તળાજા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
તળાજા
तळाजा/Talaja
તાલધ્વજગિરિ
—  નગર  —
તળાજાનો ડુંગર
તળાજાના ડુંગરનું દૃષ્ય
તળાજાનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°21′00″N 72°02′00″E / 21.349862°N 72.033427°E / 21.349862; 72.033427Coordinates: 21°21′00″N 72°02′00″E / 21.349862°N 72.033427°E / 21.349862; 72.033427
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
વસ્તી ૨૬,૧૮૭ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• ૧૯ મીટર (૬૨ ફુ)

તળાજા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં આવેલું એક નગર છે, જે સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે શેત્રુંજી અને તળાજી નદીને કાંઠે વસેલું છે. તળાજા, તળાજા તાલુકાનું મુખ્ય મથક પણ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

એભલ મંડપ

તળાજા ગુજરાતના જાણીતા સંતકવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે. પાછળથી તેઓ જૂનાગઢમાં સ્થાયી થયા હતાં. પ્રાચીનકાળમાં તળાજા "તાલધ્વજ" નામથી પણ ઓળખાતું હતું.

તેની સુંદર રમણીય ટેકરીની ઉત્તર અને પશ્ચિમ બાજુએ બૌદ્ધ સ્પાથત્ય શૈલીમાં કંડારેલી તળાજા ગુફાઓ આવેલી છે. આમાંની એક ગુફા, જેને એભલ મંડપ તરીકે ઓળખવામાં આવે છે, મોટા ચોરસખંડની બનેલી છે તથા ૨૩ મીટર લંબાઈ, ૨૧ મીટર પહોળાઇ અને ૧૫.૫ મીટર ઉંચાઇ ધરાવે છે. ગુફાનો આગલો ભાગ ચાર મોટા ચોરસ થાંભલાથી ટેકવેલો હોય એમ લાગે છે, આ થાંભલાઓ હાલ હયાત નથી. આ થાંભલા ઉપરના પથ્થરના પાટડાઓ ઉપર ચોરસ ચોકડીઓ પાડી તે ઉપર નાની કમાનો બનાવી એક પ્રકારની શોભા આપેલી છે. કહેવાય છે કે, આવા પ્રકારની ગોઠવણ પ્રાચીન બૌદ્ધ સ્થપતિઓને બહુ જ પસંદ પડતી. આ એક ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નેજા તળે રક્ષીત સ્મારક છે.[૧]. આ એભલ મંડપ એભલ વાળાના નામથી ઓળખાતો હોવાનું મનાય છે.

ભાવનગર રાજ્યથી અલગ તળાજામાં વાળા શાસકોનું રાજ્ય હતું, જયારે નજીકનાં ઝાંઝમેરમાં વાજા-રાઠોડ શાસકો હતા. ઇ.સ. ૧૫૨૭થી ૧૫૬૦ના સમયમા તળાજામાં પઢિયાર રાજપુત શાખાના બારૈયા રાજાઓનું શાસન રહ્યુ હતું. પઢીયાર રાજપુત શાખાના બારૈયા રાજવી મેંડ્રજી રાવે તળાજા જીતી સરતાનપુર ગામ વસાવેલુ અને ત્યાં ગાદી સ્થાપી હતી. બાદમાં તેમના વંશજો પૈકીના સરતાનપુર, દેવલી વગેરે તથા સેંદરડા, મોણપુર વગેરે ગયા છે.(સંદર્ભ આપો)

ભૌગોલીક સ્થાન[ફેરફાર કરો]

તળાજા શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ઇ પર ભાવનગર (૫૪ કિ.મી.) અને મહુવા (૪૩ કિ.મી.) શહેરની વચ્ચે સ્થિત છે. તળાજા સમુદ્રની સપાટીથી અંદાજીત ૧૯ મી (૬૨ ફુટ)ની ઉંચાઇએ વસેલું છે. તળાજા પાસે ગોપનાથ મહાદેવ અને ઝાંઝમેરનો રમણીય સમુદ્ર કિનારો આવેલાં છે.

તળાજા પહોંચવા માટે[ફેરફાર કરો]

 • હવાઈ માર્ગ - અહીથી સૌથી નજીકનું હવાઈ મથક ૫૪ કિ.મી. દૂર ભાવનગર શહેરમાં આવેલું છે.
 • સડક માર્ગ - તળાજા દ્વારકાથી સોમનાથ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ઇ સાથે જોડાયેલું છે. નજીકનું સૌથી મોટું શહેર ભાવનગર છે, જે અહીંથી માત્ર ૫૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. ભાવનગરથી બસ અથવા અન્ય વાહન દ્વારા તળાજા જઇ શકાય છે.
 • રેલમાર્ગ - તળાજામાં રેલમાર્ગની સૂવિધા નથી પણ નજીકનાં અન્ય શહેરો, પાલીતાણા (૪૦ કિ.મી.) ભાવનગર (૫૪ કિ.મી.) અને મહુવા (૪૩ કિ.મી.) રેલમાર્ગ વડે દેશના અન્ય વિસ્તારો સાથે જોડાયેલ છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ-વડોદરા વર્તુળ". ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ. ૩૦ એપ્રિલ ૨૦૧૪. Retrieved ૧૫ ડિસેમ્બર ૨૦૧૫. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

તળાજા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
 1. આંબલા
 2. બાખલકા
 3. બાંભોર
 4. બાપાડા
 5. બાપાસરા
 6. બેલા
 7. બેલડા
 8. ભદ્રાવળ
 9. ભાલર
 10. ભરપરા
 11. ભારોલી
 12. ભેગાળી
 13. ભેંસવડી
 14. ભુંગર
 15. બોડકી
 16. બોરડા
 17. નાની માંડવાળી
 18. નવા રાજપરા
 19. નવા સાંગણા
 1. નવી છાપરી
 2. નવી કામરોળ
 3. નેશીયા
 4. નેસવડ
 5. નિચડી
 6. પાદરગઢ
 7. પાદરી
 8. પાદરી
 9. પાંચ પીપળા
 10. પાણીયાળી
 11. બોરડી
 12. બોરલા
 13. ચોપડા
 14. ચૂડી
 15. દાંકણા
 16. દંત્રાડ
 17. દાઠા
 18. દેવળીયા
 19. દેવલી
 1. ધારડી
 2. દિહોર
 3. ફુલસર
 4. ગઢડા
 5. ગધેસર
 6. ગઢુલા
 7. ઘંટારવાળા
 8. પીપરલા
 9. પીથલપુર
 10. પ્રતાપરા
 11. રાજપરા નં ૨
 12. રાળગોણ
 13. રામપરા
 14. રોજીયા
 15. રોયલ
 16. સખવદર
 17. સમઢીયાળા
 18. સાંખડાસર નં ૧
 19. સાંખડાસર નં ૨
 1. પાસવી
 2. ગોરખી
 3. હાજીપર
 4. હમીરપરા
 5. હુબકવડ
 6. ઇસોરા
 7. જળવદર
 8. જસપરા
 9. જુના સાંગાણા
 10. જુની છાપરી
 11. જુની કામરોળ
 12. કઠવા
 13. કેરાળા
 14. ખદડપર
 15. ખંધેરા
 16. ખારડી
 17. કોડીયા
 18. શોભાવડ
 19. સોંસિયા
 1. તઢાવડ
 2. તળાજા
 3. તલ્લી
 4. તરસારા
 5. ઠળીયા
 6. ટીમાણા
 7. ત્રાપજ
 8. ઉમરાળા
 9. ઉંચડી
 10. પાવઠી
 11. કુંદાળી
 12. કુંઢડા
 13. કંઢેલી
 14. લીલીવાવ
 15. મધુવન
 16. મહાદેવપુરા
 17. મહાદેવપુરા
 18. માખણીયા
 19. મામસા
 1. માંડવા
 2. મંગેલા
 3. માઠવડા
 4. મેથીયા
 5. મોટા ઘાણા
 6. મોટી માંડવાળી
 7. નાના ઘાણા
 8. નાની બાબરીયાત
 9. વલર
 10. વટાળિયા
 11. વાવડી
 12. વેજોદરી
 13. વેળાવદર
 14. ઝાંઝમેર
 15. સરતાનપર
 16. સાથરા
 17. શેલાવદર
 18. શેવાલીયા
 19. પીંગાળી
ભાવનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
 1. ઉમરાળા
 2. ગઢડા
 3. ગારીયાધાર
 4. ઘોઘા
 5. જેસર
 6. તળાજા
 7. પાલીતાણા
 8. ભાવનગર
 9. મહુવા
 10. વલ્લભીપુર
 11. સિહોર

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન
Gujarat Bhavnagar district.png