ય જીવનના નિવાસના રખરખાવનું કાર્ય કરાય છે. ઉદ્યાનના સીમા પર કાર્યરત ૧૦ જંગલ રક્ષણ કમીટી અને ૧૪ પર્યાવરાણ-વિકાસ કમીટી આ કાર્યમાં મદદ કરે છે. આ ઉદ્યાનના પરીવેક્ષમા& સેમીનાર, કાર્યશાળાઓ, જ્ઞાન શિબિરો, આદિ. નું આયોજન કરી લોકોને પર્યાવરણ સંવર્ધન પર્યાવરણ વિકાસ, આદિ વિષયો પર સિક્ષણ અપાય છે. આ ઉદ્યાનના સીમાવર્તી ક્ષેત્રોમાં સુંદરીઅને અન્ય વૃક્ષોનું વાવેતર કરી આ ઉદ્યાનના સીમાવર્તી ક્ષેત્રના ૧૦૦૦ ગામડાની બળતણની જરુરિયાત પૂરી કરાય છે અને બફર ક્ષેત્રને સંરક્ષિત કરાય છે. પર્યાવરણીય સંતુલન જાળવી રાખવા માટે મૃદા સંવર્ધન કરાય છે. પ્રાણીઓના પીવાના પાણીની જરોરિયાત સંતોષવા ઉદ્યાનની અંદર ઘને સ્થળે મીઠા પાણીના તળાવ ખોદવામાં આવ્યાં છે.

માનવભક્ષી વાઘને રોકવું એ એજ અન્ય મહત્ત્વનું કામ છે. હાથ ધરેલ ઉપાયો જેવાકે વાઘ આરક્ષોત ક્ષેત્રમાં માનવ પ્રવેશ પર સખત જાપ્તો આવકના અન્ય માર્ગો અને શિક્ષણ આદિ થી વાર્ષિક હોનારત ૪૦થે ઘટીને ૧૦ જેટલી રહી ગઈ છે. અમુક લોકો માને છે કે વિદ્યુત માનવી પુતળા અને માનવ ચહેરા આદિને કારણે આ પરિણામ આવ્યું છે. આસપાસના ગામડાં ઓ માં વાઘનું ભ્રમણ રોકવા અમુક કારગર ઉપાયો કરાયા છે જેવાકે નાયલોન જાળીની વાડ, ગામડાઓનું સોલાર પ્રકાશી કરણ આદિ. ગામડાના યુવકોને ગામના ક્ષેત્રમં વાઘનું ભટકવું ઓછું કરવાના ઉપાયો ની તાલિમ અપાય છે. સજનેખલી ક્ષેત્રમાં સુંદરી મહિતી કેંદ્ર ઉભું કરાયું છે જેથી લોકોને અને પ્રવાસીઓને સામાન્ય પર્યાવરણ સંવર્ધન અને પર્યાવરણમાઁ સુંદરીના વૃક્ષોના મહત્વ સમજાઈ શકે.

મર્યાદાઓ

[ફેરફાર કરો]

ભલે પાર્કના સંરક્ષણના જડબેસલાક ઉપાયો છે પણ અમુક છટકબારીઓ પણ છે જેમકે નદીઓ અને નહેરોથી બાધિત ભૌગોલોક ક્ષેત્ર, બાંગ્લાદેશ સાથે લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ, માછીમારીના ટ્રોલરો અને લૉંચથી થતાં શિકારો, વૃક્ષોની કપાઈ, કર્મચારીની કમી, માળખાકીય ઢાંચાની કમી અને આર્થિક ભંડોળની કમી આદિ.

ઉદ્યાન-સંબંધી માહિતી

[ફેરફાર કરો]

પ્રવૃત્તિઓ

[ફેરફાર કરો]

આ ઉદ્યાનમાં ભ્રમણ કરવાનો સૌથી ઉત્તમ અને એકમાત્ર સાધન છે હોડી ભાડે કરી વિવિધ નદીઓ અને તેની ઉપ નદીઓમાં વિહરવું. તમે કોઈ પણ સ્થાનીય નાવ કે વૈભવી લોંચ - એમ.વી. ચિત્રરેખા અને એમ.વી. મધુકર, જે ટુરીઝમ ડિપાર્ટમેંટ દ્વારા ચલાવવામાંઆવે છે.

