હુગલી નદી

વિકિપીડિયામાંથી
કોલકાતા ખાતે હુગલી નદી

હુગલી નદી ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલી એક મહત્વની નદી છે, જે ગંગા નદીની ઉપનદીઓ પૈકીની એક છે. આ નદીના પૂર્વ કાંઠે ભારતનાં સૌથી મોટાં શહેરો પૈકીનું એક એવું કોલકાતા મહાનગર વસેલું છે. આ નદી પર પ્રખ્યાત હાવરા બ્રીજ તરીકે ઓળખાતો પુલ ઈ. સ. ૧૯૪૩માં બાંધવામાં આવ્યો હતો. આ નદીની લંબાઈ ૨૬૦ કિલોમીટર (૧૬૦ માઇલ) જેટલી છે. આ નદીમાં ઈ. સ. ૧૯૭૪માં ગંગા નદી પર બંધાયેલ ફરાક્કા બંધમાંથી નહેર દ્વારા પાણી લઈ જવામાં આવે છે, જેથી કોલકાતા બંદર પર માટી બેસવાથી થતું પુરાણ ઓછું થઈ શકે.