લખાણ પર જાઓ

બેતવા નદી

વિકિપીડિયામાંથી

બેતવા નદી (હિંદી ભાષા: बेतवा नदी) ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં વહેતી એક મહત્વની નદી છે. આ નદી યમુના નદીની સહાયક નદી (ઉપનદી) છે. બેતવા નદી મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા ભોપાલ નજીકથી નિકળીને ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વહેતી ભોપાલ, વિદિશા, ઝાંસી, જાલૌલ વગેરે જિલ્લાઓમાંથી પસાર થાય છે. આ નદી શરુઆતમાં કેટલાંક નાનાંમોટાં ઝરણાં રૂપે જોવા મળે છે. પણ ત્યારબાદ ઝાંસી શહેર નજીક આવતાં કાંપના મેદાનમાં ધીરે-ધીરે વહેતી પોતાનું મોટી નદી તરીકેનું સ્વરૂપ ધારણ કરે છે. આ નદી તેના મુખથી નીકળી ૪૮૦ કિલોમીટર જેટલી લાંબી સફર ખેડી, હમીરપુર શહેર નજીક યમુના નદીમાં ભળી જાય છે. આ નદીના કિનારે સાંચી અને વિદિશા નામનાં પ્રસિદ્ધ તેમજ સાંસ્કૃતિક નગર વસેલાં છે.