યેરકાડ
યેરકાડ | |
— નગર — | |
યેરકાડ તળાવ
| |
| |
અક્ષાંશ-રેખાંશ | 11°46′46″N 78°12′12″E / 11.7794°N 78.2034°E |
દેશ | ભારત |
રાજ્ય | તામિલ નાડુ |
જિલ્લો | સેલમ |
વસ્તી • ગીચતા |
૩૬,૮૬૩ (૨૦૦૧) • 96/km2 (249/sq mi) |
અધિકૃત ભાષા(ઓ) | તમિલ[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
383 square kilometres (148 sq mi) • 1,515 metres (4,970 ft) |
યેરકાડ (તામિલ: ஏற்காடு) એ ભારતના તામિલ નાડુ રાજ્યમાં આવેલ સેલમ જિલ્લામાં આવેલું એક ગિરિમથક છે. આ ક્ષેત્ર પૂર્વ ઘાટમાં આવેલ શેવરી ટેકરીઓમાં આવેલું છે. આ નગર ૧૫૧૫ મી ફૂટની ઊંચાઈએ આવેલું છે. યેરકાડનું સૌથી ઊંચુ સ્થળ સર્વનન મંદિર છે. તલાવ કિનારે આવેલ એક ઉપવનના નામ પરથી આ સ્થળનું નામ પડ્યું છે જેનો અર્થ તળાવ વન એવો થાય છે.[૧] યેરકડને દક્ષિણનું રત્ન કહે છે.[૨] આ શહેર સેલમથી ૮ કિમી રસ્તા દ્વારા જોડાયેલ છે. અહીં નું તાપમાન ન તો ૨૯ સે થી ઉપર જાય છે કે નતો ૧૩ સે ની વચ્ચે રહે છે. અહીં કોફી સેવાય ખટાશ વાળા ફળો જેમકે સંતરા અહીં વિપુલ પ્રમાણમં ઉગાડાય છે આ સિવાય કેળાં, પેરુ અને જેક આદિ પણ ઉગાડાય છે. યેરકાડ પશ્ચિમ ઘાટના ગિરિમથકો જેવું જ સુંદર છે. અહીં પર્વતારોહણ કરવું એક સમય પસાર કરવાનો સુંદર ઉપાય છે.
આરક્ષિત જંગલ ક્ષેત્ર સહિત યેરકાડ તાલુકાનું ક્ષેત્રફળ ૩૮૨.૬૭ ચો કિમી છે. સમગ્ર તાલુકાનું એક નગર તરીકે જ વ્યવસ્થાપન કરાય છે અને તેને એક પંચાયત પણ છે
નામ વ્યૂત્પતિ
[ફેરફાર કરો]આ નગરનું નામ તેની મધ્યમાં આવેલ તળાવ અને ઉપવનને કારણે પડ્યું છે. તામિલ ભાષામાંયેરી મતલબ તળાવ અને કાડુ મતલબ જંગલ. આનો બીજો અર્થ સાત જંગલોઅથવા સુંદર જંગલ એવો પણ થાય છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]યેરકાડ તળાવથી ૫ કિમી દૂર આવેલ પેગોડા પોઈંટ આગળ પથ્થર યુગના અવશેષો મળી આવ્યાં છે.[૩] અર્વાચીન ઇતિહાસ અજ્ઞાત છે અને કદી શોધાયો પણ નથી. તેલુગુ રાજાઓ દ્વારા તામિળ થોંદાઈ ક્ષેત્ર પર કબજો કરાતા અહીં પહેલી વસાહત કાંચીપુરમથી આવીને વસી. મેદાની પ્રદેશના તામિલ શરણર્થી અહીં આવીને વસ્યાં.[૪]
