લખાણ પર જાઓ

પૂર્વ ઘાટ

વિકિપીડિયામાંથી
પૂર્વી ઘાટ અને ભારતીય ભૂગોળ

પૂર્વ ઘાટ એ પૂર્વી સમુદ્ર કિનારાને સમાંતર એક છુટી છવાયેલ ટેકરીઓની પર્વતમાળા છે. પૂર્વી ઘાટ ઉત્તરમાં પશ્ચિમ બંગાળથી શરૂ કરી ઓડિશા, આંધ્ર પ્રદેશ અને દક્ષિણમાં તમિલનાડુ સુધી ચાલે છે. આ પર્વતમાળા દક્ષિણ ભારતની ચાર મુખ્ય નદીઓ દ્વારા આ પર્વતો ખવાણ પામેલ છે. જે છે ગોદાવરી નદી, મહા નદીઓ, કૃષ્ણા નદી, અને કાવેરી નદી. આ પર્વતમાળા બંગાળના ઉપસાગરને સમાંતર ચાલે છે. દખ્ખણનો ઉચ્ચપ્રદેશ પૂર્વ ઘાટની પશ્ચિમે આવેલો છે. પૂર્વી કિનારાના મેદાનો પૂર્વ ઘાટ અને બંગાળના ઉપસાગરની વચ્ચે આવેલા છે. પૂર્વી ઘાટ પશ્ચિમ ઘાટ જેટલા ઊંચા નથી. પશ્ચિમ ઘાટની જેમ આને પણ સ્થાનીય નામે ઓળખાય છે દા.ત.આંધ્ર પ્રદેશની વેલીકોંડા પર્વતમાળા.

આના દક્ષિણ છેડે, પૂર્વી ઘાટ ઘણી નીચી ટેકરીઓની પર્વતમાળા બનાવે છે. પૂર્વી ઘાટની સૌથી દક્ષિણની ટેકરી છે નીચી સિરુમલૈ અને દક્ષિણ તમિલનાદુની કરન્થામલૈ. કાવેરીની ઉત્તર તરફની ટેકરીઓ ઊંચી છે જેમકે કોલ્લી ટેકરીઓ, પચ્ચૈ મલૈ, શેવરોય ટેકરીઓ, કલરાયન ટેકરીઓ, ચિત્તેરી પાલમલૈ. તે સિવાય મેટ્ટુર ટેકરીઓ ઉત્તર તમિલનાડુમાં આવેલ છે. ઊંચી ટેકરીઓ આસપાસના સૂકા પ્રદેશોની સરખામણીએ વધુ ઠંડી અને ભીની હોય છે અને તે કોફીના બગીચાઓ અને શુષ્ક જંગલોની ભૂમિ છે. યેરકાડ નામનું ગિરિ મથક શેવરોય પર્વતમાળામાં આવેલું છે. નિલગિરી પર્વતમાળા જે પશ્ચિમ ઘાટથી પૂર્વી તરફ કાવેરી તરફ વધે છે જે પૂર્વી અને પશ્ચિમ ઘાટને જોડતો જંગલ પર્યાવરણ ક્ષેત્ર છે. અને તે એશિયાઈ હાથી માટે ભારતનું બીજું સૌથી મોટું આશ્રય સ્થાન પુરું પાડે છે. જેથી હાથીઓ દક્ષિણ પૂર્વી ઘાટ, નિલગિરી ટેકરીઓ અને દક્ષિણ પશ્ચિમ ઘાટ સુધી વિહરવા સલામત ક્ષેત્ર આપે છે.

પેનૈયાર અને પાલાર નદીઓ કોલારના ઉચ્ચ પ્રદેશમાંથી વહી પૂર્વી ઘાટની કોતરોમાંથી વહી બંગાળના ઉપસાગરને મળે છે. આ બંને નદીઓની વચ્ચે જીવાડી ટેકરીઓ આવેલી છે. અમુક દુર્ગમ ક્ષેત્રોમાં કિલીયુર ધોધ જેવા ધોધ આવેલ છે.

પૂર્વી ઘાટનો મધ્ય ભાગમાં બે સમાંતર ટેકરીઓની માળા આવેલી છે જે ઉત્તર દક્ષિણમાં આવેલી છે. નાની વેલીકોન્ડા પર્વતમાળા પૂર્વમાં આવેલી છે અને ઔંચીપાલીકોંડા-લંકામલ્લા-નલ્લમલ્લા પશ્ચિમ તરફ આવેલા છે. પાલાર નદી આ પર્વતમાળાને ચીરીને વહે છે. વેલીકોંડા પર્વતમાળા ઉત્તર નેલ્લોરમાં ઉતરે છે. જ્યારે નલમલ્લા ટેકરીઓ કૃષ્ણા નદી સુધી આગળ વધે છે. કૃષ્ણા અને ગોદાવરી વચ્ચે નાની નાની ટેકરીઓ ની હારમાળા છે. ગોદાવરીની ઉત્તર તરફ ફરી પૂર્વી ઘાટની ઊંચાઈ વધી જાય છે. આ ટેકરીની હારમાળા આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાની સીમા બનાવે છે. સીમ્લીપાલ ગિરિમાળા પૂર્વીઘાટનો ઉત્તર છેડો મનાય છે. []

મહેન્દ્રગિરી

[ફેરફાર કરો]

પૌરાનીક કથાઓમાં વર્ણવાયેલ મહેન્દ્રગિરી એ ઓરિસ્સાના ગજપતિ જિલ્લાના પરાલખેમુન્ડીમાં આવેલ છે.

અહીંનું ક્ષેત્ર ફળદ્રુપ મનાય છે પણ અહીં જળ વિદ્યુત પશ્ચિમ ઘાટ જેટલી સફળ નથી રહી.

પશ્ચિમ ઘાટને મુકાબલે પૂર્વી ઘાટ વધુ પુરાણા છે. અને તેમનો ભૂસ્તરીય ઇતિહાસ વધુ જટિલ છે. તે પ્રાચીન મહા ખંડ રોડિનીયાના ખંડન અને પ્રાચીન મહા ખંડ ગોંડવન ના જોડાણ સાથે સંબંધીત છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]