દિગંબર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

જૈન ધર્મ ના બે સંપ્રદાય છે.[૧]શ્વેતાંબર, [૨]દિગંબરદિગંબર જૈન ધર્મનો ઇતિહાસ આ પ્રમાણે છે:

મહાવીર ભગવાનના નિર્વાણ પછી ૬૨ વર્ષમાં ૩ કેવળી થઈ ગયા: ૧. ગૌતમ સ્વામી ૨. સુધર્મ સ્વામી ૩. જમ્બુ સ્વામી.

તેમના પછી પાંચ શ્રુતકેવળી થઈ ગયા: ૧. વિષ્ણુદેવ ૨. નંદીમિત્ર ૩. અપરાજિત ૪. ગોવર્ધન ૫. ભદ્રબાહુ .

ભદ્રબાહુએ અવધિ જ્ઞાનથી જાણ્યું કે ઉત્તર ભારતમાં દુકાળ પડવાનો છે. તેથી તેમણે દુકાળ પડ્યા પહેલા સંઘ સાથે દક્ષિણ ભારત તરફ ગમન કર્યું. તેમના પછી પરંપરામાં ધરસેન આચાર્ય અને ગુણભદ્ર આચાર્ય થઈ ગયા. ધરસેન આચાર્ય ગિરનારની ગુફામાં રહેતા હતા. તેમણે પોતાનું જ્ઞાન પુષ્પદંત મુનિને અને ભુતબલી મુનિને દક્ષિણ ભારતથી બોલાવીને આપ્યું, જેમણે ષટ્ખંડાગમ આદિ શાસ્ત્રો રચ્યા. ગુણભદ્ર આચાર્યની પરંપરામાં કુન્દ કુન્દ આચાર્ય અને અમૃત ચંદ્ર આચાર્ય થયા, જેમણે સમયસાર આદિ શાસ્ત્રો રચ્યા.

દિગંબર જૈન ધર્મના અભ્યાસ અને પ્રભાવના કરનારા શ્રાવકોમાં મુખ્ય નામો નીચે પ્રમાણે છે: ૧. પંડિતપ્રવર આચાર્યકલ્પ ટોડરમલજી ૨. પંડિત બનારસી દાસજી ૩. પંડિત દૌલત રામજી ૪. શ્રીમદ્ રાજચંદ્ર ૫. કાનજી સ્વામી

૬. ચંપા બેન