મદ્રાસ પ્રેસીડેંસીના ગવર્નરે ૧૮૪૨માં આ સ્થળ શોધી કાઢ્યું. સેલમ જિલ્લાના સ્કોટીશ કલેક્ટરે ૧૮૨૦ અને ૧૮૨૯ દરમ્યાન અહીંના વિકાસ માટે ખૂબ પ્રયત્નો કર્યાં. અહીં કોફી, પેર આદિનું વાવતર શરૂ કરાવડાવ્યું આથી તેમને યેરકાડના પિતા કહે છે. ૧૮૨૭માં શેવરી ટેકરીઓનું પ્રથમ વખત સર્વે હાથ ધરાયો. ૧૮૪૦માં અહીં પ્રથમ યુરોપીય ઘર બંધાયું. શેવરી હીલના વાવેતરો ફક્ત કોફીના વાવેતર પર જ ધ્યાન આપતા રહ્યાં છે. ૧૮૪૦માં અહીં ચાનું વાવેતર શરૂ કરાયું. ટૂંક સ્મય માટે અહીં તજનું વાવેતર પણ શરૂ કરાયું હતું.[૫] અહીંના થંડા વાતાવરણને કારણે અહીં ઘણા મિશનરીઓ આવ્યાં અને અહીં સેક્રેડ હાર્ટૅ કોંવેંટ ફોર ગર્લ્સ, ધ નઝારેથ ગર્લ્સ હાયર સેકંડરી સ્કુલ અને મોંટફોર્ડ સ્કુલ ફોર બોય્સની સ્થાપના કરી. ત્યારબાદ ડોન બોસ્કો ભાઈઓ દ્વારા અહીં હોલી ક્રોસ નોવીશીયેટ હાઉસની સ્થાપના થઈ. જી એફ ફીશર નામના એક જર્મન યુરોપીયને અહીંની જમીન દારી ખરીદી લીધી. તેઓ આ પ્રેસીડેંસીના પહેલા અને એક માત્ર યુરોપીય જમીનદાર હતાં. તેમની પાસે ૧,૨૫,૦૦૦ એકર્સ જેટલું ક્ષેત્ર હતું.
ભૂગોળ
[ફેરફાર કરો]યેરકાડ ક્ષેત્ર એ ચાર્નોકાઈટ શ્રેણી ના આર્ચીઓન પ્લુટોનીક ખડકોનું બનેલું છે જેની વિદારણ પામેલ ખડના નિક્ષેપથી બનેલી છે. ટેકરી તરફ પહોંચવાના ત્રણ માર્ગો છે. લીલા ઘાસથી મઢેલ ટેકરી વાળો રસ્તો જ્યાં કોઈ વધુ વૃક્ષો નથી. ૩૦૦૦મીની ઊંચાઈ સુધી વાંસ ઉગાડાય છે અને તેનાથી વધુ ઊંચાઈ પર સાગ, બ્લેકવુડ અને ચંદન દેખાય છે. ૯૦૦૦ એકર ભૂમિ પર કોફીનું વાવેતર કરાય છે.
વાતાવરણ
[ફેરફાર કરો]હવામાન માહિતી Yercaud | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
મહત્તમ નોંધાયેલ °C (°F) | 17 (63) |
19 (66) |
24 (75) |
28 (82) |
30 (86) |
31 (88) |
28 (82) |
26 (79) |
24 (75) |
24 (75) |
19 (66) |
20 (68) |
31 (88) |
સરેરાશ મહત્તમ °C (°F) | 8 (46) |
9 (48) |
14 (57) |
18 (64) |
22 (72) |
23 (73) |
21 (70) |
19 (66) |
19 (66) |
17 (63) |
14 (57) |
11 (52) |
16 (61) |
સરેરાશ ન્યૂનતમ °C (°F) | 2 (36) |
3 (37) |
7 (45) |
11 (52) |
14 (57) |
16 (61) |
16 (61) |
15 (59) |
14 (57) |
11 (52) |
7 (45) |
4 (39) |
10 (50) |
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) | −9 (16) |
−8 (18) |
−6 (21) |
