તવા નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

તવા નદી નર્મદા નદીની એક ઉપનદી છે. આ નદી સાતપુડા પર્વતમાળામાં આવેલા બેતુલ જિલ્લામાંથી નીકળી હોશંગાબાદ જિલ્લામાં આવેલા બાન્દ્રાભન (Bandra Bhan) ગામ પાસે નર્મદા નદીમાં મળી જાય છે. નર્મદા નદીની ઉપનદીઓ પૈકીની સૌથી મોટી એવી આ નદી કુલ ૧૭૨ કિલોમીટર (૧૦૭ માઈલ) જેટલું અંતર કાપે છે. આ નદી પર ઈ. સ. ૧૯૭૮ના વર્ષમાં તવા બંધ બાંધવામાં આવ્યો છે, જેના વડે રચાયેલા સરોવરમાં કુલ ૪૪ ગામો ડુબાણમાં ગયા હતાં[૧].

આ નદીની ખીણમાં ગાઢ જંગલો આવેલાં છે, જેને અંગ્રેજોના શાસન વેળા ઈ. સ. ૧૮૬૫ના વર્ષમાં બોરી રીઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં આ જંગલ બોરી અભયારણ્ય તરીકે ઓળખાય છે, જે પંચમઢી રક્ષિત ક્ષેત્ર અંતર્ગત આવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Tawa River". India9. Retrieved ૧૯ ઓગસ્ટ ૨૦૧૦.