લખાણ પર જાઓ

તળાજા ગુફાઓ

વિકિપીડિયામાંથી
તળાજા ગુફાઓ
તળાજા ગુફાઓ, બહારથી.
Map showing the location of તળાજા ગુફાઓ
Map showing the location of તળાજા ગુફાઓ
Map showing the location of તળાજા ગુફાઓ
Map showing the location of તળાજા ગુફાઓ
અક્ષાંશ-રેખાંશ21°21′20″N 72°01′56″E / 21.355474°N 72.032298°E / 21.355474; 72.032298
તળાજા ગુફાઓનો અંદરનો દેખાવ

તળાજા ગુફાઓ ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લાના તળાજા ખાતે આવેલી ગુફાઓ છે. આ ગુફાઓ પથ્થર કોતરીને બનાવવામાં આવેલી છે. આ ગુફાઓમાં ૩૦ ગુફાઓનો સમાવેશ થાય છે, જેમાં ૧૫ ગુફાઓ પાણીની ટાંકી ધરાવે છે. આ ગુફાઓ એભલ મંડપ તરીકે જાણીતું અનન્ય સ્થાપત્ય ધરાવે છે. આ ખંડો સામાન્ય ખંડો છે. બહારના ભાગમાં ચૈત્ય બારીઓ અને તેની નીચે વેદિકા આવેલ છે. ચૈત્ય અને ખંડો ઇ.સ. પૂર્વે ૨જી સદી દરમિયાન બૌદ્ધ ધર્મના પ્રભાવ વખતે બનાવવામાં આવ્યા હતા. ઇ.સ. ૨જી અને ૩જી સદી દરમિયાન ક્ષત્રપોના શાસન દરમિયાન જૈન ધર્મના પ્રતિકો ખંડો અને મુખ્ય ખંડોમાં કોતરવામાં આવ્યા હતા.[]

આ ગુફાઓ બોધિસત્વની મૂર્તિઓ ધરાવે છે. આ ગુફાઓ મહારાષ્ટ્રમાં પથ્થરની કોતરણીથી ગુફાઓ બનાવવાની શરૂઆત થઇ એ પહેલાં બનાવવામાં આવી હતી.[] અમુક ઇતિહાસકારોના મત મુજબ આ ગુફાઓની તારીખ નક્કી કરી શકાતી નથી તેમ છતાં કેટલાંક આ ગુફાઓ ૧લી સદી દરમિયાન શરૂ કરાઇ એમ માને છે.[]

આ ગુફાઓને (N-GJ-75) ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરેલ છે.

પૂરક વાચન

[ફેરફાર કરો]
  • Fergusson, James; Burgess, James. The cave temples of India. Cambridge: Cambridge University Press. પૃષ્ઠ ૨૦૧–૨૦૨. ISBN 1108055524.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Archaeological Survey of India, Vadodara Circle. "Talaja Caves". Archaeological Survey of India. મૂળ માંથી 2013-12-02 પર સંગ્રહિત. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૧૩.
  2. Tourism Corporation of Gujarat Limited. "Talaja". Gujarat Tourism, Govt. of Gujarat. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૧૩.
  3. Brancaccio, Pia (૨૦૧૦). The caves at Aurangabad : Buddhist art in transformation. Leiden: Brill Publishers. પૃષ્ઠ ૬૩. ISBN 9004185259.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]