−1 (30) |
4 (39) |
8 (46) |
10 (50) |
11 (52) |
5 (41) |
4 (39) |
0 (32) |
−6 (21) |
−9 (16) |
સરેરાશ precipitation મીમી (ઈંચ) | 61 (2.4) |
69 (2.7) |
61 (2.4) |
53 (2.1) |
66 (2.6) |
175 (6.9) |
424 (16.7) |
434 (17.1) |
160 (6.3) |
33 (1.3) |
13 (0.5) |
28 (1.1) |
૧,૫૭૭ (62.1) |
સ્ત્રોત: wunderground.com [૬] |
અહીંનું વાતાવરણ સમષીતોષ્ણ હોય છે. અહીં શિયાળો હળવો હોય છે, જે સપ્ટેમ્બરથી ડિસેમ્બર લાંબો ચાલે છે. શિયાળામાં અહીંની ટેકરીઓ પર ધુમ્મસ છવાયેલું હોય છે. શિયાળામાં તાપમાન ૧૨°સે થી ૨૫°સે, અને ઊનાળામાં ૧૬°સે થી ૩૦°સે વચ્ચે હોય છે. અહીં ૧૫૦૦- ૨૦૦૦મિમી જેટલો વરસાદ પડે છે. એપ્રિલ મહીનામાં કોફીના વૃક્ષો પર ફૂલો ખીલે છે જે ખૂબ સુંદર દેખાય છે. તે દરમ્યાન વાતાવરણ પણ સુંદર હોય છે.
વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટી
[ફેરફાર કરો]યેરકાડમાં નેશનલ ઓર્ચિડેરિયમ અને બોટેનિકલ ગાર્ડન આવેલાં છે, બોટેનિકલ સર્વે ઓફ ઈંડિયાના દક્ષિણ ભારતીય એકમ દ્વારા આનો રખરખાવ કરવામાં આવે છે. રાષ્ટીય ફળબાગ (નેશનલ ઓર્ચિડેરિયમ)ની સ્થાપના અહીં ૧૯૬૩માં કરવામાં આવી. આનું ક્ષેત્ર ૧૮.૪ હેક્ટર છે. આમાં ૩૦૦૦ વૃક્ષો અને ૧૮૦૦ છોડવાઓ ઉગાડવામાં આવ્યાં છે. યેરકાડના ઢોળાવ પર આજે પણ દુર્લભ પ્રકાતિઓના વૃક્ષો ધરાવતા અસલના જંગલો અસ્તિત્વમાં છે. અહીંના જંગલો અને પશ્ચિમ ઘાટના જંગલોમાં ઘણી સામાન્યતા જોવા મળે છે. કોફી અને ખાટાં ફળો જેમકે સંતરા અહીં વિપુલ પ્રમાણમાં ઉગાડાય છે,આ સિવાય કેળાં, પેર અને જેક પણ ઉગાડાય છે.
અહીંની સ્થાનીય પ્રાણી સૃષ્ટીમાં ગૌર, હરણ, કીડીખાઉ, સસલાં, શિયાળ, નોળીયા, ખીસકોલીઓ, તેતર, યાયાવર અને પેરેડાઈસ ફ્લાયકેચર્સ આદિ સમાવિષ્ટ છે.
અર્થશાસ્ત્ર
[ફેરફાર કરો]પર્યટન
[ફેરફાર કરો]અહીંનો મુખ્ય વ્યવસાય પર્યટન છે ખાસ કરીને વૃક્ષોની વનરાજી અને કૉફીના બગીચાઓ માં આવેલ રિસોર્ટમાં ઈકો પર્યટન.
- યેરકાડ તળાવ: બગીચાઓ અને જંગલ મય ક્ષેત્ર દ્વારા ઘેરાયેલ સુંદર તળાવ.
- લેડીઝ સીટ: લેડીઝ સીટ આ સ્થળે રાખવામાં આવેલ ટેલીસ્કોપથી પ્રવાસીઓ નીચેના મેદાન પ્રદેશનું વિહંગાવલોકન કરી શકે છે.
- કીલીયુર ફોલ્સ: આ ૯૦ફૂટ ઊંચો એક ધોધ છે.
