કેદારનાથ જ્યોતિર્લિંગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કેદારનાથ જ્યોતિર્લિંગ
કેદારનાથ ધામ
Kedarnath Temple.jpg
કેદારનાથ જ્યોતિર્લિંગ ધામ
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોરુદ્રપ્રયાગ જિલ્લો
દેવી-દેવતાકેદારનાથ, શિવ
સ્થાન
સ્થાનકેદારનાથ
રાજ્યઉત્તરાખંડ
દેશભારત
કેદારનાથ જ્યોતિર્લિંગ is located in Uttarakhand
કેદારનાથ જ્યોતિર્લિંગ
ઉત્તરાખંડમાં સ્થાન
અક્ષાંસ-રેખાંશ30°44′6.7″N 79°4′0.9″E / 30.735194°N 79.066917°E / 30.735194; 79.066917

કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ (કેદારનાથ મંદિર) એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખીમઠ ખાતે પૂજનઅર્ચન અર્થે લાવવામાં આવે છે. આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે કેદારના નાથ તરીકે પૂજવામાં આવે છે.

પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને શ્રી આદિ શંકરાચાર્યએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.

બાર જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી આથી પગપાળા કે ઘોડા પર સવાર થ‌ઈ અથવા ડોળી (પાલખી) દ્વારા જ‌વું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી.[૧]જેટલા અંતરે આવેલું છે.

ઇ.સ. ૨૦૧૩માં આવેલા પૂરને કારણે ગૌરીકુંડથી રામબાડાનો જૂનો રસ્તો સંપૂર્ણ પણે ધોવાઈ ચુક્યો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "કેદારનાથ જ્યોતિર્લિંગ".