બોટ સફારી દ્વાર વન્ય જીવન જોવા સાથે સાથે તમે સુંદરબનના ભરતપુર મગર પ્રોજેક્ટ જે મગર સંવર્ધન ક્ષેત્ર છે (પ્રવેશ નામખાના થી), સાગર ટાપુ, જંબુદ્વીપ, સુધન્યાકાલી નિરીક્ષણ મિનાર, બુરીઈદાબારી ટાઈગર પ્રોજેક્ટ, નેટીધોપાની નિરીક્ષણ મિનાર, હાલીડે આઈલેંડ (ભસતા હરણ માટે પ્રખ્યાત), કણાક( ઓલીવ ઋડલી કાચબા નું નિવાસ) સાજનખાલી પક્ષી અભયારણ્ય આદિની મુલાકાત લઈ શકાય છે.

રહેણાંક

[ફેરફાર કરો]

જંગલ લોજ અને જંગલ આરામગૃહ સાજનેખાલી, બક્ખાલી અને પીયાલીમાં ઉપલબ્ધ છે. વભવી લોંચ એમ.વી. ચિત્રલેખા અને એમવી સબ્રજયામાં પણ રહેવાની વ્યવસ્થા છે.

રહેવાની વ્યવસ્થા બાલી ટાપુ પણ ઉપલબ્ધ છે જે હેલ્પ પ્રવાસી ગ્રુપ અને સ્થાનીય લોકો અને બાલી પ્રાકૃતિક અને વન્ય જીવન સંરક્ષણ સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે.

  • નજીકનું હવાઈ મથક: ડમ ડમ હવાઈ મથક કોલકતા ૧૧૨ કિમી.
  • નજીકનું સ્ટેશન: કેનીંગ ૪૮ કિમી.
  • નજીકનો માર્ગ: કોલકતાથી નામખાના સુધી રસ્તા પરિવહન ઉપલબ્ધ છે (૧૦૫ કિમી), સોનાખાલી (૧૦૦ કિમી ), રાઈડીઘી (૭૬ કિમી ), કેનીંગ (૬૪ કિમી ), અને નજાત (૯૨ કિમી ), આ સૌ નદીકીય પરિવહન પકડવા ના નજીકના ઉપનગરો છે
  • નજીકનું નગર: ગોસાબા ૫૦ કિમી.
  • નજીકનું શહેર: કોલકતા (૧૧૨ કિમી).

સામાન્ય નુસખા

[ફેરફાર કરો]

આ ઉદ્યાનની મુલાકાત લેવાનો ઉત્તમ સમય નવેંબર અને ફેબ્રુઆરી વચ્ચેનો છે, જ્યારે વાઘ નદી કિનારે સૂર્ય સ્નાન કરવા આવે છે.

પ્રવેશ પરવાનગી : વિદેશી પ્રવાસીઓ જેમણે વાઘ અભયારણ્ય અને આજનેખાલી ની મુલાકાત લેવી હોય તેમણે સુંદરબન માં પ્રવેશ માટે ખાસ પરવાનગી લેવી પડે છે. પ્રવાસીઓએઆ માટે સેક્રેટરી, પશ્ચિમ બંગાળ જંગલ વિભાગ, રાઈટર્સ બિલ્ડીંગ, કોલકતા - ૭૦૦૦૦૧. સુંદરબનના અન્ય ક્ષેત્રોના પ્રવાસ પરવાનગી માટે, પ્રવાસીઓએ ફીલ્ડ ડાયરેક્ટર, સુંદરબન વાઘ અભયારણ્ય, મુપો કેનીંગ, જિલ્લા ૨૪ પરગણા, પશ્ચિમ બંગાળની પરવાનગી લેવી પડે છે. જો કે અભયારણ્ય બહારની નાવની સફારી માટે પરવાનગી ની જરુર નથી

પ્રખ્યાત સંસ્કૃતિમાં

[ફેરફાર કરો]

સુંદરબન ને બંગાળી અને ભારતીય અંગ્રેજી સાહિત્યમાં , નવલકથાઓ ગીતો અને ફીલ્મોમાં સ્થાન પામ્યું છે.

