ધરોઈ બંધ
Appearance
ધરોઇ બંધ | |
---|---|
ધરોઇ બંધ, ચોમાસાં પહેલાં. | |
અધિકૃત નામ | ધરોઇ વોટર રિસોર્સિસ પ્રોજેક્ટ |
દેશ | ભારત |
સ્થળ | મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓ |
અક્ષાંશ-રેખાંશ | 24°0′16″N 72°51′13″E / 24.00444°N 72.85361°E |
હેતુ | સિંચાઇ અને પાણી પુરવઠો |
સ્થિતિ | સક્રિય |
બાંધકામ શરુઆત | ૧૯૭૧ |
ઉદ્ઘાટન તારીખ | ૧૯૭૮ |
બાંધકામ ખર્ચ | રૂપિયા ૯,૬૦૦ લાખ |
બંધ અને સ્પિલવે | |
નદી | સાબરમતી નદી |
ઊંચાઇ (પાયો) | 45.87 metres (150 ft) |
લંબાઈ | 1,207 metres (4,000 ft) |
સ્પિલવે | ૧૨ ચક્રિય |
સ્પિલવે પ્રકાર | ઓગી |
સ્પિલવે ક્ષમતા | 21662 m3/s |
સરોવર | |
કુલ ક્ષમતા | 907.88 મિલિયન ક્યુબિક મીટર (MCM) |
સ્ત્રાવ વિસ્તાર | 5,475 square kilometres (5.9×1010 sq ft) |
સપાટી વિસ્તાર | 107 square kilometres (1.2×109 sq ft) |
ઊર્જા મથક | |
જળઊર્જા પ્રકાર | પરંપરાગત |
Hydraulic head | 31.7 metres (100 ft) |
સ્થાપિત ક્ષમતા | 1.4 MW |
વેબસાઈટ ધરોઇ બંધ |
ધરોઈ બંધ એ ગુરુત્વાકર્ષણ આધારિત બંધ છે જે સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલ છે. તે મહેસાણા જિલ્લાના ધરોઈ ગામ નજીક આવેલ છે.
૧૯૭૮માં પૂર્ણ થયેલ આ બંધનો હેતુ સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન અને પૂરનિયંત્રણ છે.[૧] ૧૯ ગામો આંશિક અને ૨૮ ગામો સંપૂર્ણપણે આ બંધ બાંધવાથી ડૂબી ગયેલા જેનું પુનર્સ્થાપન કરવામાં આવેલું. કુલ ૩૪૯.૩૯ હેક્ટર જંગલ જમીન, ૨,૭૨૭.૫૫ હેક્ટર પડતર જમીન અને ૭,૪૮૯.૮૭ હેક્ટર ખેતીલાયક જમીન આ બંધના પાણી હેઠળ ડૂબી ગયેલી છે.[૨]
૨૦૦૭-૮માં ૩૧,૩૯૩ હેક્ટર જમીનને આ બંધ દ્વારા સિંચાઈ ઉપલબ્ધ થયેલી.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Dharoi dam brimming over". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૨ સપ્ટેમ્બર ૨૦૧૧. મૂળ માંથી 2013-06-29 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ એપ્રિલ ૨૦૧૩.
- ↑ ૨.૦ ૨.૧ "Dharoi Water Resources Project". Government of Gujarat. Narmada, Water Resources, Water Supply and Kalpsar Department (Water Resources Division). મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ એપ્રિલ ૨૦૧૩.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર ધરોઇ બંધ સંબંધિત માધ્યમો છે.