- સર્વારોયન મંદિર: સર્વરોયન દેવનું આ મંદિર એક ટેકરી પર આવેલ છે. અહીં દર વર્ષે મે મહિનામં મેળો ભરાય છે. આ મંદિર એક સાંકડી અને અંધારી ગુફામાં આવેલા છે તેમાં મુરુગન દેવ અને કાવેરી દેવીની મૂર્તિ છે જેમને શેવારી ટેકરીઓના ભગવાન છે.
- રીંછની ગુફા (બેયર્સ કેવ): નોર્ટનના બંગલા નજીક આવેલી આ ગુફા મુરુગન દેવનું સ્થાન મનાય છે.
- ગ્રીન હાઉસ: અહીં ઘણી પ્રજાતિઓના શાક ભાજી આદિ ઉગાડવામાં આવે છે.
- ધ ગ્રેંજ: આ યેરકાડની સૌથી પ્રાચીન ઈમારતોમાંની એક છે,આનું બાંધકામ ૧૮૨૦માં કરયું હતું. આને તે સમયના જિલ્લા કલેક્ટર એમ ડી કુકબર્ન દ્વારા બંધાવાયું હતું. આ તેજ વ્યક્તિ હતાં જેમણે અરેબિયાથી અહીં કોફીનું અને દક્ષિણ આફ્રીકાથી સફરજ મંગાવી તેનું વાવેતર શરૂ કરાવ્યું. આ સ્થળ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં તે સમ્યના ભારતના ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઈવનું ઉનાળુ નિવાસ હતું.
- પૅગોડા પોઈંટ: આ એક અન્ય નીરીક્ષણ સ્થળ છે; એક સમયે અહીં પથ્થરથી બનેલા પેગોડા આવેલ હતાં, હવે અહીં મોટું મંદિર છે.
- રેશમ ઉદ્યાન અને રોઝ ગાર્ડન: લેડીઝ સીટની ખૂબ નજીકમાં એક રેશમના કીડાનું ઉછેર કેંદ્ર છે. યેરકાડથી બે કિમી દૂર એજ વાડી છે જેમાં મલબેરીનું વાવેતર, રેશમના કીડાનો ઉછેર છે અને રેશમનું વણાટ આદિ બતાવવામાં આવે છે. રોઝ ગાર્ડનમાં વિવિધ પ્રજાતિના ગુલાબ ઉગાડવામાં આવ્યાં છે. આ ઉદ્યાનમાં એક રોપવાટિકા છે જે રોપ વેચે છે.
- યેરકાડમાં પર્વતારોહણ: યેરકાડ આ ક્ષેત્રનું એક મુખ્ય પર્વતારોહણ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. અહીં પર્વતારોહણ ના ઘણા કાર્યક્ર્મ યોજવામાં આવે છે.
- ફેરહોલ્મ બંગલો: ફેરહોલ્મ બંગલો એ ટીપ્પરરી રોડ પર આવેલ એક પ્રચીન ધરોહર બંગલો છે. એક મિસ પોપએ તેને આજના માલિકોને વેચ્યો જેમણે તેને એક હેરિટેજ હોટેલમાં ફેરવી દીધો. આમાં પ્રાચીન રાચરચીલું અને આગ ભઠ્ઠી છે.
ખેતી
[ફેરફાર કરો]આવકનું એક અન્ય સાધન છે ખેતી. અહીંનો મુલ્હ્ય પાક કૉફી છે. ૧૮૨૦માં ગ્રંજ એસ્ટેટમાં કૉફીનું વાવેતર કરાતું. આ સિવાય ફણસ, નારંગી, પેરુ અને મસાલા જેમકે મરી અને એલચી પણ અહીં ઉગાડાય છે. ચંદન, સાગ અને સીલ્વર ઓક આદિ અહીં ઉગે છે.
