નદિયા જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નદિયા જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા કુલ ૧૯ (ઓગણીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. કૃષ્ણાનગર શહેર ખાતે નદિયા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. આ જિલ્લો પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ ૩ (ત્રણ) વિભાગો પૈકીના એક એવા પ્રેસિડેન્સી વિભાગના વહીવટી ક્ષેત્ર અંતર્ગત આવે છે.

નદિયા જિલ્લામાં પર્યટકો અનેક પર્યટક સ્થળોની સહેલ કરી શકે છે. નવદ્વીપ, માયાપુર, કૃષ્ણનગર, ઇસ્કોન મંદિર અને શાંતિપુર નદિયા જિલ્લામાં આવેલાં પ્રમુખ પર્યટક સ્થળો છે, જે સ્થળોના કારણે આ ક્ષેત્ર પૂરા વિશ્વમાં લોકપ્રિય છે. પર્યટક સ્થળોથી અલગ નદિયા શ્રી ચૈતન્ય મહાપ્રભુના જન્મ સ્થાન તરીકે પણ ઓળખાય છે. મહાપ્રભુનું જન્મ સ્થળ હોવાને કે કારણે અહિંયાં પર્યટકોની સાથે-સાથે શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. નદિયા ક્ષેત્રમાં પ્લાસી ખાતે બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજોના સેનાપતિ લોર્ડ ક્લાઇવ વચ્ચે ભયંકર યુદ્ધ લડાયું હતું. આ કારણે આ સ્‍થળ ઐતિહાસિક રીતે પણ ખુબજ મહત્વપૂર્ણ છે. ભારતના ઇતિહાસમાં આ યુદ્ધનું ખુબજ મહત્વ રહ્યું છે કારણ કે આ યુદ્ધ બાદ માત્ર બંગાળની જ નહીં પણ સાથે સાથે આખા ભારતની સામાજિક, આર્થિક અને રાજનીતિક સ્થિતિઓ પૂર્ણ રીતે બદલાઇ ગઈ હતી.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]