લખાણ પર જાઓ

દક્ષિણ ૨૪ પરગણા જિલ્લો

વિકિપીડિયામાંથી

દક્ષિણ ૨૪ પરગણા જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા કુલ ૧૯ (ઓગણીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. અલીપોર શહેર ખાતે વર્ધમાન જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. આ જિલ્લો પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ ૩ (ત્રણ) વિભાગો પૈકીના એક એવા પ્રેસિડેન્સી વિભાગના વહીવટી ક્ષેત્ર અંતર્ગત આવે છે.

આ જિલ્લાની એક બાજુ કોલકાતાનું શહેરી ક્ષેત્ર છે, તો બીજી બાજુ સુંદરવનનું નદીઓના મુખમાં બનેલી નહેરોનાં જાળાંમાં વસેલાં ગામો આવેલાં છે. કૃષિ, ઉદ્યોગ તેમ જ મત્સ્ય-ઉદ્યોગ અહીંના મુખ્ય ઉદ્યોગો છે. સુંદરવનમાં ગાઢ જંગલ તેમ ખારાં પાણીના દળદળમાં ઉગેલાં મૈન્ગ્રોવ નામની વનસ્પતિનાં વનો આવેલાં છે, જે ગંગા નદીના ડેલ્ટા ૨૬૦ ચોરસ કિ.મી. (૧૬૦ ચોરસ માઇલ)માં ફેલાયેલાં છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]