બંગાળી લોક કથા માનસમંગલમાં નેતીધોપાનીનો ઉલ્લેખ છે જ્યારે તેની નાયિકા બેહુલા તેના પતિ લખીંદરને પાછો પુનર્જીવીત કરવા માટે નીકળે છે ત્યારે સુંદરબનનું વર્ણન આવે છે. શીબશંકર મિત્રા દ્વારા રચિત નવલિકા, સુંદરબાનેય અર્જન સરદાર, અને માનીક બન્ધોપાદ્યાય દ્વારા રચિત સુંદબન ક્ષેત્રના ગામડાના માછીમાર ના જીવનની વિટંબણા પર આધારિત નવલિકા પદ્મા નાદીર માઝી, સુંદરબન ક્ષેત્ર પર આધારીત છે. સુંદરબન ક્ષેત્ર બંગાળી માનસપટ પર છવાયેલું છે. Part of the plot of સલમાન રશદીની બુકર પુરસ્કાર જીતનાર નવલકથા, મધ્યરાતના બાળકોનો અમુક ભાગ પણ સુંદરબનમાં આલેખાયેલ છે. માનવ વંશ શાસ્ત્રી અમીતવ ઘોષની ૨૦૦૪ની પુરસ્કાર મેલવનાર નવલકથા, ધ હંગરી ટાઈડ(ભૂખ્યો જુવાળ), સુંદરબનની પાર્શ્વ ભૂમિમાં આલેખીત છે.

સુંદરબનનો અસંખ્ય કાલ્પનીક કથાઓમાં પણ ઉલ્લેખ થયો છે. જેમકે સાય મોંટેગોમેરીની બાળકથા ધ મેન-ઈટીંગ ટાઈગર્સ ઓફ સુંદરબન્સ જે ડોરોથી કેનફીલ્ડ ફીશર બાળ પુસ્તક પુરસ્કાર માટે નામાંકીત થઈ હતી.

પદ્મા નાદીર માઝી પર ગૌતમ ઘોષ દ્વારા એક ફીલ્મ પણ બની હતી. ૨૦૦૩ની IMAXની વૃત્તકથા બંગાળ વાઘ - શાઈનીંગ બ્રાઈટ અને અન્ય કેટલીયે વૃતાંત કથાઓ આ ઉદ્યાન પર આધારિત છે.બીબીસી ની પ્રખ્યાત ટીવી શૃખલા ગેંજીસ ગામડાના લોકોનું ખાસ કરીને મઘ સંગ્રહ કરનાર લોકોના જીવન પર પ્રકાશ પાડે છે.

અગણિત બંગાળી લોક કથામાં સુંદરબનનું વર્ણન આવે છે તે સિવાય લોકગીતો , નૃત્યો, જે મોટે ભાગે સુંદરબનના લોક નાયક અને દેવતા અને દેવીઓની આસપાસ રચયેલ હોય છે તેમાં સુંદરબનનો ઉલ્લેખ આવે છે. ખાસ સુંદરબન સંબંધીત દેવ દેવીઓ જેમ કે બોનબીબી અને દક્ષિણ રાઈ અને નિન્મ ગાંગેય મુખો માં માનસ અને ચાંદ સદાગર છે

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Katebi, M.N.A. and M.G. Habib, ૧૯૮૭. Sundarbans and Forestry in Coastal Area Resource Development and Management Part II, BRAC Printers, Dhaka, Bangladesh. ૧૦૭ p.
  2. "Natural site datasheet from WCMC" (PDF). World Conservation Monitoring Centre.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: