જલપાઈગુડી જિલ્લો
જલપાઈગુડી જિલ્લો જિલ્લો জলপাইগুড়ি জেলা | |
---|---|
પશ્ચિમ બંગાળનો જિલ્લો | |
![]() પશ્ચિમ બંગાળ જલપાઈગુડી જિલ્લો જિલ્લાનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | પશ્ચિમ બંગાળ |
પ્રાંત | જલપાઈગુડી |
મુખ્ય મથક | જલપાઈગુડી |
સરકાર | |
• લોક સભાની બેઠકો | Alipurduars, Jalpaiguri |
• વિધાન સભાની બેઠકો | Kumargram, Kalchini, Alipurduars, Falakata, Madarihat, Nagrakata, Dhupguri, Maynaguri, Mal, Dabgram-Phulbari, Jalpaiguri, Rajganj |
વસ્તી (૨૦૦૧) | |
• કુલ | ૩૪૦૩૨૦૪ |
• શહેરી | ૬૦૩,૮૪૭ |
વસ્તી | |
• સાક્ષરતા | ૬૩.૬૨ per cent[૧] |
મુખ્ય ધોરી માર્ગો | NH 31, NH 31A, NH 31C, NH 31D |
સરેરાશ વાર્ષિક વરસાદ | ૩૧૬૦ મીમી |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
જલપાઈગુડી જિલ્લો ( અંગ્રેજી:Jalpaiguri district) ( બંગાળી:জলপাইগুড়ি জেলা) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા કુલ ૧૯ (ઓગણીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આ જિલ્લો પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ ૩ (ત્રણ) વિભાગો પૈકીના એક એવા જલપાઈગુડી વિભાગના વહીવટી ક્ષેત્ર અંતર્ગત આવે છે. આ જિલ્લો જલપાઈગુડી વિભાગમાં આવેલા કુલ ૬ (છ) જિલ્લાઓ પૈકીનો સૌથી મોટો જિલ્લો છે. જલપાઈગુડી શહેર ખાતે જલપાઈગુડી જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે, જે જલપાઈગુડી વિભાગનું પણ વહીવટી મથક છે.
આ જિલ્લો પર્યટન ક્ષેત્રે, પહાડી વિસ્તાર તરીકે, રમણીય દ્દશ્યો માટે, ગાઢ જંગલો માટે, ચાના બગીચા માટે તેમ જ આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતો છે. આ જિલ્લો ૬,૨૪૫ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે. આ જિલ્લો 26° 16' અને 27° 0' ઉત્તર અક્ષાંશ તથા 88° 4' and 89° 53' પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. આ જિલ્લાની સ્થાપના ઈ. સ. ૧૮૬૯ના વર્ષમાં કરવામાં આવી હતી.
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-10. Check date values in:
|accessdate=
(મદદ)
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર category:Jalpaiguri District વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |