દીવાદાંડી

વિકિપીડિયામાંથી

દીવાદાંડીએ જુના સમયમાં દરિયાખેડુઓને માર્ગદર્શન આપવા માટે દરિયા કીનારે બાધવામાં આવતી અને જેની ટોચ પર દૂર સુધી દેખાય તે રીતનો પ્રકાશ રાખવામાં આવે છે તેને કહે છે. આ પ્રકાશ જોઇને સાગરખેડુઓ હવે દરિયા કિનારો નજીક છે તેનો અંદાજ મેળવતા. દીવાદાંડીઓનો મુખ્ય ઉપયોગ સાગરખેડુઓને ભયજનક અને ખડકાળ દરિયાકિનારાથી ચેતવવા માટે પણ થતો. આધુનિક સમયમાં વિજાણુ માર્ગદર્શક સાધનોની ઉપલબ્ધતા વધતા દિવાદાંડીઓનો માર્ગદર્શક તરીકેનો ઉપયોગ ઘટતો જાય છે.

ગોપનાથની દીવાદાંડી

ફરતા પ્રકાશવાળી દરેક દીવાદાંડીનો પ્રકાશના બે ઝબકારા દેખાડવા વચ્ચેનો એક ચોક્કસ સમય હોય છે જેના પરથી જહાજ રાત્રીના અંધકારમાં પણ પોતે ક્યા કિનારાની નજીક છે તે નક્કી કરી શકે છે.

સંદર્ભ[ફેરફાર કરો]