લખાણ પર જાઓ

બુંદેલખંડ

વિકિપીડિયામાંથી
ઓરછાનો કિલ્લો

બુંદેલખંડ મધ્ય ભારતમાં આવેલું એક પ્રાચીન ક્ષેત્ર છે. આ ખંડનો વિસ્તાર મધ્ય પ્રદેશ તથા ઉત્તર પ્રદેશ એમ બંન્ને રાજ્યોમાં આવેલો છે. બુંદેલી ભાષા આ ક્ષેત્રની મુખ્ય બોલી છે. ભૌગોલિક અને સાંસ્‍કૃતિક વિવિધતાઓ હોવા છતાં બુંદેલખંડ વિસ્તારમાં જે એકતા અને સમરસતા જોવા મળે છે, જેના કારણે આ ક્ષેત્ર ભારતીય ઉપખંડનું સોથી અનોખું ક્ષેત્ર બન્યું છે. અનેક શાસકો અને વંશોના શાસનનો ઇતિહાસ હોવા છતાં બુંદેલખંડની પોતાની અલગ ઐતિહાસિક, સામાજિક અને સાંસ્‍કૃતિક વિરાસત છે. બુંદેલી માટીમાં જન્‍મેલી અનેક વિભૂતિઓએ ન કેવળ પોતાના પણ આ પ્રદેશનું નામ પણ ખૂબ રોશન કર્યું છે અને ઇતિહાસમાં અમર થઇ ગયા. આલ્હા-ઊદલ, ઈસુરી, કવિ પદ્માકર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ડૉ. હરિસિંહ ગૌર આદિ અનેક મહાન વિભૂતિઓ આ ક્ષેત્ર સાથે સંબંદ્ધ ધરાવે છે.