વસતિ
[ફેરફાર કરો]૨૦૦૧ની વસતિ ગણતરી અનુસાર અહીંની વસતિ ૪૦,૦૦૦ હતી. અહીં સ્થાનીય જનજાતિની વસતિ ૨૪,૪૪૯ હતી.[૭] સ્થાનીય લોકો મોટે ભાગે યેરકાડુ જાતિના છે. અહીંના મૂળ લોકો મલયાલી (પર્વતી માનવ) અથવા વેલ્લાલાઓ તરીકે ઓળખાય છે. તેઓ અહીંની મૂળ રહેવાસી નથી પણ ૫૦૦ વર્ષ પૂર્વે મુસ્લીમ આર્કોટ શાસન કાળ દરમ્યાન કાંચીપુરમથી સ્થળાંતરીત લોકો છે.[૮]
અહીં તામિલ અને અંગ્રેજી ભાષા બોલાય છે.
અહીં વસતિનું ઘનત્વ ૧૦૨ વ્યક્તિ પ્રતિ ચો કિમી છે. વસતિ વધારાનો દર ૨૦% છે અને આ ગ્રામીણ ક્ષેત્ર છે. અહીં સાક્ષરતાનો દર ૬૨% છે.[૭]
ઉત્સવો
[ફેરફાર કરો]ઋતુ | મહીના |
મુખ્ય વ્યસ્ત કાળ | માર્ચ–જૂન |
અલ્પ વ્યસ્ત કાળ | ફેબ્રુઆરી-માર્ચ; જુલાઈ–સપ્ટેમ્બર |
દ્વીતીય ઋતુ | ઓક્ટોબર–ફેબ્રુઆરી |
અહીં મે મહિનાની મધ્યમાં ઉનાળુ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં અહીંના દેવ સર્વનનની માનમાં મેળો ભરાય છે. આ ૭ દિવસમાં ફૂલોની સજાવટ, કૂતરાના ખેલ, નૌકા દોડ અને ગ્રામીણ મેળો ભરાય છે.
વાહનવ્યવહાર
[ફેરફાર કરો]આ સ્થળ તામિલનાડુના સેલમ જિલ્લામાં આવેલું છે. અહીંથી સૌથી નજીકનું શહેર સેલમ છે જે અહીંથી ૩૬ કિમી દૂર આવેલું છે. આ સ્થળ ચેન્નઈથી ૩૫૫ કિમી અને કોઈમ્બતૂરથી ૧૯૫ કિમી દૂર છે. અહીંથી સૌથી નજીકનું હવાઈ મથક સેલમ ૩૮ કિમી, ત્રિચિરાપલ્લી ૧૬૫ કિમી; અને કોઈમ્બતૂર ૧૯૫ કિમી દૂર આવેલું છે. સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન સેલમ ૩૯ કિમી દૂર છે.
વહીવટ અને રાજનિતી
[ફેરફાર કરો]સ્થાનીય લોકો અનુસાર પહેલાં શેવરોય ક્ષેત્રમાં સેલુનાડુ ( સર્વનન મંદિરનો દક્ષિણ તરફનો ભાગ) મુટ્ટુનાડુ ( શેવરોયન મંદિરની આસપાસનું ક્ષેત્ર) અને મોગાનાડુ ( મંદિરનો ઉત્તર તરફનું ક્ષેત્ર) નો સમવેશ થતો હતો. ૧૮૪૨માં અહીંની જનજાતિના પટ્ટાકરારનું (પ્રમુખ) મૃત્ય થયું ત્યાર બાદ મલયલીઓ વચ્ચે અંટસ ઊભો થયો. વારસદારના આ યુદ્ધનો ફાયદો ઉપાડી અંગ્રેજોએ ૧૮૪૨માં આ ક્ષેત્ર પોતને હસ્તક કરી લીધું. ગ્રેંહ યેરકાડ ૧૮૨૦માં બનાવવામાં આવ્યું. ૧૮૫૭ના રાષ્ટ્રીય ઉત્થાન પછી ભવશ અંગ્રેજોએ આ ગ્રેંજની ચારે તરફ કિલ્લો ચણાવ્યો. તેમાં તોપ બેસાડવામાં આવી. ૬ મહિનાનું ખાધ્ય સામાન સંગ્રહ કરવામાં આવતો જેથી ઘેરો થાય તો છ મહિના ટકી રહેવાય. ક્રાંતિ થાય તો સૌ યુરોપીય લોકોને કિલ્લામાં આવી જવાની સૂચના હતી.
