નારદ મુનિ

વિકિપીડિયામાંથી

નારદ (Sanskrit: नारद, nārada) અથવા નારદ મુનિને પરમ પિતા બ્રહ્માના માનસ પુત્ર માનવામાં આવે છે કારણ કે તેમનો જન્મ બ્રહ્માના મનથી થયેલો. તેઓ ત્રણે લોકમા મુક્ત રીતે વિચરતા હોવાથી ત્રિલોકસંચારિ તરીકે પણ પ્રસિદ્ધ છે. તેઓને પ્રથમ નાટ્યયોગી પણ માનવામાં આવે છે. વળી તેમના નટખટ સ્વભાવને પરિણામે કલહ્ થતો હોવાથી તેમને કલહપ્રિયનુ બિરુદ પણ મળેલ છે. વૈષ્ણવ સંપ્રદાયમાં નારદ મુનિનુ એક આગવું સ્થાન છે. પુરાણોમાં તેમનો સમાવેશ ભગવાન વિષ્ણુના બાર મહાજનો અથવા મહાન ભક્તોમાં થાય છે. ઋષિ બન્યા પહેલા, તેમના પૂર્વ જન્મમાં તેઓ ગંધર્વ હોવાથી તેઓને દેવર્ષિ ગણવામાં આવે છે.

તપ દ્વારા તેમને નારાયણે 'મહતી' નામની વીણા આપી અને સાથે વરદાન આપ્યું કે તું જયારે આ વીણા વગાડીશ ત્યારે હું પ્રગટ થઈશ. આજ વીણા વડે તેઓ રુચાઓ, મંત્રો અને સ્તુતિઓ રચે છે. તેમણે ભક્તિયોગનુ નિરુપણ તેમના નારદ ભકિતસૂત્રમાં કરેલુ જોવા મળે છે.