ચિત્રવિચિત્રનો મેળો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ચિત્રવિચિત્રનો મેળો ભારત દેશના ગુજરાત રાજ્યનાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશિના તાલુકાના ગુણભાંખરી ગામમાં, મહાભારત કાળનાં ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ખાતે હોળીનાં તહેવાર પછીના ૧૪મા દિવસે યોજવામાં આવે છે. આ મંદિર સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે.[૧]

ગુજરાત તેમ જ રાજસ્થાન રાજ્યોમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓનાં ખોળામાં આવેલા આ વિસ્તારમાં આદિકાળથી આદિવાસીઓ વસવાટ કરે છે. કુદરતનાં સાનિધ્યમાં તેમ જ ગાઢ જંગલોમાં વસતી આદિવાસી પ્રજાનાં તહેવારો, ઉત્સવો, રીતરિવાજો, પરંપરાઓ તેમ જ પોશાકો એમનો મિજાજની ચિત્રવિચિત્રનાં મેળામાં માણવા મળે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "KCG - Portal of Journals". www.kcgjournal.org. Retrieved ૨૬ જાન્યુઆરી ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]