૧૪ ઓક્ટોબર ૧૯૯૭ સુધી આ સ્થળ ઉપ-તાલુકા ક્ષેત્ર હતું. ૧૫ ઓક્ટોબર ૧૯૯૭ પછી આ તાલુકા ક્ષેત્ર બન્યું. અહીંના ૬૭ ગામને ૯ રાજ્યસ્વ ક્ષેત્રોમાં વિભાજીત કરાયું છે જેમાં એક વિકાસ અધિકારી હોય છે. યેરકાડ તલુકાને ૩ ફીરકામાં વહેંચાયું છે જે છે યેરકાડૢ વેલ્લક્કાડી અને પુથુર.
યેરકાડ વિધાન સભા ક્ષેત્ર (અનુસુચિત જનજાતિ ક્ષેત્ર) છે અને તે સેલમ લોકસભા ક્ષેત્રનો એક ભાગ છે.[૧૦]
શિક્ષણ
[ફેરફાર કરો]મોંટફોર્ટ સ્કુલ એ એક રહેવાની સગવડ ધરાવતી શાળા છે જેની સ્થપના ૧૯૧૭ માં થઈ હતી.
ભવાની મેમોરિયલ સ્કુલ એ ભવાની અનંથરામન મેમોરિયલ ફાઉંડેશન દ્વારા ચલાવાતી શાળા છે.
ચિત્રદીર્ઘા
[ફેરફાર કરો]-
યેરકાડ નજીક કીલિયુર ધોધ
-
પેગોડા પોઈંટ નજીક એક મેઘધનુષ
-
સેલમ શહેરનું રાતનું દ્રશ્ય
-
યેરકાડનો એક શાંત રસ્તો
-
યેરકાડ- પ્રકૃતિ - ભૂરુ આકાશ
-
યેરકાડ નગર દ્રશ્ય
-
યેરકાડ દ્રશ્ય
-
યેરકાડ- પ્રકૃતિક દ્રશ્ય
-
બોટેનીકલ ગાર્ડન , યેરકાડ
-
યેરકાડમાં સૂર્યાસ્ત
-
લેડીઝ સીટ પરથી દેખાતું દ્રશ્ય
-
વાદાળ છાયું યેરકાડ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Manual of the administration of the Madras presidency By Madras (India : Presidency)
- ↑ http://www.tamilnadutourism.org/HillStation/HillStationMain.aspx
- ↑ http://www.tribuneindia.com/2000/20000917/spectrum/travel.htm
- ↑ Southern India: its history, people, commerce, and industrial resources By Somerset Playne, J. W. Bond, Arnold Wright
- ↑ The magic mountains: hill stations and the British raj By Dane Keith Kennedy
- ↑ "Historical Weather for Delhi, India". Weather Underground. મૂળ માંથી જાન્યુઆરી 6, 2019 પર સંગ્રહિત. મેળવેલ November 27, 2008.
- ↑ ૭.૦ ૭.૧ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2011-07-27 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-05.
- ↑ Gazetteer of South India By W. Francis
- ↑ http://images.google.ca/imgres?imgurl=http://www.placenspace.com/images/vancefox.jpg&imgrefurl=http://www.placenspace.com/Timeshare/yarcaud.htm&usg=__A5MwJ5jh7vSfyQ_gQ2JHcsfntZs=&h=625&w=800&sz=373&hl=en&start=4&um=1&itbs=1&tbnid=4Q0rUFkCS4PZ3M:&tbnh=112&tbnw=143&prev=/images%3Fq%3Dyercaud%26hl%3Den%26sa%3DX%26um%3D1
- ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. મૂળ (PDF) માંથી 2008-10-31 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-09.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- યેરકાડ શિયાળો સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૦ ના રોજ વેબેક મશિન
- ગોટુ યેરકાડ વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૧-૦૩-૦૧ ના રોજ વેબેક મશિન