મલ્લિકાર્જુન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મલ્લિકાર્જુન
શ્રી મલ્લિકાર્જુન સ્વામી મંદિર
Srisailam-temple-entrance.jpg
શ્રીશૈલમ દેવસ્થાનનું પ્રવેશ દ્વાર
મલ્લિકાર્જુન is located in Andhra Pradesh
મલ્લિકાર્જુન
આંધ્ર પ્રદેશના નક્શામાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાન શ્રીશૈલમ
ભૌગોલિક સ્થાન 16°04′27″N 78°52′05″E / 16.07417°N 78.86806°E / 16.07417; 78.86806
જોડાણ હિંદુ
દેવી-દેવતા મલ્લિકાર્જુન (શિવ)
તહેવાર મહાશિવરાત્રિ
રાજ્ય આંધ્ર પ્રદેશ
દેશ ભારત
સોનેરી ગોપુરમ

શ્રી મલ્લિકાર્જુન સ્વામીભારતના આંધ્ર પ્રદેશના શ્રી શૈલમમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે.[૧] આ સ્થાન ૨૭૫ પાદલ પેત્ર સ્થાનમાંનુ એક છે.

કથા[ફેરફાર કરો]

જ્યારે ભગવાન શિવ અને પાર્વતીએ તેમના પુત્ર ગણેશ અને કાર્તિકેય કે મુરુગનના વિવાહ કરવાનું નક્કી કર્યું ત્યારે પ્રથમ વિવાહ કોના થશે તેના પર વિવાદ થયો. ભગવાન શિવ એ એવો નિવેડો લાવ્યો કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલો પાછો આવશે તેના વિવાહ પ્રથમ થશે. મુરુગન પોતાના વાહન પર આરુઢ થઈ પ્રદક્ષિણા માટે નીકળી પડ્યાં. તેઓ પાછા આવે તે પહેલા શ્રી ગણેશે માતા પિતાની પ્રદક્ષિણા વિશ્વની પ્રદક્ષિણા સમાન છે તે શાસ્ત્રોક્તિ અનુસાર તેમની સાત વાર પ્રદક્ષિણા કરી લીધી. ભગવાન શિવ એ વિશ્વરૂપનની પુત્રીઓ રિદ્ધિ અને સિદઘીના વિવાહ શ્રી ગણેશ સાથે કરી આપ્યાં. મુરુગન પાછા આવીને આ વાતની જાણ થતાં ક્રોધે ભરાયા અને તેઓ તેઓ ક્રવુંજા નામના પર્વત પર કુમારબ્રહ્મચારીના નામે એકલા રહેવાં ચાલ્યાં ગયાં. પોતાના પિતાને મનાવવા માટે આવતાં જોઈને તેઓ અન્ય સ્થળે ચાલ્યાં ગયાં, પણ દેવોની વિનંતિથી તેઓ ત્યાં પાસે જ રોકાયા. જે સ્થળે શંકર અને પાર્વતી રોકાયા તે સ્થળ શ્રી શૈલમ તરીકે ઓળખાય છે. એમ કહેવાય છે કે દર અમાસે શંકર મુરુગનની મુલાકાતે આવે છે અને દર પુનમે પાર્વતી તેમને મળવા આવે છે.[૨]

આ મંદિરનું દ્વાર પૂર્વ દિશામાં છે. કેંદ્રીય મંડપમાં ઘણાં સ્તંભો છે અને તેમાં નાડિકેશ્વરની ખૂબ મોટી મૂર્તિ છે. મહા શિવરાત્રિ આ મંદિરનો સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર છે.

પરિવહન[ફેરફાર કરો]

  • સૌથી નજીકનું હવાઈ મથક: હૈદરાબાદ (૧૭૫ કિમી).
  • સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન: મર્કાપુર રોડ ઓઁગોલે નાંદયાલ
  • રસ્તા માર્ગે: હૈદરાબાદ-મહેબુબ નગર (રા. મા - ૭)- શ્રી શૈલમ મઁદિર / ઓંગોલે - મર્કાપુર - શ્રી શૈલમ મંદિર / ગુટી - નાન્દયાલ - આત્માકુર - શ્રી શૈલમ મંદિર.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]