કાળો ડુંગર
કાળો ડુંગર | |
---|---|
કાળા ડુંગર પરનું સ્મારક | |
શિખર માહિતી | |
ઉંચાઇ | 458 m (1,503 ft) |
અક્ષાંસ-રેખાંશ | 23°56′03″N 69°48′50″E / 23.93417°N 69.81389°E |
ભૂગોળ | |
સ્થાન | ખાવડા, કચ્છ જિલ્લો, ગુજરાત, ભારત |
કાળો ડુંગર કચ્છનું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ ૪૫૮ મીટર છે. તે જિલ્લાના મુખ્ય શહેર ભુજથી ૯૭ કિમી દૂર આવેલો છે અને સૌથી નજીકનું શહેર ખાવડા છે.[૧][૨][૩]
આ કદાચ એક માત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો ૩૬૦ અંશનો દેખાવ જોવા મળે છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું છે; તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઇ શકે છે.[૧][૨][૩]
કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂનાં દત્તાત્રેય મંદિર માટે જાણીતો છે. દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું. તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધાં પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા માંડ્યા. આના કારણે છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરનો પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે.[૧][૨][૩]
બીજી દંતકથા મુજબ લખ્ખ ગુરૂ કાળા ડુંગર પર રહેતા હતાં અને ભગવાન દત્તાત્રેયના પૂજક હતા. તેઓ જંગલી શિયાળોને ભોજન આપતા હતા. એક દિવસ તેમની પાસે કોઇ ભોજન નહોતું જેથી તેમણે પોતાના શરીરનો ભાગ કાપીને શિયાળોને ખાવા આપ્યો અને કહ્યું, “લે અંગ!’. સદીઓ પછી આ અપભ્રંશ થઇને ‘લોંગ’ બન્યું.[૨]
માગસર સુદ પૂનમના દિવસે અહીં દત્તાત્રેય જયંતિની ઉજવણી થાય છે.[૪]
કાળા ડુંગર પર વિચિત્ર ઘટના અનુભવાય છે જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA), ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રીસર્ચ, ગાંધીનગર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, કાનપુરના સભ્યોએ આ ઘટના વિશે સંશોધન કર્યું.[૫] તેમણે તારણ કાઢ્યું કે વાહનો તીવ્ર ઢાળને કારણે વધુ ઝડપ મેળવે છે.[૬]
છબીઓ
[ફેરફાર કરો]-
કાળો ડુંગર
-
કાળો ડુંગર
-
કાળા ડુંગરમાંથી દેખાવ
-
કાળા ડુંગરમાંથી દેખાવ
-
કાળા ડુંગરમાંથી દેખાવ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "The Black Hills (Kalo Dungar)". મૂળ માંથી 2011-10-28 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-19.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ bichhubooti (2010-06-16). "The Jackals and Legend of Kalo Dungar". Edge of a Fringe (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-19.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ Desai, Anjali H. (2007). India Guide Gujarat (અંગ્રેજીમાં). India Guide Publications. ISBN 978-0-9789517-0-2.
- ↑ "સૌથી ઉંચા કાળા ડુંગર પર બિરાજીને કચ્છના રખોપા કરતા દત્તાત્રેય મહારાજ". www.gujaratsamachar.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-05-08.
- ↑ Kaushik, Himanshu. "Experts set to probe mystery roll-down at Kalo Dungar | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-19.
- ↑ Kaushik, Himanshu (૨૦ ઓક્ટોબર ૨૦૧૧). "Nothing magnetic about Kala Dungar". The Times of India. મેળવેલ ૭ ફેબ્રુઆરી ૨૦૧૬.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]