રાયસેન જિલ્લો
Appearance
રાયસેન જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. રાયસેન જિલ્લાનું મુખ્ય મથક રાયસેન શહેરમાં આવેલું છે.
રાયસેન જિલ્લો ભૌગોલિક રીતે ૨૨ ૪૭' અને ૨૩ ૩૩' ઉત્તર અક્ષાંસ તેમ જ ૭૭ ૨૧' અને ૭૮ ૪૯' પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. આ જિલ્લાની પશ્ચિમ દિશામાં સિહોર જિલ્લો, ઉત્તર દિશામાં વિદિશા જિલ્લો, પૂર્વ તેમ જ દક્ષિણ-પૂર્વ દિશામાં સાગર જિલ્લો, દક્ષિણ-પૂર્વ દિશામાં નરસિંહપુર જિલ્લો, અને દક્ષિણ દિશામાં હોશંગાબાદ જિલ્લો અને સિહોર જિલ્લો આવેલા છે. રાયસેન નામ અહીં આવેલા વિશાળ રાયસેન દુર્ગ પરથી પડ્યું છે. આ કિલ્લો રેતાળ પથ્થરો વડે બનેલા ટેકરા પર બાંધવામાં આવેલો છે અને તેની તળેટીમાં રાયસેન નગર વસેલું છે. રાયસેન નામ લગભગ રાજવાસીની અથવા રાજસયન (રાજનિવાસ) શબ્દમાંથી અપભ્રંશ થયેલું કહેવાય છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |