ગોપનાથ (તા. તળાજા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગોપનાથ
गोपनाथ/Gopnath
મોટા ગોપનાથ
—  ગામ  —
ગોપનાથનો દરીયાકિનારો
ગોપનાથનો દરીયાકિનારો

ગોપનાથનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°12′36″N 72°06′28″E / 21.2099°N 72.1078°E / 21.2099; 72.1078
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ગોપનાથ ગામ ભારતના ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકામાં દરિયા કિનારે આવેલું ગામ છે.

શ્રી મોટા ગોપનાથ મહંત જગ્યા ટ્રસ્ટ[ફેરફાર કરો]

ગોપનાથ ગામમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન બનાવેલું મનાતું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ૧૯૮૧ના ઓગષ્ટ મહીનામાં મંદીરનું સુંદર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે.

દીવાદાંડીઓ[ફેરફાર કરો]

ક્રમ એક[ફેરફાર કરો]

તેની સ્થાપના ઇ.સ. ૧૮૭૯માં થઇ હતી. ૧૯૭૫થી તે કામ કરતી બંધ થઇ છે. સફેદ રંગે રંગાયેલ બેવડો વરંડો ધરાવતી લગભગ ૧૨ મીટર ઉચો ઇંટોનો મિનારો ધરાવે છે. દીવો હવે હટાવી લેવામાં આવ્યો છે. આ અૈતિહાસિક દીવાદાંડી ભાવનગર રાજ્ય દ્વારા બનાવાઇ હતી. હાલમાં ખસ્તાહાલ હાલતને લીધે સ્થળ જવા માટે ખુલ્લુ છે પણ મિનારો બંઘ કરી દેવામાં આવ્યો છે.[૧]

ક્રમ બીજો[ફેરફાર કરો]

ઇ.સ. ૧૯૭૫થી પહેલી દીવાદાંડીના બંધ થવા સાથે આ દીવાદાંડી નું કાર્ય શરૂ થયું. હાલમાં પણ કામ આપે છે. દરેક ૨૦ સેકંડે પ્રકાશનો જબકારો કરતી ૪૪ મીટરની ઉંચાઇ એ ૩૦ મીટર ઉંચાઇના લાલ અને સફેદ રંગે રંગાયેલા નળાકાર ટાવર પર લાલટેન મુકાયેલી છે. આ નવી દીવાદાંડી જુની દીવાદાંડીથી લગભગ ૫૦૦ મીટરનાં અંતરે ઉત્તર દિશામાં છે.[૧]

અહીં આવેલી દીવાદાંડીથી નજીક ભાવનગરના રાજવીઓ એ બનાવેલો ગોપનાથ બંગલો પણ આવેલો છે, જે હાલમાં વિજય વિલાસ પેલેસ હોટેલ તરીકે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે.

આ પણ જુવો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "ભારતની દિવાદાંડીઓ". Retrieved ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩. Check date values in: |accessdate= (મદદ)